જિલ્લાનું વહીવટીતંત્ર ન રહે અંધારામાં...!
અંકલેશ્વરના ડેટોકસમાં બ્લાસ્ટવાળી કચ્છમાં ન થાય ? :
આ જ કંપનીનો જુના કટારીયા પાસે ધમધમે છે પ્લાન્ટ.!
અંકલેશ્વરમાં આવેલ ડેટોકસમાં કંપનીની બેદરકારી અને લાપરવાહીથી ૪ શ્રમયોગીઓના થઈ ગયા છે કમકમાટી ભર્યા મોત : કચ્છનુ જીપીસીબીતંત્ર- ઈન્ડસટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી ડીપાર્ટમેન્ટ, પોલીસ વિભાગ સહિતનાઓ ચેેતે : કટારીયા હાઈવે પાસેના આ જ કંપનીના જોખમી પ્લાન્ટમાં પણ આવી જ લાલીયાવાડી નહી ચાલતી હોય તેની શું ખાત્રી? સ્ટીલ પ્રેશર
પાઈપ ફાટતા અંકલેશ્વરમાં સર્જાઈ છે ઘટના? અહી આવી જ બેદરકારીઓ નહી રખાતી હોય તેની કોણ કરશે ચકાસણી?"
ગાંધીધામ : ગુજરાત ખેતીપ્રધાન પ્રદેશ મટીને ઔદ્યૌગીક હબ તરીકેની ઓળખ મહદઅંશે પ્રસ્થાપિત કરી ચૂકયો છે. ઉદ્યોગો આજની જરૂરીયાત છે અને ખેતીની સમાંતર કદાચ ઉદ્યોગો વિકસે તેનો કોઈ જ વિરોધ ન હોઈ શકે પરંતુ આ ઉદ્યોગો માત્ર અને માત્ર સર્વેસર્વા બની જાય, ખેતી અને પ્રદુષણના વિષયોને તો નેવે મુકી જ દે પરંતુ પોતાની નફાખોરીમાં ગરીબ શ્રમયોગી અને માનવજીંદગીની પણ જરા સહેજ પણ પરવા ન કરે અને સલામતી અને સેફટીના નિયમોની પણ ઐસીતૈસી જ કરી અને નફાખોરીમાં જ રચ્યાપચ્યા રહે તો ચોકકસથી તેની સામે કડકાઈપૂર્વકની કાર્યવાહી કરવી જ ઘટે.તાજેતરમાં જ ભરૂચના અંકલેશ્વરમાં ડેટોકસ ઈન્ડીયા નામની કંપનીમા આવા જ ઔદ્યોગીક સેફટીના નિયમોના ધજાગરા ઉડાળી દેવામા આવ્યા હોય તેવી રીતે વેલ્ડીંગનુ કંપનીમાં કામ ચાલી રહ્યુ હતુ તે વખતે પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની અને તેમાં ચાર મહામુલી જીંદગીઓ હોમાઈ જવા પામી હતી એટલે કે ચાર શ્રમિકોના આ બ્લાસ્ટમાં મોત થવા પામી ગયા હતા તેમાં પણ ચોકાવનારીવાત તો એ છે કે, આ બ્લાસ્ટ એટલો પ્રચંડ અને ઘાતક હતો કે કંપનીના શેડનું પતરુ કંપનીના સંકુલ-બાઉન્ડ્રીની બહાર જ જઈને ફંગોળાઈ જવા પામ્યો હતો વિચાર તો કરો તો પછી મૃતકોના શરીરની તો કેવી અવદશા થવા પામી હશે? તેની પાછળ કંપનીની લાપરવાહી અને માત્ર અને માત્ર નફાખોરી જ રહેલી છે. ઘોડા છુટયા બાદ તબેલાને તાણા મારવાના તાલે અંકલેશ્વરની ડેટોકસ કંપનીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટુકડી પહોચી ગઈ, પોલીસતંત્ર ધસી ગયુ અને ઈન્ડસટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓપણધસી ગયા હતા. આ બધાય કામગીરી હાથ ધરી છે અને જીપીસીબીએ કંપનીની કલોજર નોટીસ આપી દીધી છીે, અકસ્માત અને બ્લાસ્ટની ઘટનાના કારણોની ચકાસણીઓ શરૂ કરવામા અવી છે પરંતુ આ તમામે તમામ વિભાગે તેમની કામગીરી પ્રમાણિકતાથી કરી હોત તો આ પ્રચંડ બ્લાસ્ટની ઘટના બનતી અટકાવી શકાઈ જ હોત ને? ખૈર, જાણકારો કહી રહ્યા છે કે, અંકલેશ્વરમાં જે ડેટોકસ કંપનીમાં આ ગંભીર બેદરકારીપૂર્વકની ઘટના અને તેમાં બ્લાસ્ટ થવા પામી ગયો છે, તેનુ એક યુનિટ પૂર્વ કચ્છમાં જુના કટારીયા રાધનપુર રોડ પાસે પણ આવેલ છે. અંકલેશ્વરમાં જે ઘટના બનવા પામી છે તેનુ પુનરાવર્તન કયાંક કચ્છમાં તો આ કંપનીમાં નહી થાય ને? હકીકતમાં જયારે અંકલેશ્વરમાં આ કંપનીને કલોઝર નોટીસ ફટકારી દેવાઈ છે અને કંપનીનો પ્લાન્ટ બંધ છે ત્યારે કચ્છમાં પણ આ જ કંપનીનો પ્લાન્ટ ધમધમતો હોય તો તેની પણ ચોકકસથી રીવ્યુ -સમીક્ષાઓ કરવી જોઈએ. જિલ્લાનુ વહીવટીતંત્ર કયાંક અહી પણ ઉંધતુ ન ઝડપાઈ જાય. ખરેખરઆગોતરી જાગૃતી દાખવી અને અહીના પ્લાન્ટમાં પણ અંકલેશ્વરની જેમ જ લાલીયાવાડી તો નથી ને? સલામતી નિયમોના ધજાગરા નથી ઉડાળવામા આવતા ને? શ્રમિકોની સલામતી માટે તમામ પ્રકારની તકેદારીઓ રાખવામા આવી રહી છે ને? જો એમ ન થતુ હોય તો અહી પણ પ્લાન્ટને કલોઝર નેાટીસ આપી દેવી જોઈએ તેમાં જ સમજણ કહીશકાશે નહી તો અહી પણ મોટી આવી જ કેાઈ ઘટના બનતા વારનહી થાય.!

Comments