પશ્ચિમ કચ્છમાં રેતીની પરમીટના નામે ખનીજ કૌભાંડ : ખનિજ વિભાગનું તપાસના નામે ચલક ચલાણું
સરકારી વર્કઓડરમાં રેતીની પરમીટ મળી છે તેના બદલે અન્ય જગ્યા ખાનગી કંપનીઓમાં વેચાઈ રહી છે અને તેના વાહનોના જીપીએસ ચકાસણી કરવામાં આવે તો બધુ બહાર આવી જાય તેમ છે : પરમીટ વાળી રેતી જે સપ્લાય થઈ તેના વાહનો જીપીએસ ચકાસણી ખાણ ખનીજ તંત્ર કરશે તો બધુ બહાર આવી જશે : પશ્ચિમ ખાણ ખનીજનો વહીવટ “સંજય” કરી રહ્યો છે તેને એસીબી તપાસ કરશે...? “સંજય”ના આર્શિવાદથી કચ્છમાં મોટા ભાગની રેતીની લીઝ બંધ છે છતાં રેતીનો કારોબારી ફુલ્યો ફાલ્યો છે..
થોડા સમય પહેલા ઓનલાઈન જીપીએસ આધારીત પદ્ધતિ લાગુ કરાઈ છતાં રોયલ્ટી વગરના ડમ્પરો હજુય બેફામ દોડી રહ્યા છે : તાજેતરમાં ખાણ ખનીજના ફલાઈગ સ્કોર્ડ ધ્રોબાણામાં પરમીટની જગ્યા ઉપર તપાસ કરી હતી.... આ પરમીટ ક્યાં વર્કઓર્ડર ઉપર અપાઈ અને તેને કેટલી રીતે સપ્લાય થઈ તે વાહનોના જીપીએસ ચકાસણી કરાય તો સાચુ બહાર આવી જાય તેમ છે...
ભુજ : કચ્છ જિલ્લાનું પેટાળ ખનિજ સંપદાથી સમૃદ્ધ છે. છેવાડાના લખપતથી માંડી વાગડ સુધી પેટાળમાં ખનિજ ધરબાયેલું છે પરંતુ બેફામ થતી ખનિજ ચોરીના કારણે આગામી ૩૦ - ૪૦ વર્ષોમાં આ ખનિજ માત્ર મ્યુઝિયમમાં જોવા મળે તેવું સંશોધન ખુદ વૈજ્ઞાનીકો કરી ચુકયા છે. છતાંય ખાણ ખનિજ વિભાગની આળસ ઉડતી નથી પરિણામે ખનિજ ચોરો બેફામ હોવાથી સરકારને તો નુકશાન જાય છે, સાથે સરકારી સંપતિ લૂંટાઈ રહી છે. કચ્છમાં હાલ ખાવડા, મુન્દ્રા, કંડલા સહિત વિસ્તારમાં ઔધોગિક કરણના કારણે રેતીની માંગ વધવા પામી છે. ખાસ કરીને ખાવડા સોલાર પ્રોજેકટના કારણે આ વિસ્તારમાં રેતીની જરૂરીયાત બહુ વધી ગઈ છે. અહી આ જરૂરીયાતનો લાભ લેવા રેતીની પરમીટ કૌભાંડ હાલ ફુલ્યો ફાલ્યો છે. ખાવડા નજીકના ગામોમાં પરમીટ મોટા ભાગે મંજુર કરવામાં આવી છે. ખાણ ખનીજ તંત્ર દ્વારા નિયમનો જ પાલન કરતો નથી અને પોતાનો પોસવાનો કામ કરતો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યો છે.
