મુંદરા એસઆઈઆઈબીએ દોઢ કરોડથી વધુની સોપારી દાણચોરી ઝડપી : ૧.૭૫ની પેનલ્ટીની ફટકાર’’
ટીમ કંડલા કસ્ટમ કમિશ્નર શ્રી ઈન્જીનીયરની લાલઆંખૃ
તપાસનો રેલો કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોન ભણી ફંટાયો : ઝોનના સોપારી દાણચોર તત્વોમાં ફફડાટ
પ્લાસ્ટીક રીગ્રાઈન્ડ જાહેર કરી અને તેમાં ઉંચી ડયુટી ધરાવતી સોપારીનો તગડો જથ્થો આયાત કરનાર ટોળકી પર કસ્ટમ વિભાગની તવાઈ : ૧.પ૯ લાખની કિંમત ધરાવતી સોપારીનો જ્થ્થો સિઝ કરાયો
ગાંધીધામ : મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે. ઈન્જીનીયર દ્વારા અહી મિસીડીકલેરેશન કરનારા દાણચોર તત્વોમાં ફફડાટ ફેલાવતી કડક કાર્યવાહી સમયાંતરે કરવામા આવી રહી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર મુંદરા એસઆઈઆઈબી વીંગ દ્વારા પણ થોડા સમય પહેલા જ પકડેલી સોપારી પ્રકરણમાં સબંધિત પાર્ટીને પોણા બે કરોડની પેનલ્ટીની ફટકાર લગાવી દીધી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર તાજેતરમાં જ તા.રપમીનવેમ્બરના રોજ મુંદરા એસઆઈઆઈબી વિંગ દ્વારા કંડલા બંદરે યુએઈના જબેલઅલી પોર્ટથી પ્લાસ્ટીક રીગ્રાઈન્ડીંગ ડીકલેર કરીને આવેલા કન્સાઈનમેન્ટની જીણવટભરી તપાસ કરવામાં આવતા તેમાથી કરોડોનો સોપારીનો તગડો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. આ કન્સાઈનમેન્ટમાં એડીપીઈ રીગ્રાઇન્ડીંગ(સીટીએચ ૩૯૦૧૯૦૦) ડીકલેર કરેલ હતુ પરંતુ જયારે કસ્ટમ વીભાગની ટીમ દ્વારા એકઝામિનેશન કરવામા આવ્યુ તે વખતે તેમાથી કસ્ટમ કાયદાના ઉલ્લઘન કરતી સોપારી જેની અંદાજીત કિમંત ૧પ૯.૧૮ લાખ કિમંત થવા પામી રહી છે તે ઝડપાઈ જવા પામી હતી. કસ્ટમ વિભાગ દ્વારા આ કેસમાં સબંધિત તપાસ કરી અને પાર્ટી પર ૧૭પ.૧૦ લાખનો તગડી ડયુટીની પેલન્ટીની ફટકાર લગાડી હોવાનુ માલુમ પડી રહ્યું છે. આ અંગે મળેલી વધુ માહીતી અનુસાર ચોકકસ બાતમીના આધારે મુંદરા કસ્ટમની એસઆઈઆઈબી વિંગની ટુકડી દ્વારા યુએઈ જબેલઅલી પોર્ટથી આવી રહેલા કન્સાઈમેન્ટ પર બાજ નજર રાખવામા આવી હતી. આ કન્સાઈનમેન્ટ મુંદરા પોર્ટ પર ડીસ્ચાર્જ થવાની સાથે જ તેની તપાસ કરવામા આવતા તેમાથી મોટુ મિસડીકલેરેશન ઝડપાવવા પામ્યુ હતુ. મોટી સફેદ કલરની જમ્બો બેગ્સમાં તેમાં સોપારીનો જ્થથો મિસડીકલેર કરીને આયાત કરવામાં આવ્યો હોવાનુ ખુલ્યુ હતુ. આ કન્ટેઈનર કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોન તરફ જઈ રહ્યુ હોવાથી હવે વધુ આગળની તપાસ કાસેઝ પ્રશાસનને સોપવામા આવી હોવાનુ માલુમ પડી રહ્યું છે.
..........
ગાભાચોર પરવેઝના યુનિટનું ર્ન્ંછજ કરવુ જોઈએ રદ
ગાંધીધામ : સોપારી દાણચોરીમાં પાછલા કેટલાક સમયથી ભારે ચકચારી રહેલ પરવેઝ હવે વધુને વધુ માથુ ઉચકતો હોય તેવી સ્થિતી સામે આવી રહી છે. અગાઉ પણ સોપારી તસ્કરીમાં બહુચર્ચિત રહ્યો હોવા છતા ફરથી આ ગાભાચોર પરવેઝ દ્વારા મુંદરામાં મિસડીકલેરેશનથી સોપારી મંગાવવાનો પ્રયાસ કરાયો છે. મુંદરા એસઆઈઆઈબીએ તેને અટકાવી દીધો છે અને હવે તપાસ ઝોન પ્રશાસનને સોપાઈ છે ત્યારે જાણકારો કહે છે કે, ઝોન પ્રશાસન આ બાબતે કડકાઈથી તપાસ કરે અને ગાભાચોર પરવેઝના યુનિટનુ એલઓએ જ રદ કરી દેવુ જોઈએ.

Comments