Trending News
સ્થાનિક સમાચાર

- તો ભુજ પાસેની ચાડવા રખાલની જમીન દાનમાં આપવાની  રાજવી પરિવારની સુંદર-સખાવતી પહેલમાં સોનામાં ભળે સુગંધ

02 December

સરકાર બિનવારસુ પશુઓ-નંદીઓના રખરખાવની પણ કરે વ્યવસ્થા’


જીવ વૈવિધ્યના સરંક્ષણ-નિભાવ-સંવર્ધનના ઉદેશ્યથી જ રાજવી પરિવારે પહજાર હેકટર જેટલી જમીન અનુદાનમાં આપી છે ત્યારે ખરેખર રાજય સરકારે અહી રોડ-રસ્તાઓ પર બીનવારસુ ફરી રહેલા અબોલ જીવો, નંદીઓના નિભાવ માટે નંદી-ઘરની વિચારણા કરવી જોઈએ 

કચ્છના રાજવી પરિવારે તાજેતરમાં જ ૪૯૦૦ હેકટર જમીન રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને ભુજમાં એક જાહેર કાર્યક્રમમાં કરી હતી અનુદાનિત : રાજય સરકારે પણ અહી ૧૦ કરોડના ખર્ચે હણોતરોના સંવર્ધન કેન્દ્ર બનાવવાની કરી છે જાહેરાત 

ગૌમાતાઓના સરંક્ષણ માટે સરકાર સાથે અનેક સંસ્થાઓ પણ છે
 સેવારત, નંદીના નિભાવ માટેની વ્યવસ્થા બની છે ગંભીર મુદો : ટ્રાફિકને અડચણરૂપ બનવુ, ગંભીર અને જીવલેણ અકસ્માતોનું કારણ બનવુ,  વૃદ્વ અથવા તો બાળકો-મહીલાઓ પર પણ હુમલાઓ કરીને તેમના માટે પણ ઘાતક નીવડવા સહિતની સમસ્યાઓનો આવી શકે છે અંત : આ પ્રશ્નો તો સરકાર તબક્કે હતા જ, હાઈકોર્ટે પણ અનેકવખત ટીપ્પણીઓ કરી ચુકી છે, પરંતુ સરકાર પાસે જમીનો-જગ્યાઓના જે મોટા પડકાર, આવામાં ચાડવા રખાલ જેવી જગ્યાઓ પર જો નંદીનો નિભાવ-રખરખાવની વ્યવસ્થા કરાય તો બધી રીતે થઈ શકે છે ઉચિત, વિશાળ જગ્યા છે, જંગલ વિસ્તાર હોવાથી ઘાસચારા-ચરીયાણનો પ્રશ્ન ન રહે, રીમોટ એરીયા હોવાથી કોઈને માટે ઘાતક પણ ન બને, અને અહી ૧૦ એકરમાં વિશાળ સરોવર પણ આવેલુ હોવાથી પાણીનો પ્રશ્ન પણ નંદીઓ માટેનો ન ઉદભવે



