Trending News
ક્રાઈમ

પંજાબથી કચ્છ સુધી કોકેઈન હેરફેરના નેટવર્કનો પર્દાફાશઃ૧.૪૭ કરોડના કોકેઈન સાથે ૪ શખ્સો દબોચાયા

29 November

ટીમ પૂર્વ કચ્છ એસપીનો વધુ એક સપાટો : નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ ઝુંબેશ રંગ લાવી રહી છે.!




પૂર્વ કચ્છ એસઓજીની ટુકડીએ લાકડીયા પાસે વાહન ચેકીંગ દરમ્યાન ૧ કારમાથી માદક પદાર્થ કોકેઇનના કોમર્શીયલ જથ્થા સાથે ૧,૫૩,૪૭૦૦૦નો મુદ્દામાલ ઝડપ્યો : એસપીશ્રીએ પ્રેસ મારફતે આપી માહીતી


માદક પદાર્થ સાથે બે પુરૂષ-બે મહીલા સહિત ચાર શખ્સો ઝડપાયા : આ ચાર શખ્સોને કોકેઈન આપનાર શખ્સ ફરાર : ડીલીવરી કયા કરવાના હતા? અગાઉ કેટલી વખત ડીલીવરી કરાઈ તે સહિતની વિગતો રીમાન્ડ મેળવીને પુછતાછ બાદ આવી શકે છે બહાર




ગાંધીધામ : પંજાબથી કચ્છ સુધી માદક પદાર્થના નેટવર્કનો પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની ટીમ દ્વારા પર્દાફાશ કરવામા આવ્યો છે. કચ્છમાં ડ્રગ્સની બદીને ફેલાવનારાઓની મનસા પર પૂર્વ કચ્છ એસપીશ્રી અને તેમની ટીમની જાગૃતીભરી કામગીરીથી પાણી જ ફેરવાઈ જવા પામી રહ્યું છે. આ અંગે સત્તાવાર રીતે જાહેર કરવામા આવેલી પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં NO DRUGS IN EAST KUTCH CAMPIGN અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગે૨કાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ લાકડીયા પો વિસ્તારમા પેટ્રોલીંગ હતી તે દરમ્યાન લાકડીયા પો.સ્ટે.ના સ્ટાફને સાથે રાખી ભારત હોટલ સામે મઢી ત્રણ રસ્તા ને.હા.ખાતે સામખિયારી તરફ જતા આંત૨ રાજય માંથી આવતા વાહનોને ચેકીગ ક૨તા હતા તે દરમ્યાન HR 26DP  ૯૮૨૪ વાળી ઇકો સ્પોટ કા૨ શંકાસ્પદ જણાઈ આવતા તેને રોડની સાઇડ કરી ચેક કરતા ડ્રાઇવ૨ શીટ ઉ૫૨ બેઠેલ હનિસિંગ બિન્દરુસંહગ શીખ તથા  તેની બાજુમા તથા પાછળની સીટમા સંદીપસિંગ પપ્પુસિંગ શીખ તથા જેઓ બેઠેલ હતા તમામના કબજા ભોગવટાની કા૨ શંકાસ્પદ હોય જેથી તેઓના કબજા ભોગવટાની કાર ચેક કરતા કા૨મા બોનટના ભાગે આવેલ એર ફીલ્ટરના નિચેના ભાગેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ કોકેઇન જથ્થો ૨ાખેલ હોય જે માદક પદાર્થ કોકેઇન કુલ વજન ૧૪૭.૬૭ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /-નો મુદ્દામાલ ગે૨કાયદેસર વેચાણ અર્થે-૨ાખી મળી આવેલ હોય જેથી આ ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઇન્સ. ડી.ડી.ઝાલા તથા પો.સ.ઇ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા લાકડીયા પો.સ્ટે. સ્ટાફ જોડાયેલ હતો.


.....


પાંચ દિવસમાં બીજી વખત કોકેઈન પકડાયું : ફરી પંજાબ કનેક્શન 



ઝડપાયેલા આરોપીઓ


(૧) હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહે૨ાદુર કોટ તા.૨ામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ (૨) સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉ૫ ૨૫ ૨હે વોર્ડ નંબર ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ
વોન્ટેડ આરોપી- (૧) ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ રહે ગામ પટીકાલા પીન્ડે મહે૨ાજ તા.૨ામપુરા ફુલે જી.ભટીન્ડા પંજાબ


............


