Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ ભાજપ સંગઠન પ્રમુખોમાં નવી ફોર્મ્યુલા અપનાવશે ? પ્રદેશ હલચલ સાથે જિલ્લામાં પણ આંતરીક ગરમાવો

30 November

સંઘમ્‌... શરણમ્‌... ગચ્છામિ....ઃ નવતર કીમીયા અપનાવાશે 



પ્રદેશ પ્રમુખ પાટીલ જશે ? જિલ્લા ભાજપ પ્રમુખ પદે દેવજી વરચંદ રહેશે યથાવત ? : ડિસેમ્બરમાં જિલ્લા ભાજપ પ્રમુખ - તાલુકા, શહેર પ્રમુખોની વરણીનો તખ્તો તૈયાર : પંકજ મહેતાને પ્રદેશ કક્ષાએ જવાબદારી અપાય તેવી વકી : નોધનીય છે કે, તાજેતરની જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો પર પંકજ મહેતાને સોપાયો હતો 
પ્રભાર-જવાબદારી અને પાંચેય પાંચ બેઠકો ભાજપના ખોળે જંગી બહુમતીથી આવવા પામી છે, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષે આ માટે પંકજભાઈ મહેતાનો ઋણાનુભાવ પણ કર્યો હતો વ્યકત : પ્રતિષ્ઠાભર્યા મહારાષ્ટ્રના 
ચૂંટણીજંગમાં પંકજભાઈની મહેનતનો તેમને મળી શકે છે શિરપાવ


ભુજમાં ચાર પ્રમુખ હશે, જયારે નખત્રાણા, માંડવી, અંજાર, મુંદરા, અબડાસા, રાપર, ભચાઉમાં બે - બે પ્રમુખો રહેશે : નવી સિસ્ટમ બૂથ દિઠ હશે પ્રમુખ : છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ 


ગાંધીધામ અને ભુજ મહાનગરપાલીકા થશે તો ત્યાં પણ પ્રમુખ નવા ચહેરા આવશે ! તે માટે કઇક જણા મોઢું ધોઇને વરરાજા બનવા માટે નીતનવા પેંતરા અજમાવી રહયા છે


