કચ્છમાં યુરીયા ખાતરની કાળાબજારી બેફામ : મોરબી ખેતીવાડી નિયામક અધિકારીની ટીમને ત્રાટકવું પડયું? તેનું રહસ્ય શું....
મોરબી અધિકારીની ટુકડી આર્યન કંપની પર પહોચી, આદરી છાનબીન, પરંતુ હાથ કંઈ ન લાગ્યુ..? નોધનીય છે કે, આ કંપનીના વેરહાઉસમાં યુરીયા ખાતરના મુદ્વાને લઈને બે વર્ષ બાદ રહી રહીને તાજેતરમાં જ કરાઈ ચુકી છે પોલીસ ફરીયાદ : મોરબી ખેતીવાડી વિભાગે કરેલી કાર્યવાહી પાસેરામાં પુણી સમાન જ હોવાનો વર્તારો : જો લાખાપર-અજાપર-અંજારના પટ્ટામાં યુરીયા ખાતરના ઈન્ડસ્ટ્રીઝ વપરાશને લઈને સામુહીક તવાઈ બોલાવાવમા આવે તો ઘણુ બધુ બહાર આવે..
અંજાર સમીપે પ્રકાશ નામના શખ્સના યુરીયા ખાતરના કાળા બજારીના બેનામી ધંધા પર એજન્સીઓ કડકાઈથી ત્રાટકશે તો દિલ્હીના યમુનાનગર
સુધી સબસીડીવાળા સરકારી ખાતરના કૌભાંડાનો થશે પર્દાફાશ
અંજારના લાખાપર વાળા કેસમાં પોલીસ નિવેદનો લઈ રહી છે ત્યારે તપાસ કરવી જોઈએ કે, નીમકોટેડ યુરીયાનો ઔદ્યોગીક વપરાશ શેમાં આ પેઢીઓ કરતી હતી? કેટલા સમયથી સંગ્રહ કરેલો હતો? કોને કોને વેંચ્યો હતો સબસીડીયુકત ખાતરનો જથ્થો? ખેડુતોના હિતના ખાતર પર આ રીતે કોણ મારી રહ્યા છે તરાપ? : કેમ યુરીયાની કાળાબજારીના કૌભાંડના ન ઉલેચાય સંપૂર્ણ મુળીયા..!
ખાટલે મોટી ખોટ : જીઆઈડીસીમાંથી યુરીયા ખાતર ઝડપાયું, અંજારના લાખાપર પાસેથી જાગૃત લોકો-ખેડુતોએ પકડયુ, સ્થાનિક ખેતીવાડી વિભાગે એફઆઈઆર નોંધાવી પરંતુ માલ સપ્લાય કરનારાઓના નામો સહિતની વિગતો ન આપતા ઉઠયા હતા સવાલો : ગઢશીશા પટ્ટાનો નિકંશુ અને પ્રકાશ નામના વ્યકિતની કેમ આ પ્રકરણોમાં ભુમિકાઓ દબાવાઈ?
ગાંધીધામ : ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડુતોના હિતાર્થે અલગ અલગ રાહતરૂપ નિર્ણયો લેવામા આવી રહ્યા છે પરંતુ અમુક ભેજાબાજ તત્વો અને એ જ સરકારી વિભાગના નિષ્કીય અને લાપરવાહ બાબુઓના ઢીલાઢફ વલણના લીધે આવી સારી યોજનાઓના હેતુ જ મરી પરવાતા હોય છે. કચ્છમાં પણ ખેડુતોને સસ્તા ભાવે યુરીયા ખાતર મળી રહે તે માટે સરકારે વ્યવસ્થાઓ કરાવી છે તે ઉપરાંત પણ ખેડુતોને ધોમધખતા તાપમાં આવા ખાતર મેળવવા માટે ચપલો લાઈનમાં રાખી અને કલાકો સુધી ઉભા રહેવાની નોબત આવી જતી હોય છે જયારે કે તેમના હકક અને હિતનુ આવુ સસ્તુ ખાતર કેટલાક ભેજાબાજો, ઔદ્યોગીક એકમોમાં સરળતાથી અને બિનધાસ્ત રીતે જ મળવા પામી જતુ હોવાની વાતને પુષ્ટી આપતો એક કીસ્સો હાલમાં જ સામે આવવા પામ્યો છે.
