Trending News
સ્થાનિક સમાચાર

- તો મોરબીના કરોડોના કોલસાના કાળા  કારોબારમાં કચ્છ કડીના નેટવર્કનો થશે પર્દાફાશ

09 December

દિલીપ-રોકી આણી ત્રિપુટીને દબોચો.!


ગુપ્તા નામના શખ્સને તપાસો તો કોલસા ચોરીમાં ઘણા નવા ખુલાસાઓ થશે : કોલસા ચોરીનો ગુપ્તા નામનો શખ્સ માહેર છે, 
તેની સંડોવણી વગર કોલસા ચોરી થાય જ નહી...! : પૂર્વ કચ્છ પોલીસે 
લાલઆંખ કરતા ચોરોને સ્થળ બદલવાની ફરજ પડી, મોરબીમાં અડ્ડો બનાવ્યો


સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ કંડલાથી રાજસ્થાન જતા વિદેશી ઉચ્ચ ગુણવત્તાના 
કોલસાની હેરફેરના કૌભાંડનો મોરબી પાસે ઝડપ્યો છે અડ્ડો : ગાંધીધામ સંકુલના ત્રણ શખ્સોની ખુલી છે સંડોવણી, જેમાથી બે શખ્સોની ભુમિકા ચોરાઉ માલ ખરીદનારા તરીકેની ખુલી છે : 
ચોરાઉ કોલસો ગાંધીધામના શખ્સોએ અગાઉ કેટલી વખત ખરીદ્યો ? કોને વેંચ્યો ? 
ગુપ્તાજી નામનો શખ્સ-રોકી અગાઉ કેટકેટલી વખત આ પ્રકારે ચોરાઉ વિદેશી કોલસો મોરબીના 
આ અડ્ડાથી ખરીદી ચૂકયા છે ? આ ત્રિપુટીને કચ્છમાં છાવનારા પલળેલા ખાખીધારીઓ કોણ હતા ?




ગાંધીધામ : કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકમાંથી વિદેશી એટલે કે પેટ્રોલિયમ કોક જેને પેટકોક પણ કહેાવમા આવે છે. તેની અને દેશી કોલસાની ચોરીનું મોટુ કારસ્તાન એસએમસીએ મોરબીથી ઝડપી લીધુ હતુ.  હવે આ પ્રકારની તપાસ ડીજીપીએ એસએમસીને જ કરવાનો હુકમ પણ કરી દીધો છે. એટલું જ નહી એસએમસીની પ્રાથમિક તપાસમાં આ આખુય પ્રકરણ છેલ્લા એકાદ વર્ષી ચાલતુ હોવાનુ પણ ધ્યાને આવી ગયુ હોવાની વાત સપાટી પર આવી રહી છે. ત્યારે હવે જેમ જેમ તપાસ આગળ ધપશે તેમ તેમ ઘણા નવા ખુલાસા આ પ્રકરણમાં થશે તેમ મનાઈ રહ્યું છે. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, મોરબીમાથી ૩ કરેાડથી વધુના મુદામાલ સાથેના ખુલેલા આવા કારસ્તાનમાં કચ્છ-ગાંધીધામના ત્રણ શખ્સોની પણ સંડોવણી ફરીયાદમાં જ સામે આવી ગઈ છે અને તે ત્રણમાથી બે શખ્સો ચોરાઉ ખોલસો સસ્તા ભાવે ખરીદનાર તરીકેની ભુંડી ભુમીકામાં હોવાનુ બહાર આવી ગયુ છે. જો કે, આ શખ્સોને હાલમાં ફરાર છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, એસએમસીની ટુકડીએ આ ત્રણેય શખ્સોને વેળાસર જ દબોચવાની દીશામાં તપાસ હાથ ધરી અને તેમના કડક રાહે રીમાન્ડ લેવા જોઈએ તો મોરબીથી કચ્છ સુધી ફેલાયેલા આવા ઉચ્ચ ગુણવત્તાયુકત કોલસાના હેરફેરના ગંભીર પ્રકારના નેટવર્કનો મોટો પર્દાફાશ થવા પામી શકે તેમ મનાઈ રહ્યું છે.કારણ કે, કંડલાથી રાજસ્થાન જતા એક ટનના ર૧ હજારના ભાવ ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના કેાલસાને ઉતારી લઈ અને તેમાં પાંચ-સાત હજાર ટન વાળી કોલસીની ભુક્કી ભરી દેવાનુ કારનામુ છેલ્લા એકાદ વરસથી ચાલતુ હોવાનુ ખુલ્યુ છે ત્યારે ગાંધીધામના દીલીપ, ગુપ્તાજી તથા રોકી નામના શખ્સની ઉંડી પુછતાછ ખુબજ અનિવાર્ય બની રહ છે. અને આ પૈકીના બે શખ્સો ચોરાઉ કોલસો ખરીદત હતા તો અગાઉ કેટકેટલી વાર આ ટોળકીએ ચોરાઉ કોલસો અહી લાવી દીધો છે? આ ચોરાઉ કોલસો અગાઉ તેઓએ કેટકેટલી વાર ખરીદો અને કેટલી વખત વેચ્યો છે? ગાંધીધામના ચોરાઉ કોલસો ખરીદનારા શખ્સો પાસેથી આ જથ્થો જતો કયા હતો? કોને સપ્લાય કરવામા આવતો હતો? આ બધાયની ચકાસણીઓ કરવી જોઈએ અને તેઓ બધાયના નામો પણ આ તપાસમાં બહાર આવવા જોઈએ. એટલુ જ નહી છેલ્લા એક વર્ષથી ચાલતા આ પેટકોક ચોરીના કારસ્તાનોમાં કોલસાચોર તત્વોને છાવરનારા ખાખીધારીઓ કોણ-કોણ હતા? તેમના સુધી પણ તપાસનો રેલો લંબાવવો જ જોઈએ.

Comments

COMMENT / REPLY FROM