અંજાર-મુંદરા-ભચાઉમાં પૂર્વ કચ્છ ખાણખનિજ ભુસ્તરશાસ્ત્રીની ટીમની લાલઆંખ : ખાણમાફીયાઓમાં ફફડાટ : પેનલ્ટી-તઘડા દંડની તૈયારી.!
ખનીજચોરો ચેતી જજો, પટેલ સાહેબના રાજમાં ચોરી નહી ચાલે.!
સુપ્રીમકોર્ટના નિર્દેશથી ઈસી વિનાની લીજ બંધ કરાવી હોવા છતા અંજાર વિસ્તારમાં દિનેશ નામના શખ્સની ધમધમમી માઈનીંગ પ્રવૃતી પર શ્રી ટેલની ટીમનો સપાટો : બે ડમ્પર એક મશીન કબ્જે કરાયા : ખનીજ ચોરી કરનારાઓમાં સોપો
ગઈકાલે ભચાઉ વિસ્તારમાંથી એક ડમ્પર કરાયુ કબ્જે, તો વાગડમાં બે રેાજ પહેલા જ ત્રણ વાહનો કબ્જે કરી નોટીસ ફટકારવાની ચાલી રહી છે કાર્યવાહી : મુંદરામાથી ર૬ તારીખે રેતીચોરો પર બોલાવાઈ હતી ધોંષ, એક લોડર અને એક ટ્રક કરાઈ છે કબ્જે
પૂર્વ કચ્છમાં ૧૮૪ જેટલી લીઝ બંધ કરી દેવાઈ છે જે પૈકીની એકાદ લીઝમા માઈનીંગ એકટિવીટી ધ્યાને આવતા ટીમો મોકલી તપાસ કરાવાતા ત્યાથી બે ડમ્પર અને એક મશીન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, મુંદરા-ભચાઉ, વાગડપટ્ટો, અંજાર વિસ્તારમાં પણ આકસ્મીક તપાસ ચાલુમાં જ છે : શ્રી એન.એ. પટેલ(સિનિયર ભુસ્તરશાસ્ત્રી)
આ માફીયા માથાભારી થઈ ગયા છે, અધિકારીઓ પર પણ હુમલા કરવા લાગી ગય છે, તેનુ કારણ બેનામી પૈસા ઘણા આવી ગયા છે..કંડલાના જે કામો થઈ રહ્યા છે તેની પણ તપાસ કરાવવી જરૂરી
ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સોંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં અઢળક અને અવનવા ખનીજનો મોટો ખજાનો ધરબાયલો પડયો છે. આ ખનીજમાથી સરકારને જેટલા પ્રમાણમાં રોયલ્ટીની આવક થવી જોઈએ તેનાથી અનેકગણી તો અહી ચોરી થવા પામી રહી છે. જો કે, બીજીતરફ પૂર્વ કચ્છ વિસ્તારમાં જયારથી ભુસ્તરશાસ્ત્રી પદે શ્રી પટેલ અવ્યા છે ત્યારથી એક પછી એક ધડાધડ કડક કાર્યવાહી થવા પામી રહી હોવાથી ખનીજચોરોમા ફફડાટ જ વ્યાપી જવા પામી ગયો છે. હાલમાં પણ અંજાર-મુંદરા-વાગડ-ભચાઉ પટ્ટામાં પણ શ્રી પટેલની ટીમ દ્વારા ધડાધડ કાર્યવાહી કરાઈ રહી છે અને તેના ભાગરૂપે જ અંજાર સીમમાં આવેલી એક લીઝ કે જેની પાસે ઈસી ન હોવા છતા માઈનીંગ કરી રહ્યા હતા તેના પર પણ ત્રાટકી અને ખનીજચોરી કરવા ઈચ્છુક તત્વોમાં સોપો જ પાડી દીધો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. બીજીતરફ આ બાબતે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રી શ્રી એન એ પટેલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સુપ્રીમકોર્ટના નિર્દેશ અને સુચનો અનુસાર જેઓની પાસે પણ ઈસી નથી, ઈસીની મંજુરી નથી તેવી લીઝ જુન માસમાં જ પૂર્વ્ કચ્છમાં ૧૮૪ જેટલી બંધ કરાવી દેવાઈ છે. તે ઉપરાંત પણ એકાદ લીઝમાં માઈનીંગ એકટિવીટી ચાલતી હોવાનુ ધ્યાને આવવા પામતાટીમો મોકલી તપાસ કરી અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવી છે. અંજાર સીમમાં દીનેશનામના શખ્સની આ લીઝ હોવાનુ સામે આવવા પામ્યુ છે. અહીથી બે ડમ્પર અને એક મશીન જપ્ત કરવામા આવ્યુ છે અને તેની માપણી સહિતની આગળની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત વાગડ પટ્ટામાં પણ ત્રણ જેટલી ગાડીઓ ચાઈનાકલેની બે રોજ પહેલા જડપી છે તો ગઈકાલે એક વાહન ભચાઉ વિસ્તારમાંથી પકડવામા આવ્યુ છે. મુંદરા વિસ્તારમાંથી પણ સાદી રેતીની ચોરી કરનારાઓની સામે પણ પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા લાલઆંખ ભરી કાર્યવાહી કરવામા આવી હોવાનુ જણાવાયું હતુ.
...................
ફલાઈંગ સ્કવોર્ડ પર હુમલો કરનારાઓ પણ
આવ્યા સાણસામાં : લીઝોની કરાઈ કડક તપાસ
તુણા વિસ્તારમાં ફલાઈંગ સ્કવોર્ડની ટીમ પર હુમલો કરી ગાડી છોડાવવાના હથકંડા અપનાવનારાઓની લીઝમાં પણ થઈ માપણી, અગાઉ કેટલુ ઓવરલોડ ખનન પરીવહન કર્યુ છે તે સહિતના થશે ખુલાસા
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં તાજેતરમાં જ ફલાઈગ સ્કવોર્ડની ટુકડી દ્વારા ચાર વાહનો તુણા વિસ્તારમાં અટકાવી અને તેના કબ્જે લેવાની કાર્યવાહી કરવામા આવી હતી તે વખતે ત્રણમાથી એક વાહન છોડાવી જવા સહિતના મામલે આ સરકારી કર્મીઓ પર હુમલાની ઘટના બનવા પામી હતી જે કે, બાદમાં આ તમામને કાયદાનુ ભાન કરાવી જ દેવાયુ હતુ પરંતુ હવે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી પણ આ બાબતે આકરાપાણીએ હોય તેવી રીતે આ તમામની લીઝની માપણી અને ચકાસણીઓ કરી હોવાનુ સામે આવી રહ્યું છે. એક દેવળીયા સીમમાં તથા એક સિનુગ્રા સીમમાં આવેલી લીઝની માપણીઓ કરવામ આવી છે અને જે ઓવરલોડ ગાડીઓ ભરાઈ હતી તે ભુતકાળમાં આવી રીતે કેટલી વખત ભરાઈ હશે, કેટલુ ગેરકાયદેસર ખનન કરવામા આવ્યુ છે તે સહિતની વિગતો અંકે કરવામા આવી રહી છે અને ટુંક જ સમયમાં રીકવરીની ફટકાર પણ આ તત્વો પર નીકળવા પામી શકે છે.

Comments