Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ નગરપાલીકાના સીઈઓને ગાંધીનગરનું તેડું : મનપા મુદ્દે મહત્વપૂર્ણ હલચલ : જાહેરાત કે સમીક્ષાઓ?

11 December



ગાંધીધામ સહીત રાજયની નવ નગરપાલિકાઓને મનપાના દરજજાની સત્તાવર જાહેરાતના કાઉન્ટડાઉન વખતે વધી ઉત્કંઠા : સીઈઓ સાથે અંતિમ નિર્ણાયક ચર્ચાઓ-સમીક્ષાઓ કરાશે કે પછી આવતીકાલે જાહેરાત કરી દેવાશે..? : સંકુલમાં વધી ચર્ચા

આવતીકાલે જીયુડીસી અંતર્ગત ગટર સફાઈ સાધનો વિતરણનો કાર્યક્રમ છે, કાલે ગાંધીનગરનું આમંત્રણ છે, સાચી વાત છે, મનપા સંદર્ભેની કોઈ સત્તાવાર જાણ નથી : શ્રી સંજયભાઈ રામાનુજ  (સીઈઓ, ગાંધીધામ નગરપાલિકા)



ગાંધીધામ :  ગાંધીધામ નગરપાલીકાના સીઈઓએને ગાંધીનગરનુ તેડું આવવા પામ્યું છે. નોધનીય છે કે, ગાંધીધામ નગરપાલિકામાંથી ટૂંક સમયમાં મહાનગરપાલિકા બને તેમ લાગી રહ્યું છે, કારણકે લોકસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા ગાંધીધામ સહિત અન્ય નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ સરકારના અધિકારીઓ દ્વારા વિવિધ પાસાઓને લઇ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર બાબતે ગાંધીધામ પાલિકાના સીઈઓને ગાંધીનગરનું તેડુ આવ્યું છે. જે સંદર્ભે જાણકારો કહી રહ્યા છે કે, મનપાને લઈને કોઈ બેઠક અથવા તો અંતિમ સમીક્ષાત્ક ચર્ચાઓ કરવામા આવી શકે છે. બીીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલિકાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી સંજય રામાનુજને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આવતીકાલે ગાંધીનગર હાજર રહેવાનુ આમંત્રણ છે એ વાત સાચી છે અને ત્યાં જીયુડીસી હસ્તક ગટર સફાઈ સાધનોનું નગરપાલિકાઓને વિતરણ કરવામ આવનાર છે ઉપરાંત કર્મચારીઓના નિમણુક પત્ર એનાયત કરવાનો પણ કાર્યક્રમ છે જે માટે હાજર રહેવાની સુચના મળવા પામી છે. સુચિત મનપા છે તેમને ૧૦૦થી ૧પ૦ જેટલા લોકોને સાથે લાવવાનું પણ ખાસ કહેણ મુકાયુ છે પરંતુ મનપાને લગતી કોઈ બાબતો મામલે સત્તાવાર રીતે કોઈ જ જાણ કરવામાં આવી નથી તેમ શ્રી રામાનુજએ જણાવ્યુ હતુ. જો કે, આ પ્રકારની ચર્ચાઓથી હવે સંકુલમાં રાજકીય અટકળો પણ વેગવાન બની જવા પામી ગઈ છે. સુચિત મનપા સલગ્ન સસ્થાઅનોે ૧૦૦થી ૧પ૦ લોકોનો તાર્ગેટ આપી અને આવવાનું જણાવવા પાછળનું કારણ શું હોઈ શકે છે? સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ૨૫ ડિસેમ્બરે સરકાર દ્વારા સત્તાવાર મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે ટૂંક જ સમયમાં મનપા માટે નોટિફિકેશન જાહેર થાય તેમ પણ લાગી રહ્યું છે.મહાનગર પાલિકાનો દરજ્જો મળતા જ શહેરના વિકાસની ગતિ ઝડપી બનશે. રોડ,ડ્રેનેજ, ટ્રાફિક, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓમાં સુધારો થશે. શહેરીજનોનું જીવનધોરણ સુધરશે તેમજ આજુબાજુના વિસ્તારોનો પણ વિકાસ થશે. રાજ્ય સરકારની મહત્વની જાહેરને લઇને ગાંધીધામ સહિતના સુચિત શહેરોમાંમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી હતી.

Comments

COMMENT / REPLY FROM