અંજારના ભીમાસર પાસે તેલ પકડાયું, તો તેલચોર કેમ સરકી ગયા? પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શા માટે ન કરાવે તપાસ?
અંજારના ભીમાસર પાસેથી ૯૦ હજારનો શંકાસ્પદ દેખાડાતો તેલનો જથ્થો પકડાયો, વાહન પણ ઝડપાયુ, તો ગાડી કોની છે? કેમ પોલીસ તપાસ નથી કરતી? ગાડી માલીકને શોધી અને તેના પુછાણા લેવાશે તો પણ તેલચોરીના મોટા નેટવર્કનો ખુલાસો થશે : તેલચોરીના કિસ્સાઓમાં પોલીસ કેમ માત્ર ૪૧/વન ડીની જ કલમ લગાડે છે? ખરેખર તો આવા કિસ્સાઓમાં આઈપીસી ૩૦૩ લગાડવી જોઈએ..!
ખાટલે મોટી ખોટ : ભરત-જીગર અને નટુકાકાના નામ બહાર આવ્યા છે? તો આ તત્વો તેલચોરીના બેનામી ધંધાને ધમધમાવે છે કેાની છત્રછાયામાં? ખાખીના કયા પલળેલા તત્વોના આ ગેંગ પર છે ૪ હાથ? થવી જોઈએ ઘનિષ્ઠ તપાસ : જીગર અને નટુકાકા કે ભરતનું નામ તેલચોરીમાં પહેલી વહેલી વખત થોડી આવ્યુ છે ચર્ચામાં..!
ગાંધીધમા : દેશના મહાબંદરો પૈકીના એક એવા ડીપીએ-કંડલામાં દેશ-વિદેશી મોટી માત્રામાં લીકવીડ કાર્ગો અને કિમંતી ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામા આવી રહી છે. દરમ્યાન જ અહી આવતી ઓઈલ-સીપીયુ-કેમીકલ-તેલ સહિતની વસ્તુઓ તેના ગંતવ્ય સ્થળ પર પહોચે તે પહેલા જ તેમાથી ચોરી-તસ્કરી કરનારાઓ અમુક તેલચોર તત્વો અને તેમની ગેંગ ખાખીના જ કેટલાક પલળેલા તત્વોની છત્રછાયાથી ખુલ્લેઆમ કરી રહ્યા છે.
દરમ્યાન જ તાજેતરમાં જ અંજારના ભીમાસર પાસેથી પણ પોલીસતંત્રએ પેટ્રોલીંગ દરમ્યાન ૯પ હજારનો સીપીયુ તેલનો જથ્થો ઝપ્ત કર્યો છે. પોલીસે આળસ મરડી છે તે વાત તો સારી છે પરંતુ અહી સવાલ એ થાય છે કે, તેલનો જથ્થો પકડાયો, ગાડી પકડાઈ તો પછી તેલચોર કેમ નાશી ગયા? આ કેસમાં જીગર-નટુકાકા-સુમિત અને અન્યના નામો પણ બહારઆવવા પામ્યા છે. પરંતુ જીગર-નટુકાકા ટોળકી તો આ પટ્ટામાં તેલચોરીને અંજામ આપવાના કાવતરાઓમાં લાંબા સમયથી સક્રીય રહેલી હોવાનું જ મનાય છે. જાણકારો કહી રહ્યા છે કે, અંજાર પાસેથી જે તેલચોરીના કારસ્તાનને ખુલ્લો પાડવામા આવેલ છે તેમાં જીગર-નટુ સહિતના નામો બહાર આવ્યા છે અને આ નામો તેલચોરીના કારસાઓમાં અગાઉ પણ ચર્ચઓમાં આવી ચૂકયા છે કે પછી તેમની સામે તેલચોરીની ફરીયાદો અગાઉ પણ થવા પામી ચુકી છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ જીગર નટુકાકા ટોળકી તેલચોરીના આ નેટવર્કને ધમધમાવે છે કોની શેહ અને ઓથ તળે? કયા ભ્રષ્ટ ખાખીધારીઓના આ ગેંગ પર ૪ હાથ રહેલા છે? જો આ નટુ અને જીગરના મોબાઈલના કોલ ડીટેલ્સ ચકાસવામા આવે, તેના મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવે તો ખાખીની કઈ ભ્રષ્ટ તત્વોની સિન્ડીકેટ આવા તેલચોરોને છાવરી રહી છે તેનો પણ મોટો ખુલાસો થવા પામી શકે તેમ છે. આ જીગર અને નટુ તથા ભરતીયા જેવા તેલચોર વોટસએપ કોલના માધ્યમથી કયા કયા ખાખીધારીઓની સાથે વાતચીત કરે છે, ગોઠવણીઓ કરે છે તેનો પણ મોટો ખુલાસો થવા પામી જાય. ભીમાસર પાસે ગાડી પકડવામા આવી છે તો અહી સવાલ એ પણ થાય છે કે, તેનો ડ્રાયવર અથવા તો ગાડી માલીક સુધી તપાસનો રેલો કેમ લંબાવવામાં ન આવ્યો? જો આ ગાડીના માલિકને શોધવામાં આવે તો શંકાસ્પદ કે આધાર પુરાવા વીનાનો તેલનો જથ્થો કયાથી આવ્યો? કોને આપવાનો હતો? અન્ય કોણ કોણ તેમાં સંડોવાયેલા હતા? તે સહિતની ઘણી બધી જીણવટભરી વિગતો બહાર આવી શકે તેમ છે.

Comments