ભુજ : ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ બાદ કેન્દ્રથી લઈ અને ઠેર-ઠેર આતંરીક રીતે નવી નિમણુકોને લઈને ચર્ચાઓ વેગવાન બની જવા પામી ગઈ છે. સી આર પાટીલે પણ તાજેતરમાં જ જાહેરમંચ પરથી ખુદ જઈ રહ્યા છે, નવા આવનારા પ્રદેશ અધ્યક્ષને અભિનંદન પણ તેઓએ એડવાન્સમાં આપી અને નવુ સંગઠન રચાવવા જઈ રહ્યુ હોવાનો પણ સીધો જ સંકેત આપી દીધો છે ત્યારે હવે ગુજરાત અને છેવાડાના કચ્છ જિલ્લાના કેસરીયા બ્રિગેડને લઈને પણ રાજકીય પંડિતો દ્વારા તર્કવિતર્કો તેજ બનાવી દીધા છે. મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપનો ભગવો લહેરાયો છે તેમાં સંઘનું ચાવીરૂપ યોગદાન કોઈ નકારી શકે તેમ નથી અને તેથી જ હવે સંગઠનની કમાન ફરીથી આરએસએસના હાથમાં જ સીધી રીતે રહે તેવુ પણ જોવાઈ રહ્યુ હોવાથી હવે પ્રદેશ અને જિલ્લાઓના હોદેદારોમાં પણ સંઘનો સીધો જ મહત્વપૂર્ણ ભાગ રહેલો હોય તો નવી નવાઈ નહી કહેવાય. આ મામલે રાજકીય ગલિયારીઓમાં ચાલતી ચર્ચાઓની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા પછી ભાજપ પોતાના અસલી રંગમાં મહાલી રહ્યો છે, ત્યારે આગામી ડિસેમ્બર મહિનામાં ભાજપ જિલ્લા, તાલુકા, શહેર લેવલે થનારી સંગઠન પર્વની ચૂંટણીમાં ભાજપ હવે કચ્છ જિલ્લામાંથી નવી ડિઝાઈનનો અખતરો કરે તેવો સળવળાટ થઈ રહ્યો છે. 
ભાજપના આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ વાવ બેઠકના પરિણામ ભાજપની તરફેણમાં આવતા જાણે સી.આર. પાટીલને પોતાની સિદ્ધિનું પ્રમાણપત્ર મળ્યો હોય તેમ તેમણે સૂરતમાં કહ્યું હતું કે, વાવની જીત પછી મારી વિદાય સદાય યાદગાર રહી છે. હવે પાર્ટી મને તાકીદે પ્રમુખપદેથી છુટ્ટી કરે અને નવા યુવા પ્રમુખની વરણી તાકીદે કરે તેવા સંકેતને લઈને કચ્છમાં પણ તેના સમીકરણ અનેકને ઉંધા માથે કર્યા છે. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી -ર૦રપમાં યોજાનારી શહેરને નવા પ્રમુખ મળે તે દિશામાં ચક્રોગતિમાન થયા છે. નોધનીય છે કે, પ્રદેશ ભાજપની કમલમમાં યોજાયેલી કાર્યશાળા બાદ બુથ-શહેર-તાલુકાના હોદેદારોની વરણીને લઈને ક્રાયટેરીયા પણ જાહેર કરી દેવામા આવ્યા છે. અને તેથી જ હવે આગામી માસના બીજા સપ્તાહ સુધીમાં નવી વરણીઓની કાર્યવાહી ગતિ પકડે તેમ પણ રાજકીય વર્તારો જોવાઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં પ્રમુખ પદે બે નામો વહેતા થયા છે, જેમાં દેવજીભાઈ વરચંદને રીપીટ કરાવાય અથવા પંકજ મહેતાને પુનઃ બીજી વખત ચાન્સ અપાય તેવા ઉજળા સંજોગો છે. સુત્રો કહે છે કે, કચ્છ ભાજપની કામગીરી નેત્ર દિપક રહી છે અને તેની નોંધ પ્રદેશ - રાષ્ટ્રીય લેવલે લેવાઈ છે, ત્યારે દેવજી વરચંદ પર કળશ ઢોળાય તે નક્કી છે અથવા કોઈ નવો મહિલા ચહેરો આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ વખતે સંગઠનની રચના બુથ દિઠ પ્રમુખો નક્કી થવાની છે. તાલુકા કક્ષાના પ૦ બુથ દીઠ એક પ્રમુખ મળશે. એ રીતે વસતી પ્રમાણે વાત કરીએ ભુજ શહેર અને તાલુકાને ર અને ર  મળી કુલ ૪ પ્રમુખ મળશે. માંડવીને ર, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, મુંદરા, ભચાઉ, રાપરને બે - બે પ્રમુખો મળવા લગભગ નક્કી છે. ભાજપની નવી ફોર્મ્યુલા સંઘની સિસ્ટમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. સંઘની નજરે માતાનામઢ તેઓ જિલ્લો કહે છે તેવી ડિઝાઈનથી ભાજપ પ્રખંડ બનાવી કાર્યકરો નીચે સુધી છેવાડાના માનવી સુધી લઈ જઈ સતાનો વિકેન્દ્રીય કરવામાં  આવે તેવી ડિઝાઈન આકાર પામી રહી છે. સુત્રો વધુમાં કહ્યું હતું કે, ભાજપના જે કાર્યકર સંઘને નજીક હશે અથવા બુથ લેવલે નેત્ર  દિપક કામગીરી કરી હશે તેને નવી જવાબદારી મળશે. ઉપરાંત હાલમાં સંગઠનમાં હોદા મેળવવા છેક ગાંધીનગર લાગવગ લગાવાઈ રહી છે, પરંતુ ભાજપ સંગઠન માળખામાં સંઘનો હાથ ઉપર હશે તેમ ભાજપના જ નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકરોએ ડંકે કી ચોટ પર કહ્યું હતું. હાલમાં ભાજપ સંગઠનને લઈ તરેહ તરેહની ચર્ચા જોર પકડ્યું છે.

Comments

COMMENT / REPLY FROM