કચ્છમાંથી રાજયવ્યાપી નકલી ઈડ્ઢકાંડનો પર્દાફાશ : ભુજ-અમદાવાદ-ગાંધીધામમાંથી ૧૨ શખ્સો ઝબ્બે.!
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની ટીમનો વધુ એક સપાટો
એસપીશ્રી સાગર બાગમાર દ્વારા પ્રેસ યોજી અપાઈ માહીતી : નકલી ટોળકી ઉપરાંત ૩ ફોરવ્હીલર્સ અને ૧ ટુ વ્હીલર સહિત કુલ્લ ૪ વાહનો સહિતનો મુદામાલ કરાયો કબ્જે
ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધીકા જવેલર્સ તથા તેના મકાને બનાવટી ઈડ્ઢના અધિકા૨ી બની ખોટી રેઇડ દર્શાવી ચોરી કરી ગુનો આચ૨ના૨ ટોળકીને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડતી, પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ
અભિનંદન છે ગાંધીધામ એ ડીવીઝન પીઆઈ શ્રી ચૌધરીની સમગ્ર ટીમને : નકલી ઈડીના અધિકારીઓ બની સંકુલમાં વધુ લોકોને લેભાગુઓ શીશામાં ઉતારે તે પહેલા જ મોટાભાગના ચીટ્ટરોને આગવી કોઠાસુઝ સાથેની સંકલનભરી કામગીરી કરી અને ઝડપી પાડયા..
ગાંધીધામ : રાજ્યમાં નકલીઓની ભરમાર સર્જાય છે ત્યારે હવે ગાંધીધામમાં નકલી ઇડીની ટીમે જ્વેલર્સ પેઢી અને તેના ઘરે દરોળો પાડી ૨૫ લાખનો મુદ્દામાલ સેરવી ગયા ની ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે જે બનાવ ગાંધીધામ પોલીસના ધ્યાને આવતા તરત એક્શનમાં આવી ભુજ અને ગાંધીધામ, આદિપુર અને અમદાવાદના ૧૨ જણની ટોળકીને દબોચી લીધો છે આરોપીઓ પાસેથી સોનાનું બિસ્કીટ બ્રેસલેટ અને ૧૩ મોબાઈલ કબજે કર્યા છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે આરોપી ભરત મોરાવડીયા એ તેના મિત્ર દેવાયત ખાચરને રાધિકા જ્વેલર્સમાં પાંચ છ વર્ષ પહેલા આઇટીની રેડ પડી ત્યારે પુષ્કળ પ્રમાણમાં રોકડ અને સોનુ મળી આવ્યું હતું અને અત્યારે પણ સો કરોડથી વધારે મિલકત હોવા અંગેની માહિતી આપીઆઇ હતી. જે માહિતી દેવાયત ખાચરે તેના ભુજના મિત્ર અબ્દુલ સતાર માંજોઠીને આપી હતી અબ્દુલ સરતારે આ માહિતી તેના મળતીયા હિતેશ ઠક્કર અને વિનોદ ચુડાસમા ને આપી હતી અને એડીની રેડ કરવાની પ્લાનિંગ કરવામાં આવી હતી. ૧૫ એક દિવસ અગાઉ દેવાયત ખાચર અબ્દુલ સતાર હિતેશ અને વિનોદ ચુડાસમા આદિપુર બસ સ્ટેશન પાસે આવેલી રજવાડી ચારની હોટલે મુલાકાત કરી અને નકલી રેડ કરવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. વિનર ચુડાસમાએ અમદાવાદ ખાતે રહેતા આશિષ મિશ્રાનો સંપર્ક કરી રેડ કરવાની ટીપ્સ આપી હતી જે ટિપ્સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્ર રાજ નાયર સાથે મળી આખું પ્લાનિંગ કર્યું હતું અમદાવાદ ખાતે ડિવિઝન રેલ મેનેજરની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈને સાથે રાખી રેડ કરવાની તેમજ તેના મકાને મહિલાઓને કીડી અધિકારી તરીકે પહેરવેશમાં ત્રણ જણાએ શૂટ પહેરવી ને જવાનું નક્કી કર્યું હતું. મહિલાઓને સર્ચ કરવા માટે નિશા મહેતાને પણ સાથે રાખી અમદાવાદથી બે અલગ વાહનથી ગાંધીધામ આવ્યા હતા ગાંધીધામ બસ સ્ટેશન નજીક રાધિકા જ્વેલર્સ પર જઈ શૈલેન્દ્ર દેસાઈએ ઇદીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી અને ખોટું આઈકાર્ડ બતાવી અને રેડ કરી હતી તેના મકાન પર સર્ચ કરવાનો ઢોંગ કરી અધિકારી તરીકે જઈ સોનાના દાગીના અને રોકડ નિશા મહેતાએ ચોરી કરી લીધા હતા.
