કંડલામાં ઓઈલ પાઈપલાઈનમાં ફરી મોટુ ભંગાણ? લીકેજ થયુ કે પછી તેલચોરોએ હાથ અજમાવી લીધો?
મીઠા પોર્ટ સ્કુલ સામેના ભાગમાં ફર્નેશ ઓઈલની લાઈનમાં લીકેજથી દોડધામ : લીકેજની જાણ થવા પામતા ફાયર બ્રિગેડ અને બીપીસીએલ વાળાઓએ લીકેજનું યુદ્ધના ધોરણે કર્યુ સમારકામ પરંતુ અહી સૌથી મોટો સવાલ એ થાય છે કે, આ લીકેજ થવાનું કારણ શું? - ડીપીએ કંડલા ફાયર વિભાગ કેમ આવી કંપનીઓવાળાઓના કડક પુછાણા નોટીસ અને મેમો ફટકારીને નથી લેતા?
આ પ્રકારની પાઈપલાઈનની આસપાસમાં રહેણાંક મકાન આવેલા હોય તો તેને પણ વેળાસર દુર કરવા જોઈએ, નહી તો કયારેક પાઈપલાઈન લીકેજ-ભંગાણ મોટી જાનહાનિ સર્જી જશે
સમારકામ કદાચ કરી લેવાયુ હશે પરંતુ આસપાસમાં જે ઓઈલ ઢોળાયું તેનાથી અહી પ્રદુષણ થયુ તેના પાછળ કોણ જવાબદાર? ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મોઢે પણ જાણે કે ભ્રષ્ટ ડુચ્ચા જ લાગેલા હોય તેમ ચુપકીદી જ સેવીને બેઠું છે
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ડીપીએ એકતરફ કાર્ગો હેન્ડલીંગમાં નીતનવા કીર્તીમાનો સિદ્ધ કરી રહ્યુ છે અને અહી વૈશ્વીક કક્ષાના સ્ટાન્ડર્ડને ફોલો કરવામા આવી રહ્યા હોવાના પણ દાવાઓ કરવામા આવતા રહ્યા છે પરંતુ આ બધા જ દાવાઓને લીકવીડ કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રમાં અહી કયાંક ને કયાંક સલામતી અને સુરક્ષાના ધોરણે પોકળ પુરવાર કરતી ઘટનાઓ પણ છાશવારે બનવા પામી જતી હોય છે. દરમ્યન જ ઓઈલ પાઈપલાઈનમાં વધુ એક વખત મોટું ભંગાણ સર્જાવવા પામી ગયું હોવાની ઘટના સામે આવી રહી છે.
આ મામલે જાણવા મળતી માહીતી અનુસાર મીઠાપોર્ટ વિસ્તારમાં આવેલી સ્કુલની સામે ફર્નેશ ઓઈલની પાઈપલાઈનમાં મોટુ ભંગાણ પડવા પામી ગયું હોવાની ઘટના બનવા પામી હતી. અહી લીકેજ થતાની સાથે જ સ્થાનિકે કોઈ જોઈ જતા જાણ કરવામા આવતા તાબડતોડ જ તેને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી દેવામા આવ્યા હતા. વેકયુમ ઉપરાંતના સાધનો અહી લગાવી અને આ લીકેજનું સમારકામ હાથ ધરવામા આવ્યુ હતુ પરંતુ ત્યા સુધીમાં અહી મોટી માત્રામાં કેમીકલ ફર્નેશ આસપાસમાં ઢોળાઈ જવા પામ્યુ હતુ. આ ઘટનામાં સદભાગ્યે જ કોઈ મોટી નુકસાનીના અહેવાલો નથી પરંતુ અહી ન ભુલવુ જોઈએ કે, કંડલા સંકુલ બારૂદના ઢેર પર બેઠેલ વિસ્તાર છે. એટલે કે અહી હેઝાર્ડિયસ કહી શકાય તેવા અનેક પ્રકારના જવલંતસીલ કેમીકલના મોટા મોટા સ્ટોરજે ટેન્ક અને લાઈનો આવલી છે. કયારે આ પ્રકારના લીકેજઅહી મોટી હોનારત સર્જી જતા પણ વાર નહી કરે. આવા લીકેજના મુળ સુધી પહોચવું જોઈએ. કંડલામાં થયેલ આ લીકેજ મામલે ફાયર વિભાગ ડીપીએ દ્વારા નોટીસ ફટકારી અને કંપનીના પુછાણાઓ લેવા જોઈએ ઉપરાંત જીપીસીબી પણ પ્રદુષણ મામલે આ દીશામાં કેમ પગલા નથી લેતુ?

Comments