Trending News
સ્થાનિક સમાચાર

પોલીસે ઝોન બહાર પકડેલ વાહન-જથ્થાની તટસ્થ તપાસ થાય

07 December

-તો પાણીપતથી કાસેઝના નામે યુઝડ કલોથસના દાણચોરોનું 
આયોજનબદ્ધ નવતર કૌભાંડ ઝડપાય : હવાલાકાંડ પણ ખુલશે

કાસેઝના જે અમેરીકાના નામથી ચકચારી યુનિટમાં તપાસ આદરવામાં આવે તો ત્યાંથી આ પહેલી વહેલી ગાડી નહીં આવી તો ૧૦મી ગાડી અહી ઠલવાતી હોવાનું સામે આવશે? ઉપરાંત કાસેઝનું આ ચકચારી યુનિટ ઝોેનના જ અન્ય એક પેઢીના ૪પ કરોડની રકમ ચાંઉ કરી ગયામાં પણ રહી છે ચકચારી

કાસેઝમાંથી ગેરકાયદેસર રીતે યુઝડ કલોથસ ડીટીએ કરનાર ગેંગનું કારસ્તાન ખુલતા ખુલતા રહી ગયું : પોલીસે ઝોન બહારથી મુદ્દામાલ પકડયો તો, ભ્રષ્ટ ખાખીધારીઓને ફોડી લઈ અને પાણીપતથી માલ લાવ્યાનું દેખાડીને છુટી જવાના અજમાવ્યા પેંતરા : જો કાસેઝના ડીસીશ્રી કડક અને તટસ્થ તપાસ કરાવે, કાસેઝ કસ્ટમને જરૂરી દીશા-નિર્દેશો આપે તો અહીં બની બેઠેલા અમુક યુઝડ કલોથસના ભેજાબાજોના નવા કીમીયાઓનો થાય ખુલાસો : તેની સાથે સંકળાયેલા ભ્રષ્ટ સીન્ડીકેટના નામો પણ આવે બહાર

વધુ તપાસ ચાલી રહી છે, કપડાનો જથ્થો મળ્યો હતો, ચોખાના કટ્ટા પણ મળ્યા છે, વધુ તપાસ ચાલી રહી છે : તપાસનીશ પોલીસતંત્ર

ખાટલે મોટી ખોટ : પાણીપતથી કાસેઝમાં જથ્થો આવતો જ કયા ઈરાદે હતો? પોલીસે ઝડપેલો માલ કટ છે, ઝોનમાં કટ માલ કેવી રીતે લઈ જવાય? - આવો માલ લાવવા માટે ઝોન પ્રશાસનની મંજુરી લેવી પડે? આ કેસમાં લેવાઈ છે કે નહી? લીધી છે તો કોની મંજુરી મેળવાઈ છે? એ મંજુરી કટ માલ લાવવાની આપી જ કેવી રીતે શકે? ડોકયુમેન્ટમાં શું જમા કરાવ્યુ? શીપીંગ બીલ, બીલ ઓફ એકસપોર્ટ જમા કરાવ્યા છે ખરા? આ બધાય વિષયોની જો પકડાયેલા કલોથીંગના જથ્થામાં તપાસ કરવામાં આવે તો ઝોનમાં ચાલતા કઈક ભોપાળાઓ આવશે સામે