આ બાબતે સહેજ વધુ વિગતે વાત કરીએ તો થોડા સમય પહેલા જ કચ્છમાં યુરીયા ખાતરને લઈને થયેલી કાર્યવાહીઓ અને તે બાદ હવે મોરબી-રાજકાટે નાયબ ખેતીવાડી નિયામકની ટુકડીઓને અહી ઉતરી આવવાની ફરજ પડતા તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્યા છે. શું કચ્છમાં ખેતીવાડી વિભાગની ટુકડી, અધિકારીઓ, સુપરવિઝન નથી? તો પછી મોરબીના અધિકારીને અહી તપાસ માટે આવવાની કેમ ફરજ પડી? મોરબીના નાયબ ખેતીવાડી નિયામક દ્વારા પૂર્વ કચ્છમાં બે યુનિટમાંથી સેમ્પલ લેવાયા અને ત્રીજા એક યુનિટની મુલાકાત લીધી પરંતુ તેમાથી કઈ મળવા પામ્યુ જ નથી. ત્રીજુ યુનિટ આર્યન ટ્રેડીંગ કંપની હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. જો કે, અહી સવાલ એ જ થઈ રહ્યો છે , મોરબીની ટુકડીને અહી ત્રાટકવાની કેમ ફરજ પડી? જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં તાજેતરમાં જ લક્ષ્મી નામની પેઢીમાથી તથા લાખાપર પાસેથી જે યુરીયા ખાતર પકડાયાુ છે તે કયાંક પોલીસે પકડયુ છે તો કયાંક જાગૃત ખેડુતોએ પકડીને તંત્રને સોપ્યુ છે? ખેતીવાડી વિભાગ આ કિસ્સાઓમાં ઉંઘતુ જ ઝડપાયુ હોવાની સ્થીતી સામે આવવા પામી હતી. એટલે તો કયાંક ને કયાંક મોરબી નાયબ ખેતીવાડી નિયામકને અહી ત્રાટકવાની ફરજ નથી પડીને? ખેર સત્ય જે હેાય તે પરંતુ બીજીતરફ તે ઉપરાંત જે કામગીરી આ ટીમ દ્વરા પણ કરવમા આવી છે તે પાસેરામાં પુણી સમાન જ હોવાનુ ચર્ચાય છે. કારણ કે, હકીકતમાં તો યુરીયા ખાતરની કાળા બજારીના મોટા નેટવર્કને જો પર્દાફાશ કરવો હોય તો એજન્સીઓ અને પોલીસે અંજાર પાસે મોટા મોટા ત્રણથી વધુ યુનિટ ધરાવનારા પ્રકાશની કડક અને તટસ્થ છાનબીન કરવી જોઈએ. જાણકારો કહી રહ્યા છે કે, જો એમ થવા પામશે તો અંજાર-કચ્છથી લઈ અને દિલ્હીના યમુનાનગર સુધી યુરીયા ખાતરના ફેલાયેલા કાળબજારીના માયાજાળનો પણ મોટો ભાંડાફોળ થવા પામી શકે તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે લાખાપર, અજાપર સહીતના પટ્ટાઓમાં આવા પ્લાયુવડના અમુક પ્લાન્ટમાં ગ્લુ બનાવવા માટે યુરીયા ખાતરની ધુમ કાળા બજારીઓ કરવામા આવી રહી છે અને તેઓ પોતાના પ્લાન્ટના વપરાશના નામે ઠેર-ઠેર ગેરકાયદેસર રીતે તેનો વેપલો કરી રહ્યા હોવાનુ પણ ચર્ચાય છે.
