રોયલ્ટી વગર વ્હાઈટક્લે ખનીજની હેરાફેરી કરતા ડમ્પરને ડિટેઈન કરાયું
ભુજ : ભુજ-ભચાઉ હાઈવે રોડ પર નાડાપા ફાટક પાસે પદ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડમ્પર નં.જીજે૧ર-બીએક્સ-પ૯૮૦ આવતા તેને ઊભુ રખાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં વ્હાઈટક્લે ખનીજ ભરેલું હતું ચાલક રાજેન્દ્ર ગટ્ટુ આહિર પાસે રોયલ્ટી પાસ પરમીટ માંગતા મળી આવી ન હતી. જેથી વાહન ડિટેઈન કરી આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગને જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Comments