ગાંધીધામ : દેશની તિજારીને વિદેશી હુંડીયામણથી છલકાવવા અને વિકાસ દરને વધુ ઉંચો લાવવાની દીશામાં કેન્દ્ર સરકાર દ્વારા સેઝએકમોની રચના કરવામા આવી હતી પરંતુ અમુક દાણચોરી ટોળકીઓ ભેજાબાજ ગતકડાઓ અપનાવી અને સરકારની તિજોરીમાં જમા થવા પાત્ર રકમને મીસડીકલેરેશનના નવા નવા કીમીયાઓ શોધી અને મોટી લુંટ જ ચલાવી રહ્યા હોય તેમ કચ્છમાં કાર્યરત સેઝ એકમને લઈને પણ ઘટનાઓ પ્રકાશમાં આવવા પામી જ રહેતી હોય છે.
પાણીપતથી કાસેજમાં રી એકસપોર્ટના નામે આવી રહેલા એક વાહનમાં કપડાનો મોટો જથ્થો કચ્છ પોલીસની ખાસ ટીમ દ્વારા સામખીયાળી ટોલનાકા પાસેથી ઝડપી પાડયો હોવાની વિગતો સામે આવવા પામ રહી છે. પોલીસ દ્વારા જે વાહન પકડાયુ છે તેમાં આધારોની ચકાસણીઓ કરવામા આવતા જે રીતના બીલો હતા તે બીલોમાં દર્શાવેલી ચીજવસ્તુઓના બદલે વાહનમાથી અન્ય પ્રકારનુ મટીરીયલ્સ મળવા પામી આવ્યુ હોવાનુ સામે આવી રહ્યું છેે. એટલે કે, ગેરકાયદેસર રીતે જ પાણીપતથી કાસેઝ સુધીમાં મસમોટા કરોડોના ડયુટીચોરીના કાવતરાંને અંજામ અપાતો હોય તે રીતનું આયોજનબદ્ધ ષડયંત્ર જ અહી ખુલવા પામી જાય તેવી ગંધ પ્રાથમિક તબક્કે સામે આવવા પામી રહી છે. 
આ સમગ્ર પ્રકરણમાં તપાસનીશ પોલીસ અધિકારીઓની વાત માનીએ તો ચોખાના કટ્ટા અને કપડાનો જથ્થો ભરેલી એક ગાડી અટકાવી હતી અને તેમાં આધાર પુરાવાની ચકાસણીઓ કરવામા આવતા બીલમાં દર્શાવેલ વિગતવાળા કપડાના જથ્થાથી અલગ જ જથ્થો અહી મળી આવવા પામ્યો હતો જે વાહનને અટકાવી અને તેની આગળની વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે. જો કે, આ વાહન પકડયાના ર૪ કલાક બાદ પણ પ્રાથમિક તબક્કે તેમાથી વધુ કોઈ માહીતીઓ પોલીસના હાથે ન લગાવી અને હજુય તપાસ ચાલી જ રહી હોવાનુ કહેવુ કયાંક ને કયાંક વિસ્મય જ સર્જી રહ્યું છે. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, અહી સવામણનો સવાલ તો એ જ થવા પામી રહ્યો છે કે, અત્યાર સુધી તો વિદેશથી માલ કાસેજમાં ગાભાના નામે આવતો અને સારા-નવા નકોર કપડા અહીથી ડીટીએ કરવામાં આવતા અને તે બાદ ઉપલેટા થઈ અને પાણીપત સુધી તેને પહોચાડવામાં આવતા હતા. પરંતુ હાલમાં જે વાહન પકડાયુ છે તેમા દર્શાવાયુ છે કે પાણીપતથી તે વાહન કાસેઝ તરફ આવી રહ્યુ હોવાનુ દર્શાવાયુ છે. હકીકતમાં આ મામલે કાસેઝ પ્રશાસને ડીસીકસ્ટમને આ અંગે કડકથી સુચનો આપી અને તેની જીણવટપૂર્વકની તપાસ કરવાના આદેશો કડકાઈથી આપવા જોઈએ. 
જો એમ કરવામા આવશે તો કાસેઝથી પાણીપત સુધી અથવા તો પાણીપતથી કાસેઝ સુધીના ધમધમતા ગાભા-કપડાના નામે મસમોટી ડયુટીચોરીના આયોજનબદ્ધ ષડયંત્રનો પર્દાફાશ થવા પામી શકે તેમ કહેવાય છે.  એટલુ માત્ર જ નહી પરંતુ આ સબંધીત યુનિટવાળાઓ દ્વારા ગાભા દેખાડીઅ ને નવા નકોર કપડાઓ ડીટીએ કરી અને માત્ર અને માત્ર કાગળ પર જ રીએસકપોર્ટ દેખાડી અને હવાલાકાંડને પણ અંજામ આપી રહ્યા હોવાનુ કહેવાય છે. એટલે જો આ બાબતે તપાસ કરવામા આવશે તો મની લોન્ડરીંગનો પણ મોટો જ ખેલ બહાર આવવા પામી જશે તેમ કહેવાય છે. હવે જોવાનુ રહે છે કે, આ કેસમાં કોના પર કેટલુ વજન પડે છે અને કોણ કેટલુ વજનદાર સાબિત થાય છે. 