પકડાયેલ મુદ્દામાલ

(૧)કોકેઇન નેટ વજન ૧૪૭.૬૭ કિમત 
રૂપિયા .૧,૪૭,૬૭૦૦૦ /- (૨) મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૮૦,૦૦૦/- (૩) ઇકો સ્પોટ કાર -૦૧ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- (૩)આધા૨કાર્ડ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ (૪) 
પાન કાર્ડ નંગ-૦૧ કિં.રૂ. ૦૦/૦૦


.............


આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-


(૧) હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ રહે લહે૨ાદુર કોટ તા.૨ામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ વાળા ઉ૫૨ લાકડીયા પો.સ્ટે. ખાતે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૧૦૩૦૩/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૭, ૩૨૩,૩૨૫, જી.પી.એક્ટ ૧૩૫ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે.


...............


કોકેઈન ડીલીવરીની શુ હતી મોડસ ઓપરેન્ડી..?


ગાંધીધામ : લાકડીયા પાસેથી પૂર્વ કચ્છ પોલીસે કોકેઈનનો જથ્થો પકડયો છે ત્યારે આ અંગે વધુ વાત કરતા એસપીશ્રીએ જણાવ્યુ હતુ કે, આ કેસમાં કુલ્લ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં બે મહીલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. એક શખ્સ વોન્ટેડ છે તેની વાઈફ પણ આ પ્રકારના માદકપર્દાર્થની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવવા પામ્યુ છે. આ બધાય એક બીજાથી લાંબા સમયથી સંપર્કમાં હતા એટલે બધાય એક બીજાથી પરિચિત હોવાનુ પણ દર્શાયા છે. હાલમાં પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી હોવાનુ શ્રી બાગમારે જણાવ્યુ હતુ.


.............




ભટીંડાના ઝડપાયેલ આરોપીઓ કચ્છથી  પરિચિત હોવાનો દેખાયો વર્તારો

 ઝડપાયેલા આરોપીઓ પૈકી આરોપી હનીસીંગ સામે અગાઉ લાકડીયા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો 

 પૂર્વ કચ્છમાં તાજેતરમાં આઈજીના ઈન્સ્પેકશન દરમ્યાન મહિનામાં ડ્રગ્સની બદી ડામવા માટે કડક સુચના આપવામાં આવી હતી. આઈજીએ પણ લોકોને કાર્યવાહીની ખાતરી આપી હતી. તેવામાં વાહન ચેકીંગ દરમ્યાન એસઓજીએ કારના બોનેટમાં છુપાવેલું ૧.૪૭ કરોડનું કોકેઈન ઝડપી લેતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં બે મહિલા સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મુજબ પાછલા થોડા સમયથી પંજાબમાંથી કચ્છમાં નશીલા પદાર્થો ઘુસાડવાની પ્રવૃતિમાં ભારે ઉછાળો આવ્યો છે. કચ્છ ઉડતા પંજાબ ન બને તે માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પાંચ દિવસ પહેલા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કોકેઈન ઝડપ્યું હતું. અહીં નગરપાલિકા પાસે આવેલી ન્યુ એરલાઈન્સ હોટલમાં કોકેઈન ડીલીવરી આપવા આવેલા પંજાબના ચરણસિંઘ તેમજ માલ ખરીદનાર આદીપુરના પરેશ અડવાણીની ૧૭.૭પ લાખના કોકેઈન સાથે ધરપકડ કરાઈ હતી. આ પ્રમાણેના કેસો શોધવા માટે સુચના અપાઈ હોઈ એસઓજીની ટીમ લાકડીયામાં હતી અને લાકડીયા પોલીસ સાથે ભારત હોટલ સામે મઢી ત્રણ રસ્તા નેશનલ હાઈવે પર સામખિયાળી જતા અને આંતર રાજયમાંથી આવતા વાહનો તપાસવામાં આવતા હતા, એ દરમ્યાન ચેકીંગ કરતા ૧.૪૭ કરોડના કોકેઈનનો જથ્થાથે અને તેની સાથે ચાર શખ્સો દબોચાઈ જવા પામ્યા છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી આરોપી હનીસીંગ સામે અગાઉ લાકડીયા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. આરોપી કચ્છથી પરિચીત હોવાનું અને પંજાબથી માલ લાવી વેચતા હોવાનું જણાઈ આવે છે.

.

Comments

COMMENT / REPLY FROM