પશ્ચિમ ખાણ ખનીજ તંત્ર દ્વારા સરકારી વર્ક ઓર્ડર પરમીટ પાસ કરીને ખાનગી પ્રોજેકટોમાં આ રેતી સહિતના ખનીજ સપ્લાય થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ચાલી રહી છે. છતાં પશ્ચિમ ખાણ ખનીજ તંત્ર કોઈ કાર્યવાહી કરી હોય તેવો દેખાતો નથી. પરમીટના મંજુરી દશ હજાર ટન સુધી ખાણ ખનીજ કચેરીના જીયોલોજીસ્ટ અધિકારી પાસેથી અને તેનાથી વધુ વીસ હજાર ટન કલેકટર પાસે અને તેનાથી વધુ ગાંધીનગર કક્ષાએથી મંજુરી મળતી હોય છે. સરકારી વર્ક ઓડર ઉપર અપાતી મંજુરી મોટા ભાગે તેનાથી વધુ ખનીજ ખનન થતી હોવાની ફરીયાદો હોવા છતાં ખનીજ તંત્ર આખો પાંડા બાદી બેસી ગયા છે. પરમીટ અપાય ત્યારે માપણી તંત્ર દ્વારા કરાય છે અને પછી ખનન કામ પુરો થયા બાદ પણ માપણી ખાણ ખનીજ તંત્ર દ્વારા કરાય છે. છતાં ખાણ ખનીજને વધુ ખનન મુદ્દે કોઈ કડક કાર્યવાહી કરી હોય તેવો દેખાતું નથી. પરમીટમાંથી જે વાહનમાં ખનીજ સપ્લાય થાય તેમાં વીટીએમએસ સિસ્ટમથી જીપીએસ લાગેલ હતો કે નહી અને જે કામની વર્ક ઓડર અપાયો છે તેની આ રેતી સપ્લાય થઈ કે નહી અને થઈ તો તેની વચ્ચે પેમેન્ટનું વહેવાર બેંકથી થયો હશે તે બધાની તપાસ કરવામાં આવે તો પરમીટ કૌભાંડનો રેલોનો આંકડો કરોડો રૂપીયાનો બહાર આવે તેમ છે. ભુજના ખાણ ખનીજ તંત્રના બાહોશ અધિકારી તાજેતર એક વર્ક ઓર્ડરમાં કેટલી પરમીટ પાસ થઈ અને ક્યાં - કંયા અને તેની વચ્ચે પેમેન્ટ વહેવાર કેવી રીતે થયો તેની અને તેનું જીએસટી સહિતની રકમ તપાસ કરાવે તો દુધનો દુધ અને પાણીનો પાણી બહાર આવી જાય તેમ છે.
આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં રેતી માટેની મંજુર લીઝ ન હોવા છતાં બેફામ પણે રેતીનું ખનન થાય છે. ખાસ કરીને ભદ્રેશ્વર, સામખીયાળી, કુનરીયા, નિરોણા, મુંદરા, કોઠારા, નખત્રાણાના નજીક વિસ્તારમાં સહિત નદી પટમાંથી ગેરકાયદે રીતે રેતી મેળવવામાં આવે છે અને આ ખનિજ ગેરકાયદે મેળવી હોય તો પરિવહન માટે કાયદેસરના રોયલ્ટી પાસ પણ કયાંથી મળે ? જેથી રેતીની બેફામ હેરાફેરી થાય છે.
મોટા ભાગે સરકારી બાંધકામોમાં ચોરાઉ રેતી વપરાય છે પણ તપાસના નામે ચલક ચલાણું ચલાવી લેવાય છે. ઉપરાંત બેન્ટોનાઈટ, ચાઈનાકલે ભેડીયામાં પરમીટ બહાર ખનન થતું હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જયારે લીઝ મંજુર કરવામાં આવે ત્યારે નિયમમાં સ્પષ્ટ જોગવાઈ હોય છે કે, મંજુર લીઝની ફરતે ફેન્સીંગ કરવી, ખુંટા બાંધવા અને લીઝ ધારકનું નામ અને મંજુર ખનિજ સહિતની વિગતો સાથેનું બોર્ડ લગાવવું પરંતુ આ નિયમની કોઈ અમલવારી થતી નથી. મંજુર લીઝની બહાર ખનન કરી ગેરકાયદે રીતે ચોરી કરવામાં આવે છે. જયારે રેલો આવે ત્યારે તપાસ કરી દંડ ફટકારી ખનિજ ચોરીને પ્રોત્સાહન આપવાની પદ્ધતિથી ખરેખર લીઝની ફરતે ફેન્સિંગના નિયમની અમલવારી થાય તો પણ ખનિજ ચોરી અંકુશમાં આવે તેમ છે.
