Trending News
સ્થાનિક સમાચાર

DGP શ્રી વિકાસ સહાયની ૧૩ તોડબાજ સામે લાલઆંખ : જિલ્લા બહાર બદલી : બે કચ્છમાં ફંગોળાયા :વહીવટદારોમાં સોંપો

09 December


અમદાવાદના ૧૩ વહીવટદારોનો છૂટી જશે પરસેવો, ડીજીપીએ મિલકતને લઈ આપ્યા તપાસના આદેશ : સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપાઈ, હવે વહીવટદારોનું તો આવી જ બન્યું..

અમદાવાદમાંથી પૂર્વ-પશ્ચીમ કચ્છમાં એક એકને બદલાવામાં આવ્યા : જગદીશ કાંતિલાલ પટેલ -પશ્ચિમ કચ્છ ભૂજ જિલ્લામાં બદલી કરાઈ જયોર અક્ષયસિંહ રામસિંહ પુવાર- પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બદલાયા છે



ગાંધીધામ : ગુજરાત રાજયના પ્રજાભિમુખ અને કાયદાનિષ્ઠ તથા નખશીખ પ્રમાણિક રાજય પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા ગુનેગારોની સાથોસાથ જ હવે ગુનેગારોને છાવરનારાઓની સામે પણ લાલઆંખ ધરતી કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા હોવાથી વહીવટદારોમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હેાવાનો વર્તારો દર્શાવવા પામી રહ્યો છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર અમદાવાદમાં ૧૩ પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે. આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયા હતા, ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ વહીવટદારોની મિલકતને લઈ તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે જેને લઈ વહીવટદારોનો પરસેવો છૂટી ગયો છે.ગુજરાતના ગાંધીનગર ખાતેથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને અધિકારીઓનો વહીવટ કરતા ૧૩ પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. તોડબાજીની ફરિયાદને આધારે આ વહીવટદારોની કરાઇ હતી બદલી જેમાં ડીજીપીએ સ્ટેટ મોનિટરીગ સેલને આદેશ કર્યો છે કે, પોલીસકર્મી અને તેમના પરિવારની મિલકતની તપાસ કરાશે સાથે સાથે મિલકતો, બેંક બેલેન્સ, વાહન, લોકરની તપાસ કરાશે.આ સમગ્ર ઘટનામાં અને તપાસમાં પોલીસની જો કોઈ વધારાની મિલકત મળશે તો ગુનો પણ નોંધાઈ શકે છે. એકંદરે આ પ્રકારની ધાક બેસાડતી કાર્યવાહીના આદેશથી કચ્છથી લઈ અને રાજયભરમાં વહીવટદારોમાં જાણે કે સોપો જ પડી ગયો હોય તેવો વર્તારો જોવા મળી રહ્યો છે.


.................

કચ્છના વહીવટદારોની બદલી કયારે ?

મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે, અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે, જો અહીના ૧૩ વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો અન્ય જિલ્લાઓમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી, આવા સમયમાં કચ્છના આંતરીક અને પ્રમાણિક પોલીસ બેડામાં પણ ચર્ચા થવા પામી રહી છે કે, આવી કડક કાર્યવહમી કચ્છમાં બની બેઠ્‌લા અમુક વહીવટદારો સામે કયારે કરવામાં આવશે? શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.

Comments

COMMENT / REPLY FROM