.................



ખરેખર તો માલ ઝોનથી પાણીપત જતો હશે..!
તપાસનીશ પોલીસ જો જો ગોથું ન ખાઈ જાય.!


ગાંધીધામ : સામખીયાળી ટોલનાકા પાસે એક કપડા ભરેલી ગાડી પોલીસે પકડી અને તેની તપાસ ચાલી રહી છે તે ગાડી પાણીપતથી આવી અને કાસેઝમાં જઈ રહી હોવાનુ દેખાડાયુ હોવાનુ પ્રાથમીક તબક્કે સામે આવી રહ્યુ છે પરંતુ હકીકતમાં તો કહેવાય છે કે, પોલીસ ઉપરાંતની એજન્સીઓને ઉલ્ટા ચશ્મા જ પહેરાવાવનુ આ કામ છે. ખરેખર પાણીપતથી કાસેઝમાં માલ જાય નહી પરંતુ કાસેજમાં આવેલ ગાભાના નામે સારૂ મોંઘુદાટ કાપડ કે જેના પર ઉંચી ડયુટી છે તે ગાભા દેખાડી અને કાસેઝની બહાર કાઢી તેને ઉપલેટા થઈ અને પાણીપત સુધી પહોચાડવામા આવતુ હાયે છે. આમ ડયુટીની તગડી ચોરી કરવી તથા ગાભા દેખાડી મોંઘોદાટ સારો માલ ઓપન માર્કેટમાં વેપલો કરી અને તેમાથી પણ નફો રડી લેવાનો એમ.ઓ. જ કયાંક ને કયાંક હશે. ખરેખર ઝોનથી માલ બહાર નીકળી ડીટીએ થઈ રહ્યો છે જે નીયમ અનુસાર ન કરી શકાય પરંતુ પકડાઈ જવાય તો પાણીપતથી માલ આવતો હતો તેવુ દેખાડવાનુ અહી કયાંક ને કયાંક સેટીગ કરાયુ હોય તેમ લાગી રહ્યું છે. 


................


કાસેઝના કલોથીંગવાળા સબંધિત યુનિટના કારનામા 
મુદ્દે આ મુદ્દાઓ પર થવી જોઈએ કડક તપાસ..!


- પાણીપતથી કાસેઝમા કપડાંનો જથ્થો આવતો જ કયા ઈરાદે હતો? - ઝડપોલ માલ કટ છે, ઝોનમાં કટ માલ કેવી રીતે લઈ જવાય? - ઝોનમાં આવો કોઈ મુદામાલ લાવવા માટે પ્રશાસનથી પ્રોકરમેન્ટની મંજુરી તો લેવી પડે? આ કેસમાં લેવાઈ છે કે નહીં? - ઝોનમાં માલ જઈ રહ્યો હતો તો ડોકયુમેન્ટસ જમા કર્યા હશે ને? કયા કયા ડોકયુમેન્ટસ આ પાર્ટીએ જમા કરાવ્યા હતા? 
- બીલ ઓફ એકસપોૃટ તથા શીપીંગ બીલ રજુ કરવુ પડે..! - જો જોનમાં માલ આધારો સાથે લવાયો હશે તો લાવવાના કારણો પણ દેખાડયા હશે? તે કયા કારણો અને હેતુથી ઝોનમાં લઈ આવ્યા આ માલને? - આ રીતે આ પાર્ટીએ અગાઉ કેટલી વખત જોનમાં માલ ધુડાયો છે? - સૌથી મોટો પ્રશ્ન, પાણીપતમાં આ અનકટ માલ આવ્યો કયાંથી? ઝડપાયેલ મુદામાલના માલીકથી પાણીપતમાં આ પહોંચેલ માલનાબીલની વિગતો માંગો..!
 

Comments

COMMENT / REPLY FROM