તાજેતરની વાત કરીએ તો ભુજ - અંજાર હાઈવે બનાવવા માટે સેન્ડની જરૂરીયાત હોતા પરમીટ મંજુર કરાઈ હતી. જેના નાણા સરકારને ચુકવ્યા પણ અહીંથી ખનિજ લેવાના બદલે નજીકમાંથી સરકારી જમીનમાંથી ખનિજની ચોરી કરી રોડના કામમાં ઉપયોગ કરાયો હતો. ખનીજથી વધુ ટ્રાન્સપોર્ટ ખર્ચ હોવાથી પરમીટની જગ્યાના બદલે નજીકમાંથી ખનીજ ખનન કરી આવક મેળવવામાં આવતી હોય છે.
થોડા સમય પૂર્વે સમગ્ર રાજ્યમાં ખનિજ વિભાગે રોયલ્ટી વગર પસાર થતા ડમ્પરોને પકડી લેવા માટે ઓનલાઈન વીટીએમએસ સીસ્ટમ લાગુ કરી છે. જેમાં ખનિજ પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ફરજીયાતપણે જીપીએસ લગાવવા આદેશ કરાયો છે અને જીપીએસ હોય તો જ રોયલ્ટી પાસ ઈસ્યુ થાય છે. માની લ્યો ભુજથી મુંદરા જવા માટે ખનિજની રોયલ્ટી લીધી હોય અને આ ટ્રક ભુજથી ગાંધીધામ પહોંચી જાય તો ઓટોમેટીક ડીવાઈસમાં ખનિજ વિભાગને જાણ થાય અને રોયલ્ટીના ગેરઉપયોગ બદલ દંડ ફટકારી શકાય. પરંતુ ખનિજ ચોરોની આ ગેરપ્રવૃતિ ઓનલાઈન ડીવાઈસમાં નજરે તો પડે છે પણ તેની સામે પગલા ભરવા કે અંદરો અંદર સેટીંગ કરી લેવું તે કંટ્રોલ રૂમના જવાબદારોના હાથમાં હોવાથી સેટીંગ કરી લેવામાં આવે છે. ખનિજ ચોરો દુધે ધોયેલા તો નથી હોતા, તેની સાથે અધિકારીઓ પણ સામેલ હોય છે. રોયલ્ટી ઈન્સ્પેકટરથી માંડી સુપરવાઈઝર સહિતનાઓને સાચવી લેવામાં આવતા હોય છે, જેથી દરોડો પડે નહીં પોલીસ તો સાર્વત્રીક હોવાથી સ્થાનીકથી માંડી બ્રાન્ચના જવાબદારોને સાચવવા જ પડે. બન્ને વિભાગના તમામ જવાબદારોને ખનિજ ચોરો સારી રીતે સાચવી લે અને અમુક ફરિયાદીઓ અરજી કરે તો પણ તપાસ તો આ બન્ને વિભાગની કરવાની આવે, જેમાં પણ અંદરખાને અરજદારને સાચવી લે. અમુક કિસ્સામાં અરજદાર પોતે પણ સેટીંગ કરવા માટે અરજી કરતા હોવાનું ખુલ્લે છે.
તાજેતરમાં સુરેન્દ્રનગરના તટસ્થ અને યુવા ખાણ ખનિજ અધિકારીએ રાજીનામું આપ્યું, તેણે સમગ્ર ગુજરાતને ચોંકાવી નાખ્યું છે. કારણ કે તેઓ તટસ્થ હોતા જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા માંગતા હતા. ખનિજ ચોરી અટકાવવા માટે પોલીસ બંદોબસ્ત જરૂરીયાત હોતા પોલીસ પાસે બંદોબસ્તની માંગણી કરવામાં આવતી, પરંતુ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને ખનિજ ચોરોને પહેલેથી જ આ કામગીરી અંગે જાણ કરી દેતા જેના કારણે કાર્યવાહી સફળ ન થતી તેમજ વિભાગના પણ કેટલાક ફુટેલા કર્મચારીઓના કારણે યોગ્ય રીતે કામગીરી ન થતા તેમણે રાજીનામુ આપી સ્વમાનભેર જિંદગી જીવવાનો પ્રયાસ કર્યો છે. સરકારે રાજીનામુ મંજુર પણ કરી દીધું છે. સરકારે આ બાબતે સજ્ઞાન લેવો જોઈએ અને આવા અધિકારીઓનું મોરલ તુટે નહીં તે માટે પ્રયાસ કરવો જોઈએ. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે, ગાંધીનગર સુધીના અધિકારીઓ - પદાધિકારીઓ પણ સચવાઈ જતા હોય તો કોણ પોતાની
આવક ગુમાવે ? મહત્વનું છે કે, કચ્છમાં ભુજ અને અંજાર ખાણ ખનિજ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે ગાંધીનગર સુધી ફરિયાદો થઈ ચુકી છે પરંતુ વગદારોના કારણે આવી અરજીઓ પર પડદો પાડી દેવામાં આવ્યો છે. ઉપરથી નીચે સુધી સૌ પલળેલા હોવાથી કાર્યવાહી કોણ કરશે તે પણ મોટો સવાલ છે.
