અંજાર પોલીસનો સપાટો : ખેડોઈના ફાર્મહાઉસમાંથી લાખોનો શરાબ ઝડપાયો : બુટલેગરોમાં ફફડાટ..!
રાજસ્થાન પાસીંગનુ ટ્રેઈલર, અલગ અલગ નવ બ્રાન્ડની દારૂની પેટીઓ, બે મોટર સાયકલ મળીને કુલ્લ ૬૬ લાખથી વધુનો મુદામાલ કરાયો કબ્જે : ૩ આરોપીઓ થયા ફરાર
ખેડોઈથી ખંભરા રોડ તરફ જતા માર્ગમાં આવેલા ઓમ ફાર્મ હાઉસમાંથી ૪પ લાખનો ઈંગ્લીશદારૂ ઝડપાયો : કુલદીપસિંહ નરપતસિહ જાડેજા, કુલદીપ સિંહ સરવૈયા તથા શકિતસિંહ સરવૈયાના નામો આવ્યા સામે : પોલીસ દ્વારા વધુ તજવીથ હાથ ધરાઈ
ગાંધીધામ : પૂર્વ કચ્છના અંજાર પોલીસ મથક વિસ્તારમાં આવતા ફાર્મ હાઉસ્માથી લાખોના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપી અને અંજાર પીઆઈ શ્રી ગોહીલની ટીમે સપાટો બોલાવી દીધો છે. લાખોનો દારૂ પ્યાસીઓ સુધી બુટલેગરો પહોચાડે તે પહેલા જ પીઆઈશ્રી ગોહીલની ટીમે તેમના મનસુબાઓ પર પાણી ફેરવી દીધું છે. આ બાબતે અંજાર પોલીસ મથકેથી મળતી માહીતી અનુસાર અંજાર પોલીસને મળેલી ચોકકસ બાતમીના આધારે ખેડોઈ વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાં સઘન છાનબીન કરવામા આવતાત્યાથી અલગ અલગ પ્રકારની નવ બ્રાન્ડની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂનો જંગી જથ્થો ઝડપાવવા પામી ગયો છે. ખેડોઈ વિસ્તારમાં આવેલ ઓમ ફાર્મ હાઉસના માલિકની વાડીના કબ્જામાંથીજંગી દારૂના જથ્થા સાથે એક ટ્રેઈલર તથા બે મોટરસાયકલનો જથ્થો મળીને કુલ્લ ૬૬ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વધુ વિગતો અનુસાર ખેડોઈ વિસ્તારમાં આવેલા ઓમ ફાર્મહાઉસમાં ટ્રેઈલર નંબર આર જે ર૩ જી એ ૩ર૪૧માંથી અલગ અલગ બ્રાન્ડની બિયર સહિતની ઈંગ્લીશદારૂની પેટીઓ પકડાવવા પામી છે. ટ્રેઈલર, દારૂનો જથ્થો, અને બે મોટરસાયકલો કબ્જે કરવાા આવ્યા છે. ત્રણ આરોપીઓ ફરાર થવા પામી ગયા છે. દારૂ કયાથી આવ્યો છે? કયાં કયા આપવાનો હતો? તે મોકલનાર તથા મંગાવનારાઓ કોણ છે તે સહિતની વિગતો આગળની તપાસમાં જે બહાર આવશે તે અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં અજાર પીઆઈ શ્રી એ આર ગોહીલ તથા આર સીરામાનુજ પીએસઆઈ સહિતનાઓની ટીમના કામગીરીમાં જોડાયા હતા.

Comments