..........
શાબાશ છે..! ઈડીના નકલી કારસ્તાનનો ભાંડાફોળ કરનાર ટીમ પૂર્વ કચ્છ પોલીસને
(૧) શ્રી એન.એન.ચુડાસમા,પોલીસ ઇન્સપેકટ૨ LCB પુર્વ કચ્છ ગાંધીધામ (૨) શ્રી એમ.ડી.ચૌધરી,પોલીસ ઇન્સપેકટર એ ડીવીઝન પોલીસ સ્ટેશન (૩) શ્રી એમ.વી.જાડેજા, પોલીસ સબ ઈન્સપેકટ૨ LCB પુર્વ કચ્છ ગાંધીધામ (૪) શ્રી એમ.એચ.જાડેજા, પોલીસ સબ ઇન્સપેકટર એ ડીવીઝન પોલીસ સ્ટેશન (૫) શ્રી એસ.વી.ડાંગર, પોલીસ સબ ઈન્સપેકટર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એલ.સી.બી કર્મચારી(૧) ASI કમલેશભાઈ કેશવલાલ(૨) ASI હાજાભાઈ ભીખાભાઈ(3) ASI સંજયસિંહ દિલુભા(૪) HC અંકિતભાઈ જસવંતભાઈ,એ ડીવીઝન પો.સ્ટે. કર્મચારી(૧) ASI રમેશભાઈ બાવલભાઈ(૨) HC રાજાભાઈ મહેન્દ્રકુમાર(3) HC નરશીભાઈ કાનાભાઈ(૪) HC દિગ્વીજયસિંહ મહાવીરસિંહ(૫) HC ચંદ્રશેખરભાઇ સુખદેવભાઇ(૬) HC સંજયભાઈ તુલસીભાઈ(૭) HC સામતભાઈ વિરમભાઈ(૮) HC રાજેશભાઈ વિ૨મભાઈ(૯) HC મહેન્દ્રસિંહ સુખદેવસિંહ(૧૦) HC ગલાલભાઈ દુબળાભાઈ(૧૧) AHC વિક્રમસિંહ નટુભા(૧૨) AHC મહેન્દ્રસિંહ અનોપસિંહ(૧૩) PC હરપાલસિંહ ઘનશ્યામસિંહ(૧૪) PC ધર્મેશભાઈ રમેશભાઈ(૧૫) PC મહેશભાઈ લીલાભાઈ(૧૬) PC ભાવેશભાઈ બળવંતજી(૧૭) PC અજયભાઈ ભ૨તભાઈ(૧૮) APC પારૂલબેન ભાઈલાલભાઈ(૫) HC રવિરાજસિંહ દિલીપસિંહ(૬) HC હરેશભાઈ ઈશ્વ૨ભાઈ(૭) HC યોગેશભાઈ ગોવિંદભાઈ(૮) AHC હિજીભાઈ લક્ષ્મણભાઈ(૯) PC મહિપાર્થસિંહ ગીરીરાજસિંહ(૧૦) PC ગૌતમ રાજુભાઈ(૧૧) PC જયદિપસિંહ લગધીરસિંહ(૧૨) PC પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ(૧૩) PC વિમલભાઈ ડાયાભાઈ(૧૪) PC ભાવેશભાઈ હરેશભાઇ
...........
આ રીતે નકલી ઈડીના અધિકારીઓ બનીને દરોડાને આપતા હતા અંજામ..
