Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલા પોર્ટ પર ૭ શંકાસ્પદ કન્ટેનરને થંભજાવનો આદેશ : મોબાઈલના બહાને ડ્રગ્સ કે પછી અન્ય કંઈ? : છાની તપાસ તેજ..!

05 December


ઝોનમાં થોડા સમય પહેલા જ સોપારી પ્રકરણમાં ચકચારી બનેલ પેઢીના નામે મોબાઈલ આયાત દેખાડી અને કંઈ અન્ય મંગાવાયાની આશંકાથી સાતેક જેેટલા કન્ટઈનર પોર્ટ પર ત્રણ દીવસથી સાઈડ પર મુકાવાયા : ટુંકમાં જ એકઝામિનેશન હાથ ધરાશે : મોબાઈલ એસએસરીજ દેખાડીને નશાનો પદાર્થ આવ્યાની આશંકાએ અટકાવાયાની ચર્ચા

જો કે, ઝોન પ્રશાસન સમગ્ર ઘટનાથી હજુ સુધી છે ઈતેજાર, તો પૂર્વ કચ્છ પોલીસ પણ હાલના સમયે મગનું નામ મરી પાડવાનું ટાળી જ રહી હોવાનો દેખાય છે વર્તારો

દિલ્હીની પાર્ટીના નામે કાસેઝમાં યુનિટ રહેલુ છે, તેનું સંચાલન અંજારનો બહુ કુખ્યાત શૈલેષ નામનો શખ્સ જ કરી રહ્યો હોવાની છે ચર્ચા : આ શૈલેષ અગાઉ તેલચોરીમાં રહ્યું છે ચકચારી તે બાદ કાસેઝમાં તમ્બાકુ સહિતના ટ્રેડીંગ માટે વેરહાઉસની માંગી ચૂકયો છે પરવાનગી, જો કે, ઝોને તેને રદ કરી દીધી હતી, એટલે જ અન્યના નામનું વેરહાઉસ આ શૈલેષ ભાડે રાખી અને અહી સોપારી દાણચોરી સહિતના ધંધાઓમાં કરી રહ્યો છે અજમાયીશ



ગાંધીધામ : કચ્છમાં કાર્યરત બંદરો પાછલા કેટલાક સમયથી અહીથી ઝડપાઈ રહેલા મિસડીકલેરેશનના કૌભાંડો થકી ભારે ચર્ચામાં આવવા પામી રહ્યું છે. છાશવારે અહી ગંભીર કહી શકાય તેવા મિસડીકલેરેશન પ્રકરણો એક પછી એક સામે આવવા પામી રહ્યા છે. જેમાથી કેટલાક કિસ્સાઓમાં તો એકના એક શખ્સો જ પડદા પાછળ ભુમિકાઓ ભજવતા હોવાનુ પણ સપાટી પર આવતુ રહ્યુ છે. તે દરમ્યાન વધુ એક આવુ જ પ્રકરણ હાલમાં ગાંધીધામ-કાસેઝ અને કંડલાથી લઈ અને મુંદરા સુધીમાં ભારે ચકચારનું કારણ બની જવા પામી ગયું છે. 
આ મામલે જાણવા મળતી વધુ વીગતો અનુસાર ડીપીઅ-કંડલા પોર્ટ પર હાલમાં પોલીસતંત્ર દ્વારા સાત જેટલા કન્ટેઈનરને પાછલા ત્રણથી ચાર દીવસ પહેલા જ થંભજાવનો આદેશ આપી દેવાયો છે. કંડલા સ્પેશંયલ ઈકોનોમીક જોનમાં જવા માટે વિદેશથી આવેલા આ કન્ટેઈનરમાં કંઈ શંકાસ્પદ વસ્તુઓ આવી હોવાની ચોકકસ બાતમીના આધારે જ પોલીસ દ્વારા આ પ્રકારની તપાસ હાથ ધરવામા આવી હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. 
આ અગે બિનસત્તાવાર રીતે સામે આવતી માહીતીઓ મુજબ વિદેથી આવેલા કન્ટેઈનરમાં કાસેઝના બહુ ચકચારી અને તાજેતરમાં જ મુંદરામાં સોપારી દાણચોરીમાં પણ ભારે ચર્ચામા રહેલ અને જેનુ નામ ખુલ્લીને સામે આવવા પામી ચૂકયુ છે તેવા એક યુનિટવાળી પેઢીના જ આ કન્ટેઈનર હોવાનુ સામે આવી રહ્યુ છે. આમ તો મોબાઈલ મંગાવાાય હોવાનુ તેમાં ડીકલેર કરવામા આવ્યુ છે પરંતુ પોલીસને બાતમી મળી છે અથવા તો આશંકા છે કે તેમાં ડ્ર્‌ગ્સ મંગાવવામા આવી રહ્યુ છે? અથવા તો અન્ય કોઈ સંદિગ્ધ વસ્તુ આવી રહી છે અને તેના પગલે જ ચોકકસ કન્ટેઈનરોને અટકાવી દેવાયા હોવાનુ મનાય છે. આ કન્ટેઈનર જોનમાં જવાના હેાવાનુ પણ ચર્ચાય છે. ટુંક જ સમયમાં આ કન્ટેઈનરોનુ એકઝામિશેન હાથ ધરવામાં આવનાર હેાવાની વાત પણ સામે આવી રહી છે. જો કે, આ અંગે પૂર્વ કચ્છ પોલીસ હાલના સમયે મગનુ નામ મરી પાડવાનુ ટાળી જ રહી હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે તો વળી કાસેઝ પ્રશાસન પણ તેમના હસ્તકના કોઈ યુનિટમાં આવતા આવા કોઈ કન્ટેઈનરને રોકવામાં આવ્યા હોવાની સત્તાવાર માહીતી હજુ સુધી તેઓને મળવા પામી ન હોવાનુ કહી રહ્યા છે. ત્યારે હવે અહી સવાલ થઈ રહ્યો છે કે, ચાર દીવસથી અટકાવેલા કન્ટેઈનરો હજુ સુધી ખોલવામા કેમ નથી આવતા? શા માટે તેના પરીક્ષણમા આટલો બધો સમય કાઢવામાં આવી રહ્યો છે? આ કન્ટેઈનર ખુલ્યા બાદ જ દુધનુ દુધ અને પાણીનું પાણી થવા પામી શકે તેમ છે પરંતુ અગાઉ તેલચોરીમાં કુખ્યાતી પામેલ અંજારનો શૈલેષ નામનો શખ્સ કયાંક ને કયાંક સીધો અથવા તો પરોક્ષ રીતે આ કન્ટેઈનરના કારનામાઓની પાછળ રહેલો હોવાનુ પણ ચર્ચાવવા પામી રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM