ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં આગના હોબાળાથી અફરાતફરી
હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં સંભવતઃ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના અહેવાલ થયા વહેતા : નવજાત શીશુ વિભાગમાં ૩૬ બાળકો લઈ રહ્યા હતા સારવાર : મેનેજમેન્ટ દ્વારા બાળકોના વાલીઓને મળવા ન દેવાતા હોબાળો : હોસ્પિટલના સ્ટાફે વીડિયો કોલ મારફતે વાલીઓને તેમના બાળકો સલામત હોવાનું બતાવ્યું
હોસ્પિટલ મેનેજમેન્ટે મધરાત્રીથી વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી મલ્ટી પેરા મોનીટર્સની બેટરી બદલાવામાં આવી રહી હોવાનો કર્યો ખુલાસો : આગ કે શોર્ટ સર્કિટ મુદ્દે સેવ્યું મૌન
ભુજ : શહેરની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હોવાના હોબાળાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના એનઆઈસીયુ વિભાગમાં અચાનક આગ લાગી હોવાના અહેવાલ વહેતા થતા નાસભાગ મચી ગઈ હતી. હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં ૩૬ જેટલા બાળકો સારવાર લઈ રહ્યા હતા. જો કે તમામ બાળકો સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે.
જનરલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. સારવાર લઈ રહેલા બાળકોને મળવા વાલીઓએ હોસ્પિટલના મેનેજમેન્ટ સમક્ષ આજીજી કરી હતી. એનઆઈસીયુમાં સારવાર હેઠળ રખાયેલા બાળકો સુધી તેમના વાલીઓને પણ જવા દેવામાં ન આવતા ભારે ગરમાગરમી સર્જાઈ હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા વીડિયો કોલના માધ્યમથી વાલીઓને તેમના બાળકો બતાવી દઈ તમામ બાળકો સલામત હોવાનું હોસ્પિટલના સતાધીશોએ જણાવ્યું હતું. પરંતુ વાલીઓએ પોતાના બાળકોને મળવાની વાત પકડી રાખતા ભારે ચકમક થઈ હતી. બનાવના પગલે વિપક્ષી પાર્ટીના આગેવાનો, સામાજીક કાર્યકરો પણ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. આપના મહિલા હોદ્દેદારો હોસ્પિટલના હોદ્દેદારો સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા.
આ બાબતે હોસ્પિટલના બાળ વિભાગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટના ડો.રેખાબેને જણાવ્યું હતું કે, હોસ્પિટલના આ વોર્ડમાં મધરાત્રીથી વીજળીનો પુરવઠો ખોરવાયેલો છે. ગત રાત્રીએ સાડા ત્રણ વાગ્યાના અરસામાં વીજળીનો પુરવઠો ખોરવાઈ જતા મલ્ટી પેરા મોનિટર્સ સહિતના મશીનો બેટરી પર કાર્યરત કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતા બેટરી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનઆઈસીયુમાં સારવાર લઈ રહેલા તમામ ૩૬ બાળકો સલામત હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને કે ઈમરજન્સી સર્જાય તો વધારાનું એક એનઆઈસીયુ યુનિટ હોસ્પિટલમાં કાર્યરત કરવાની વિચારણા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. શોર્ટ સર્કીટ કે આગ વિશે મૌન સેવ્યું હત

Comments