ગાંધીધામને મનપા બનાવવા આંતરીક વહીવટી ધમધમાટ બન્યો ગતિવાન : અભિપ્રાયો મેળવાયા
મેઘપર કું.-મેઘપર બોરીચી બન્ને પંચાયતોએ હકારાત્મક અભિપ્રાય આપેલ છે : તાલુકા વિકાસ અધિકારી (અંજાર)
સુચન મળ્યા બાદ ત્વરિત જ અભિપ્રાયો મોકલી અપાયા છે :
શ્રી એસ.એલ. ચૌધરી (તાલુકા વિકાસ અધિકારીશ્રી ગાંધીધામ)
ગાંધીધામ તાલુકામાં કીડાણા-ગળપાદર પંચાયતોએ આપ્યો છે હકારાત્મક અભિપ્રાય, અંતરજાળ
જોડાવવા નથી તૈયાર, દર્શાવી છે અસહમતિ તો શિણાય પંચાયતે શરતી ધોરણે જોડાવવાનો વ્યકત કર્યો છે અભિપ્રાય : શિણાયની ગામતળ-ગૌચર પંચાયત હસ્તક રહે, બિનખેતી વિસ્તાર નગરપાલીકામાં જોડાય
ગાંધીધામ શહેરની વસ્તી-કંડલા ડીપીએ પોર્ટ-ટ્રાન્સપોર્ટનો ધમધમાટ, ટ્રકોની આવનજાવન આ બધુ જ ગાંધીધામ શહેર પર વધારે ભારણ વધારનારૂં બનશે, તો આજુબાજુનો વિસ્તાર મનપા બનાવવામાં જોડવાના બદલે ગાંધીધામનો જ વિસ્તાર સમાવવામાં આવે તો શહેરને વધુ સુંદર-રળિયામણું બનાવી શકાય, અને મનપાનું બજેટ પણ શહેર પાછળ જ ઉપયોગમાં લેવા માટેની યોગ્યતા બની રહેશે
જાગતા રહેજો, ભાજપમાં કોંગ્રેસીઓ ઘુસી ગયા છે, અને ભાજપના માલીક બની બેઠા છે, મનપાની બોડીમાં કયાંક આવા ફાવી ન જાય..
ગાંધીધામ : રાજય સરકાર દ્વારા થોડા સમય પહેલા જ પૂર્વ કચ્છની અ કેટેગરીની નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપી અને સંકુલની લાંબા સમયથી જુની માંગને સંતોષી દીધી છે અને હવે ગાધીધામ નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપવાની દીશામાં વહીવટી ગતિવિધીઓનો તખ્તો પણ તેજ બની રહ્યો હોવાની હલચલ સામે આવવા પામી રહી છે. આ મામલે આજથી એકાદ માસ પહેલા જ પંચાયત ગ્રામ
ગૃહ નિર્માણ વીભાગ ગાંધીનગર કક્ષાએથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી કચ્છ પાસેથી આ મહાનગરપાલિકામાં જોડાવવા સંદર્ભેના વિસ્તારોને લઈને અભિપ્રાય માંગવામા આવ્યો હતો. જે અભિપ્રાયો સબંધિત તાલુકા મથકેથી જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરવામાં આવી ચુકયા હોવાની પણ વાત સપાટી પર આવવા પામી રહી છે. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો જિલ્લાની ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સંદર્ભે રાજ્ય સરકારમાં વિચારણા ચાલી રહી છે તે અન્વયે આજુબાજુમાં આવેલા ગ્રામ વિસ્તારોનો સમાવેશ કરવા સંબંધે અભિપ્રાયો માંગવામાં આવ્યા છે. જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો ગાંધીધામ તાલુકાના અંતરજાળ, કિડાણા, ગળપાદર, શિણાય અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, ગ્રામ વિસ્તારનો સમાવેશ કરીને ગાંધીધામ મહાનગર પાલિકામાં રૂપાંતરિત કરવા બાબતે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય વિકાસ કમિશનર મારફતે મોકલવાનો પત્ર ઉપસચિવ (પંચાયત) ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ-ગાંધીનગરને મોકલવાનો પત્ર કચ્છ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવવામાં આવ્યો હતો. જે સબબ ગાંધીધામ તાલુકા વિકાસ અધિીકારીશ્રી એસ એલ ચૌધરીની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, ડીડીઓશ્રી તરફ લેખિતમાં સબંધિ વીસ્તારોને જોડાવવા સંદર્ભેનો અભિપ્રાય માંગવામા આવ્યો હતો જે તે જ વખતે લેખિતમાં સુપરત કરી દેવામા આવ્યો છે. જેમાં ગળપાદર અને કીડાણા પંચાયતે હકારાત્મક અભિપ્રાય આપેલો છે જયારે અંતરજાળે મહાનગરપાલિકામાં જોડાવવા બાબતે અસહમિતી દર્શાવી છે તો વળી શિણાય દ્વારા શરણી હામી ભરવામાં આવી છે. શિણાય પંચાયતે ગામતળ તથા ગૌચર જમીનો પંચાયત હસ્તક રાખવી અને બિન ખેતી વિસ્તારને જોડવા સબબની તૈયારી દર્શાવી છે. આ તમામનો વિગતવાર રજુ થયેલ અભિપ્રાય અમારી કક્ષાએથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સુપરત કરી દેવામાં આવ્યો હોવાનુ શ્રી ચૌધરીએ જણાવ્યુ હતુ.
આ બાબતે અંજારના તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી ગ્રામ પંચાયતોએ અભિપ્રાય આપેલા હતા જે અમે ડીડીઓશ્રીને ફોરવર્ડ કરી આપયા છે અને મનપામાં જોડાવવા
મામલે બન્ને પંચાયતોનો હકારાત્મક અભિપ્રાય જ આવેલ છે.

Comments