.................
જિલ્લા કિસાન સંઘ કેમ નથી છેડતું આક્રમક આંદોલન?
ગાંધીધામ : કચ્છમાં ખેડુતોના હિતો જળવાય તે માટે કીસાન સંઘ સદાય સક્રીય રહેતુ હોય છે. કચ્છમાં નર્મદાજળને લઈને તો ખેડુતો લાંબા સમય સુધી ટળવળતા જ રહ્યા હતા હવે સરકાર ખાતર આપી રહી છે પરંતુ તેને પણ ભેજાવાળા તત્વો ઉદ્યોગો તરફ ડાયવર્ટ કરી જાય છે. ખેડુતોના હિતોનું પાણી તો ઉદ્યોગો વરસોથી ઉસેડતા જ રહ્યા છે, હવે સરકાર ખેડુતોને સસ્તાભાવે જે ખાતર આપે છે તે પણ ઉદ્યોગોમાં જ જતુ રહે અને ખેડુતોના હિતો માટે બનેલ સંગઠનો ચૂપ જ બેઠા રહે તો શું સમજવું? : શુ યુરીયા ખાતર મુદ્દે ખેડુતોને થતો અન્યાય એ આ સંગઠનો માટેનો મુદો નથી બનતો? કે પછી આ મુજબની કાળાબજારી થઈ રહી છે તેના મોટા મોટા અહેવાલો-ફોજદારી ફરીયાદો થયા પછી પણ આ અંગે આવા સંગઠન છે અજાણ?
.................
ગાંધીધામની આયર્ન અને અંજારની પેઢીને પુછો કે..!
સંગ્રહ કરેલો યુરીયા ખરીદ્યો કયાંથી? કેવી રીતે?
ગાંધીધામ : સસ્તાભાવે મળતા સરકારી સબસીડીવાળા નીમકોટેડ યુરીયાનો ગેરકાયદેસર ઔદ્યોગીક વપરાશ કરાયાના આરોપ બાદ ખેતીવાડી વિભાગે રહી-રહીને બે વર્ષ પછી આર્યન કેપની સામે થોડા સમય પહેલા જ નોધાવી છે પોલીસ ફરીયાદ. તો વળી તાજેતરમાં જ મોરબી નાયબ ખેતીવાડી નિયામકશ્રીની ટુકડીઓ ત્રાટકી તેઓએ ચોપડવા પટ્ટાની બે યુનિટ ઉપરાંત આર્યન કંપનીમાં પણ આદરી હતી છાનબીન, જો કે આશ્ચર્યજનક રીતે આ ટીમને ત્યાંથી કંઈ જ વાંધાજનક હાથ લાગ્યું નથી.ખેતીવાડી વિભાગ દ્વારા ગાંધીધામની આર્યન કંપની સામે મુંદરા પોલીસ વિભાગમાં સબસીડી વાળા નીમકોટેડ યુરીયા ખાતરની કાળાબજારી અથવા તો ઈન્ડીસટ્રીયલ વપરાશને લઈને ફરીયાદ નોધાઈ છે ત્યારે પ્રબુદવર્ગ કહી રહ્યો છે કે, આ કંપનીના જવાબદારોને તેડાવી અને તેમનો સોથી મોટુ પુછાણુ એ વાતે લેવુ જોઈએ કે, જે તગડો જથ્થો ૩૧૧૪ ગુણીઓ નીમકોટેડ યુરીયા તેણે સંગ્રહયો હતો તે તેની પાસે આવ્ય કયાંથી? સબસીડીવાળુ ખાતર તેને મળ્યુ કેવી રીતે? કયાથી લાવ્યો? સબસીડીવાળા ખાતરના સપ્લાયર્સને શોધી અને તેની સામે કડક કાર્યવાહી થવી ખુબજ જરૂરી બની રહી છે.

Comments