Trending News
સ્થાનિક સમાચાર

પ્રતિબંધ હોવા છતાં રોયલ્ટી વગર બોકસાઈટ પરિવહન કરતી ટ્રક પકડાઈ

30 November



કોટડીથી ભોજાય વચ્ચે એલસીબીએ કરી કાર્યવાહી


ભુજ : બોકસાઈટ ખનીજ આમ તો જીએમડીસી માટે અનામત છે. જો કે નવા સુધારા પ્રમાણે લીઝ આપી શકાય છે પરંતુ કચ્છમાં હજુ સુધી કોઈએ બોકસાઈટ ખનિજની લીઝ મેળવી નથી, જેથી ગેરકાયદે ખનન કરી હેરાફેરી કરવામાં આવતી હોય છે તેવામાં ગઢશીશા વિસ્તારમાં એલસીબી પેટ્રોલીંગમાં હતી ત્યારે કોટડી ત્રણ રસ્તાથી ભોજાય વચ્ચે આવેલા બોકસાઈટના પ્લાન્ટના મુખ્ય ગેટની સામે એક ટ્રક શંકાસ્પદ જણાઈ આવી હતી, જેના ચાલક પાસે પાસ પરમીટ માંગતા મળી આવી ન હતી. જેમાં ર૦ ટન બોકસાઈટ ભરેલું હતું. જેથી ટ્રક નં. જી.જે.૧ર.બીડબલ્યુ ૯૦૯૪ કબજે કરી ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે. અત્રે મહત્વનું છે કે, જિલ્લામાં ખનિજ ચોરીના બનાવો વધી રહ્યા છે. પોલીસ દ્વારા રોયલ્ટી વગર પરિવહન કરતી ટ્રકો ઝડપી લેવામાં આવે છે પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. ખનિજ ચોરી રોકવા માટે જીપીએસ આધારીત સીસ્ટમ લાગુ કરાઈ છે પણ તેની કચ્છમાં કોઈ ફળશ્રુતિ ન હોય તેવું ચિત્ર ઉપસી આવે છે.

 

Comments

COMMENT / REPLY FROM