ગાંધીધામ : તાજેતરમાં જ ગત ઓકટોબર માસમાં ગુજરાત રાજયના મુખ્યપ્રધાન કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા અને અહી તેઓ વિવિધ વિકાસકામો અને આયોજનોમાં ભાગ લીધો હતો તે સમયે જ ગુજરાત સરકાર, કચ્છના રાજવી પરીવાર દ્વારાએક સુંદર પહેલ કરવામા આવી હતી. ગત ઓકટોબર માસના પ્રથમ સપ્તાહમાં રાજય સરકાર દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામા આવી રહી હતી તે જ વખતે વન્યજીવોના સરંક્ષણ માટે ભુજના જાહેરમંચ પરથી એક આવકારદાયક પહેલ હાથ ધરવામાં આવી હતી. વાત સહેજ વિગતે માંડીએ તો ભુજથી ૧પ કીમીના અંતરે આવેલ સામત્રા ગામ સમીપેની ચાડવા રખાલ નામની જંગલ વિસ્તારમાં આવેલી જગ્યા કે જે કચ્છના રાજવી પરીવાર હસ્તક હતી તેને ગુજરાત સરકારને તેઓ દ્વરા સુપરત કરવામા આવી હતી. ચાડવા રખાલનો અંદાજે ૫૦૦૦ હ્રેક્ટર જમીનનો વિસ્તાર કે જે  કચ્છના રાજવી પરિવારની હ્રસ્તક હ્રતો.  રાજવી પરિવાર દ્વારા આ વિસ્તારને જીવ સંરક્ષણના હ્રેતુથી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો. 
કચ્છના મહ્રારાણીશ્રી પ્રિતી દેવીજી તથા રાજવી પરિવારની આ પહેલને ઠેરઠેરથી બિરદાવવામાં આવી હતી અને રાજય સરકાર તથા મુખ્યપ્રધાનશ્રીએ પણ આ પ્રકારની પહેલ બદલ રાજવી પરીવાર પ્રત્યે ઋણાનુભાવ પ્રગટ કર્યો હતો. ભૂજથી અંદાજે ૩૦ કિ.મી ના અંતરે ચાડવા રખાલ વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર પ્રાકૃતિક સંપદા અને જૈવ વૈવિઘ્યથી ભરપુર છે. અહ્રીં ૨૪૩ જેટલી પ્રજાતિની વનસ્પતિ અને ૨૯૬ જેટલી પ્રજાતિના પ્રાણીઓ જોવા મળે છે. આ વિસ્તાર ખાસ કરીને દુર્લભ પ્રજાતિ કેરેકલ (હ્રેણોતરો)ની ઉપસ્થિતિના કારણે વિશેષ મહ્રત્ત્વ ધરાવે છે. ચાડવા રખાલનો અંદાજે ૪૯૦૦ હ્રેક્ટર જમીનનો વિસ્તાર કે જે  કચ્છના રાજવી પરિવારની હ્રસ્તક હ્રતો તે રાજવી પરિવાર દ્વારા  જીવ સંરક્ષણના હ્રેતુથી રાજ્ય સરકારને સુપ્રત કરવામા આવ્યો છે. સીએમ દ્વારા ચાડવા રખાલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા રૂ. ૧૦ કરોડના ખર્ચે કેરેકલ(હણોતરા)ના બ્રિડીંગ અને કન્ઝર્વેશન સેન્ટર સ્થાપવામાં આવશે તેમજ જૈવ વૈવિઘ્યતાના સંરક્ષણ અને સંવર્ધન માટે કામગીરી હ્રાથ ધરવામાં આવશે તેવી જાહેરાત તે વખતે કરવામા આવી હતી. ત્યારે હવે કચ્છનો વન્ય જીવ સંપદા-રખાલ-રક્ષિત વિસ્તારો અને પશુક્ષેત્રના અભ્યાસુઓ અહી આ જ પ્રકારની સારી પહેલમાં વધુ એક કડીરૂપ પ્રેરણાદાયી વાત જોડીને કહી રહ્યા છે કે, જયારે વિવિધ વન્યજીવ-પશુ સંપદાઓના સરંક્ષણ અને સંવર્ધનના હેતુથી જ આ જગ્યાઅનો ઉપયોગ કરવામાં આવશે તેવી જાહેરાત સરકાર તબક્કેથી કરવામા આવી છે તો હકીકતમાં અહી નંદીઓ-બિનવારસુ પશુઓ કે જે રોડ-રસ્તાઓ પર અનેકવીધ અડચણોનું કારણ બની રહ્યા છે તો કયાંક જીવલેણ પણ પુરવાર થઈ રહ્યા છે તેઓના રખરખાવ બાબતે પણ વિચાર કરવો જોઈએ. શહેરોમાં મુંખ્ય રસ્તાઓ પર નંદીઓના ટોળેટોળા ગોઠવાયેલા હોય છે, બિનવારસુ આવા પશુઓ ટ્રાફિકને અડચણ સર્જે છે, તો કયારેક મહીલા, વૃદ્ધ અથવા તો બાળકો માટે જીવલેણ સાબીત થતા હોય છે, જયારે કે આવા જ બિનવારસુ આંખલાઓની લડાઈ અને આતંકથી પણ લોકોના જીવ હણાઈ જતા હોય છે, જાન-માલને નુકસાન થવા પામી જતુ હોય છે, આવી સ્થિતીના નિર્માણ અંગે સરકાર અને તંત્ર પણ ચિત-પરિચિત છે, પરંતુ આવા બીનવારસુ થોકંબંધ પશુઓ-નંદીઓનો નિભાવ કરવો તો કયા? આટલી વિશાળ જગ્યા લાવે કયાંથી? આવામાં પ્રબુદ્વવર્ગ કહે છે કે, ગૌમાતાની જેમ જ નંદી પણ  આપણા સામાજીક જીવન-પરંપરાનો જએક ભાગ છે. તેને રોડ-રસ્તા પર છોડી દેવાના બદલે હકીકતમાં ચાડવા રખાલ જેવા વિશાળ વિસ્તારમાં તેમના રખરખાવ, અને નિભાવ માટેની વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સરકારે વિચાર કરવો જોઈએ. ગૌમાતાના સરંક્ષણ માટે તો સરકાર પ્રયત્નશીલ છે, મહાજનોની પણ અનેકવિધ સેવાભાવી ગૌશાળાઓ ચાલી જ રહી છે પરતુ નંદીઓ અને બિનવારસુ પશુઓના નિભાવ, તેમના સરક્ષંણ માટે નહીવત સમાન જ કાર્યો થવા પામી રહ્યા છે. રાજવી પરીવાર દ્વારા પણ જયારે જીવવૈવિધ્યના બચાવ-સરંક્ષણ માટે ૪૯૦૦ હેકટર જમીન દાનમાં આપી છે ત્યારે ખરેખર નંદીઓ-બિનવારસુ પશુઓ માટે પણ આ જ વિસ્તારમાં સંવર્ધન કેન્દ્ર બનાવવાનો વિચાર કરવો જોઈએ. જમીન વિશાળ અને પુષ્કળ છે, આરક્ષિત છે, રીમોટ જગ્યાએ આવેલી છે, જંગલ વિસ્તારમાં આવેલ હોવાથી પશુઓને અહી ચરીયાણનો પણ પ્રશ્ન ન થાય, એથીય વિશેષ પાડવા રખાલમાં ૧૦ એકરનો વિશાળ રમણીય તળાવ પણ અવેલ છે. આ 
પ્રકૃતીથી ભરપુર વિસ્તારમાં જો નંદીઓના રખરખાવ માટે સરકાર -વનવિભાગને અથવા તો કોઈ અન્ય અલાયદી વ્યવસ્થાઓથી સરંક્ષણ કેન્દ્ર-નંદી ઘર બનાવે તો ગુજરાત સરકાર-રાજવી પરીવાર દ્વારા કરવામા આવેલી આ સખાવતી અને સુંદર પહેલમાં સોનામાં સુગંધ ભળ્યા સમાન કાર્ય થાય તેવુ પ્રબુદ્વવર્ગ માની રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM