Trending News
સ્થાનિક સમાચાર

પાણીપતથી ગાંધીધામ સુધી યુઝડ કલોથસના કાળા કારોબારની તપાસ કેમ ઠંકા બક્ષામાં ? સદામના સાગરીતો કોણ?

11 December



કાસેઝમાં યુનિટના લાયસન્સ હોલ્ડર કોણ હતા? તેની સામે કેમ લાલઆંખ નહી? પાણીપતથી મિસડીકલેર કરેલા મુદામાલ ગાંધીધામ સુધી પહોચાડવામાં કોની કોની મીલીભગત હતી? ઝોનમાં આ માલ આવતો દર્શાવાય છે, પરંતુ શું ખરેખર આ રીતનો કટ માલ કાસેઝમાં લાવી જ કેવી રીતે શકાય? કેમ આ બધાય વિષયોમાં નથી કરવામાં આવતી ઘનિષ્ઠ છાનબીન?


ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી આયાત-નિકાસને વેગ આપી અને ત્યાથી વિદેશ હુંડીયામણ ભારતમાં ઠાલવી અને દેશનો જીડીપી વધારવા માટે સેઝ એકમોની સ્થાપના કરવામા આવી હતી પરંતુ આ સેઝ અકેમો જાણે કે કયાંક ને કયાંક અમુક ભેજાબાજ તત્વોને માટે દાણચોરીના હબ જ બની જવા પામ્યા હોય તેવી ઘટનાઓ બનવા પામી રહી છે. દરમ્યાન જ તાજેતરમાં જ હરીયાણાના પાણીપતથી કચ્છના ગાંધીધામ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન તરફ આવી રહેલા ગાભા ચીથરા દેખાડેલા અને તેના બદલે નવા નકોર કપડાઅનો જથ્થો સામખીયાળી ટોલનાકા પાસેથી પોલીસતંત્ર દ્વારા ઝડપી પાડવામા આવ્યો હતો. આ જથ્થો કાસેજના યુએસ કલેાથીંગના નામે અહી મંગાવાયો હોવાનુ બહાર આવતા વાહનના ડ્રાયવર તથા યુએસ કલોથીંગવાળા સદામ સહિતનાઓને પોલીસે ઉઠાવી તેની સામે ફરીયાદ દાખલ કરી અને તેને કોર્ટમાં રજુ કરવામા આવતા તેના બે દીવસના રીમાન્ડ મજુર થવા પામ્યા હતા. આ રીમાન્ડનો સમયકાળ પૂર્ણ થતા બન્નેને જેલહવાલો કરી દેવાયા છે અને હવે તપાસનીશ પોલીસ ટુકડી દ્વારા આગળની તપાસ હાથ ધરવામા આવી હોવાનુ જણાવાઈ રહ્યુ છે.મ્જો કે, બીજીતરફ આ પ્રકારના ગંભીર ગુના પર ચોકકસ બાતમી અને વિગતોનાઆધારે કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમની ટુકડીએ ચબરાક નજર રાખી અને જે કાર્યવાહી કરી દેખાડી છે તે આવકારદાય જ છે પરંતુ આ કાર્યવાહી થયા બાદ તેમાં બે જ શખ્સો પકડાયા છે, હજુ સુધી આ આખાય નેકસસની સામે કડક રાહે કાર્યવાહી કરવામાં આવી હોય તેવુ ફલિત થવા પામતુ નથી? આવુ શા માટે? આવા ગંભીર ગુનાના પ્રકરણની તપાસ કેમ ઠંકાબક્ષામાં જતી રહી છે? તેની પાછળનું રહસ્ય શું છે? કારણ કે, અહી સવાલ તો ઘણા થવા પામી રહ્યા છે? રીમાન્ડ દરમ્યાન આ બધા જ મુદાઓની તપાસ કરાઈ છે કે નહી? અને જો કરવામા આવી છે તો પછી તે બાદ કોને કોને ઉઠાવાયા? શા માટે હજુ સુધી ફોડ પાડીને આ બાબતે કંઈ જ કહેવામા નથી આવતુ? અહી જાણકારો સવાલ કરી રહ્યા છે કે, સદામ નામના શખ્સને પકડયો છે, ત્યારે કાસેઝના જે યુનિટમાં આ મુદામાલ મિસડીકલેર કરીને લવાતો હતો તે યુનિટના લાયસન્સ હોલ્ડર કોણ છે? તેનો પરવાનો કોના નામે હતો? શા માટે પોલીસે હજુ સુધી આ શખ્સને નથી ઝડપી પાડયો? કે તેની ધરપકડ કરવામાં નથી આવી? તે ઉપરાંત પાણીપત હરીયાણાથી ગાંધીધમા સુધી આ રીતે બોગસ માલ એટલે કે બીલ એક વસ્તુના નામનુ હોય અને ફીજીકલી તેમાં વસ્તુ બીજી નાખેલી હોય ં તે રીતે હેમખેમ અગાઉ કેટલી વખત ઠાલવી દેવામા આવી? તેમાં સદામ આણી શખ્સોના સાગરીતો કોણ કોણ છે? તે બધાયથી ઉપર કાસેજમાં જો પાણીપતથી માલ જતો હોય તો તે કટ માલ ઝોનમાં જાય જ શેના માટે? સદામ ટોળકી કહેતી હોય કે, કાયદેસર છે તો પછી કાસેજ પ્રશાસન પાસે તેન કયા કયા આધારો રજુ કર્યા છે? મંજુરી આવો માલ લાવવાની અપાઈ હતી ખરી? કાગળ પર કોની સહી છે? કોણે સદામને આ રીતે કાસેઝમાં માલ લાવવાની મંજુરીઅ આપી હતી? તેના સિવાય પણ કાસેઝમાં જે માલ પાણીપતથી આવતો હતો તેના બીલના આધારો પોલીસે માંગ્યા કે નહી? તે માલ પણ કયાથી ખરીદાયો અથવા આવ્યો હતો? પોલીસતંત્ર આ તમામ મુદાઓની તપાસમાં કેમ ઢીલું દર્શાઈ રહ્યું છે? વેળાસર આ બધા જ બાબોની કડક તપાસ કરવામા આવે અને આવા તત્વોને નશ્યત કરાય અને સરકારની લુંટાતી તિજોરીને અટકાવાય તે  જ સમયનો તકાજને બની રહ્યો છે. જો કે, આ અંગે તપાસનીશ પોલીસ અધિકારી કહી રહ્યા છે કે, તપાસ ચાલુમાં છે, રીમાન્ડ પૂર્ણ થવા પામી ગયા છે, બન્ને આરોપીઓને જેલહવાલો કરી દેવાયા છે, તપાસમાં જેમ જેમ જે વાતો બહાર આવશે, જેમની સંડોવણીઓ ખુલશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે.

Comments

COMMENT / REPLY FROM