ગાંધીધામ : આ સમગ્ર પ્રકરણમાં મોડસ ઓપરેન્ડી અનુસાર ભરત મો૨વાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચ૨ને રાધીકા જવેલર્સમાં અગાઉ પાંચ-છ વર્ષ પહેલા ૈં્ ની રેઇડ પડેલ અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના-ચાંદી તથા રોકડ રકમ મળેલ હતી તેવી માહિતી આપી હાલે પણ રાધિકા જવેલર્સના માલીક પાસે ૧૦૦ કરોડ થી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી જે માહિતી આરોપી દેવાયત ખાચ૨એ તેના મિત્ર અબ્દુલસતાર માંજોઠીને આપેલ અને અબ્દુલસતાર માંજોઠીએ આ માહિતી તેના મળતીયા હિતેષ ઠક્કર તથા વિનોદ ચુડાસમા નાઓને ભુજ ખાતે મળી સમજાવી ઇ.ડી.ની રેઇડ કરવાની પ્લાનીંગ કરી ત્યા૨બાદ દેવાયત ખાચર,અબ્દુલસતાર માંજોઠી,હિતેષ ઠકકર ,વિનોદ ચુડાસમા સાથે બનાવના પંદરેક દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલ રજવાડી ચા ની હોટલ ખાતે મુલાકાત કરી નકલી રેઇડ કરવા માટે પ્લાન બનાવી આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાનો સંપર્ક કરી તેને રેઇડ કરવા માટે ટીપ્સ આપી તે ટીપ્સ ૫૨ કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી તેની સાથે કામ કરતા અજય દુખે, અમિત મહેતા તથા વિપીન શર્મા નાઓએ સાથે મળી ઈ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજરની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈ ને સાથે રાખી રેઈડ ક૨વાની જગ્યા તેમજ તેના મકાને રેઇડ દરમ્યાન મહિલાઓ હોવાનુ જણાવી ઈ.ડી. ના અધિકા૨ી તરીકેનો પહેરવેશ જેમા ત્રણ વ્યક્તિઓએ શુટ
પહેરવાનો નક્કી કરી તેમજ મહિલાઓને સર્ચ કરવા માટે મહિલાને પણ સાથે રાખી અમદાવાદ રહેતા આરોપીઓ અલગ અલગ બે વાહનથી ગાંધીધામ ખાતે આવી સ્થાનિક આરોપીઓને ગાંધીધામ બસ સ્ટેશનની નજીક મળી અલગ અલગ વાહનોમાં બેસી ફરીયાદીની રાધિકા જવેલર્સ ૫૨ જઇ આરોપી શૈલેન્દ્ર દેસાઈઅ ઈ.ડી.ના અધિકા૨ી ત૨ીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી ઈહર્કષ્ઠિીદ્બીહં ડ્ઢૈિીષ્ઠર્ંટ્ઠિીં ના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈ.કાર્ડ બતાવી રાધિકા જવેલર્સ ખાતે ખોટી રેઇડ દર્શાવી ત્યાર બાદ તેના મકાન ૫૨ તથા તેમના ભાઈઓના મકાન ૫૨ વધુ તપાસ કરવાનો ઢોંગ કરી તેના મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી મકાનમાં સર્ચ કરી ફરીયાદીનાં મકાનમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવી સાહેદની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીના માંથી કેટલાક દાગીનાની ચોરી કરી ગુનાને અંજામ આપેલ.
........
આ છે નકલી ઈડીના અધિકારીઓ
• ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા (રહેવાસી આદિપુર) • દેવાયત વિષ્ણુભાઈ ખાચર કાઠી (રહે મેઘપર બોરીચી અંજાર) • અબ્દુલ સતાર ઈશાક માંજોઠી (રહેવાસી રોયલ સીટી ભુજ) • હિતેશભાઈ ચક્રભુજ ઠક્કર (રહે. કબીરબાગ ની બાજુમાં ભુજ) • વિનોદ રમેશભાઈ ચુડાસમા ( રહે પ્રમુખસ્વામી નગર ભુજ) • ઇયુજીન અગસ્ટીન ડેવિડ ક્રિશ્ચિયન (રહે મેઘપર બોરીચી) • આશિષ રાજેશભાઈ મિશ્રા • ચંદ્રરાજ મોહનભાઈ નાયર • અજય જગન્નાથ દુબે • અમિત કિશોરભાઈ મહેતા • શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ •કડવાનો બાકી આરોપીનું નામ
(૧) વિપીન શર્મા રહે.અમદાવાદ શોધાયેલ ગનો ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૫૩૮/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૫, ૨૦૪, ૬૧(૨)(એ)
.............
આરોપીઓનો ગુનાહિત ઈતીહાસ
(૧) અબ્દુલસતાર ઈશાક માંજોઠી, ઉ.વ.૫૪, ૨હે.મ.નં-૧૯૫, ૨ોયલસીટી,લખુરાઇ ચાર રસ્તાની બાજુમાં,ભુજ-કચ્છ આરોપી વિરૂધ્ધ અગાઉ જામનગર જીલ્લાનાં પંચકોશી પોલીસ સ્ટેશનમાં ખંડણીસાથે ખુનનો ગુનો તથા ભુજ સીટી પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિષનો ગુનો દાખલ થયેલ

Comments