...............
ખાવડા નજીક પરમીટ ધારકોનો રાફડો.....
ખાવડા ગામ નજીક જામકુનરીયા, તુગા, દિનારા, રતડિયા સહિત અનેક ગામોમાં પરમીટની મંજુરી અપાઈ છે, તેનું શુંં કારણ..? જે સરકારી વર્કઓર્ડર ઉપર પરમીટ અપાઈ છે ત્યાં આ રેતી સપ્લાય થઈ કે નહી...? વીટીએમ પ્રણાલી મુજબ જીપીએસથી કોણ તપાસ કરશે. મોટા ભાગના વર્કઓર્ડર તાલુકા બહારના હોવા છતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય તેમ છે અહી પરમીટ અપાઈ. જે વર્કઓર્ડર ઉપર પરમીટ અપાઈ છે તેને કેટલી પરમીટ માટે સહમતી આપી છે. તેટલી રેતી તેને જરૂર છે..? તે કોન્ટ્રાકટરની તપાસ કરાય તેના પગ નીચે પણ રેલો આવે તેમ છે.
પશ્ચિમ કચ્છમાં પરમીટ સંદર્ભે કેટલાક પ્રશ્નોએ સજ્યો વિવાદ
• પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ ગત વર્ષે અને આ વર્ષે માર્ચ મહીના પછી રેતીની પરમીટ કેટલી આપી અને ક્યાં વિસ્તારમાં તેની કોઈ ચકાસણ કરવામાં આવતી નથી...?
• આ પરમીટ ક્યાં સરકારી કામના વર્ક ઓર્ડરથી અપાઈ..? આ ખનીજ વર્ક ઓર્ડર આપનારને મળી કે નહી...? ખાણ ખનીજ તંત્ર વીટીએમએસ સિસ્ટમ અમલી બનાવી છે... ખનીજ લઈ જતા વાહનોના જીપીએસ ટ્રેસ કરવાની તસદી ખાણ ખનીજ લીધી હોય તેવું દેખાતો નથી.
• સરકારી વર્ક ઓર્ડર ઉપર પરમીટ અપાય છે તે ખનીજ તેના સપ્લાય કરવાના બદલે ખાનગી કંપનીઓને સપ્લાય થઈ ગઈ.
• જ્યાં પરમીટ અપાય છે ત્યાં ખનન પુરૂ થયા બાદ ચકાસણી કરાતી. ત્યાં માપણી સહીતની કાર્યવાહીમાં વધુ ખનન થયા હોવાની કેટલી રજુઆત પણ ખાણ ખનીજ તંત્ર કોઈ કાર્યવાહી કરી હોય તેવું દેખાતો નથી.
• જે વર્ક ઓર્ડર ઉપર પરમીટ મળે છે તેને જ રેતી સપ્લાય કરવાની હોય. પરમીટ વાળી જગ્યાથી રેતી લઈને નિકળનાર વાહનો ત્યાં જ પહોચવાના હોય. અને તેના વચ્ચે પેમેન્ટનો લેવળ - દેવળ તેમજ જીએસટી સહિતની પ્રક્રિયામાં મોટા પાયે ગોલમાલની ચર્ચાઓ બહાર આવી રહી છે.

Comments