Trending News
ક્રાઈમ

તેલચોરો સામે એલસીબી પીઆઈ ચુડાસમાની લાલઆંખ : કંડલામાથી પામઓઈલ સાથે ૭૪ લાખનો મુદામાલ ઝડપાયો 

03 December

ટીમ પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારનો સપાટો

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી સાગર બાગમર દ્વારા કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ રાખવાની દીશામાં સતત ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં તેઓની ટીમ દ્વારા વધુ એકનો ઉમેરો કરવામા આવ્યો છે. અહી આવતા ઓઈલ પર તસ્કરી-ચોરી કરનારા તત્વો પર એસપીશ્રીની ટીમ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા સપાટો બોલાવી અને ૭૪ લાઅના પામ ઓઈલના જ્થ્થો ઝડપી પાડતા તેલચોર તત્વોમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે. કંડલા આઈઓસીએલ ખાતે ટેન્કરોમાં ભરેલ ફૂડપામ ઓઇલ ડ્રાઇવરોને લાલચ આપી ચોરી કરી ટેન્કરોમાં ભરી જવાની ઘટનામાં એલસીબીને સફળતા મળી આવી છે પોલીસે બે જણાને ટેન્કર અને પામ ઓઇલ સહિત ૭૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પોલીસ મથકને સોંપ્યા હતા. આ મામલે અપાયલી વિગતો અનુસાર કંડલા મરીન પો.સ્ટે વિસ્તારમાંથી ક્રુડ પામ ઓઈલ જથ્થા સાથે આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે, એફ.ઓ.સીટી આઈ.ઓ.સી.એલ. કંપની જુના કંડલા સામે આવેલ રોડ પર ટેન્કર નં. જીજે-૧૨- એટી-૭૬૭૫ વાળાના ડ્રાઇવ૨ કંડલા મુકામે તેલ કંપનીઓમાંથી ફુડ પામ ઓઈલ ભરી જતા ટેન્કરોનાંડ્રાઇવરો મારફતે સી.પી.ઓ. તેલની ચોરી કરી કરાવે છે. જેથી એલ.સી.બી. ટીમ ઉપરોકત જગ્યાએ  જઇ તપાસ કરતા વાહનમાંથી કુડ પામ ઓઇલનો જથ્થો મળી આવેલ. જે બાબતે હાજર મળી આવેલ વાહન ડ્રાઈવરને પુછપરછ કરતા આ જથ્થાના કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાઈ આવતાઆરોપીઓને પકડી પાડી કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટ૨ એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

.......

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) શાકીર અહેમદ યુસુફ અન્સારી ઉ.વ. ૨૯ ૨હે. શાંતીધામ-૧ હકીમભાઇની ભાડાના મકાનમાં ગળપાદર તા.ગાંધીધામ મુળ રહે. કાછો૨ થાના -પેકનારાયણપુરા તા.ટેનોહટ જી.સ્ટીલ બોકારો ઝારખંડ (૨) અનીલકુમાર ભાગીરથી સરોજ ઉ.વ. ૩૫ ૨હે. પુજા રોડવેઝ ગાંધીધામ મુળ રહે. પંઢરી મુસ્તરકા થાના-કનૈયા તા.પટી જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ શોધાયેલ ગુનો- કંડલા મરીન પો.સ્ટે.ગુ.ર.નં. ૦૩૦૨/૨૪ બી.એન.એસ.ક. ૩૦૩(૨),૬૧(૨),૫૪ મુદામલ ની વિગત


..............



રીકવર કરાયેલ મુદામાલ


ક્રુડ પામ ઓઈલ ૯૯૦ કિ.ગ્રા. કિ.રૂ. ૯૪૦૫૦/-(ચો૨ીથી મેળવેલ) ક્રુડ પામ ઓઈલ ૫૫.૬૭ મેટ્રીક ટન કિ.રૂ. ૫૨૮૮૬૫૦/- ટેન્કર વાહન રજી.નં. જીજે-૧૨-એટી-૭૬૭૫ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- ટેન્કર વાહન રજી.નં. જીજે-૧૨-બીટી-૫૫૨૭ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૦૦૦૦/- કુલે કિ.રૂ. ૭૪,૦૨,૭૦૦/-






 

Comments

COMMENT / REPLY FROM