Trending News
સ્થાનિક સમાચાર

છેક ગાંધીનગરથી ટીમ આવી પણ ભઠ્ઠીમાં દરોડો પાડી સંતોષ માની લીધો... વીડી ગામે એસએમસીએ દેશી દારૂ પકડયો : ભાવ વધી જતા કવોલિટી કેસ થયો

27 November



દેશી દારૂ બનાવવાનો સામાન લાવનાર અને મજુર ઝડપાયા : મુખ્ય સુત્રધાર હાજર ન મળ્યો :નવા પરિપત્ર પ્રમાણે દેશી દારૂના એક લીટરના ર૦૦ અને આથાના એક લીટરના રૂા. રપ ભાવ ગણાયા

અંજાર : તાલુકાના વીડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો, જેમાં દેશી દારૂ મળી આવ્યો હતો. અંજાર તાલુકાના વીડી ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી આધારે એસએમસી પીઆઈ જી.આર.રબારીના નેજા હેઠળ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પરથી દેશી દારૂ બનાવનાર મજુર શેખ સલીમ જુમા સુલેમાન, અમરસિંહ પારઘી અને માલ સામાન લાવનાર ઈકબાલ જાનમામદ શેખને ઝડપી લેવાયા હતા. સ્થળ પરથી ર૮૦ લીટર દેશી દારૂ કિંમત રૂા. પ૬૦૦૦, રર૦૦ લીટર આથો કિંમત રૂા. પપ૦૦૦, ૬ હજાર રૂપિયાનો ગોળ, રર૦૦ના ૧૧ બેરલ, ૬૦ હજારની ગાડી, ૧૦ હજારના બે મોબાઈલ મળી ૧,૮૯,ર૦૬ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જયારે મુખ્ય આરોપી વોન્ટેડ વીડીનો કાસમ અબ્દ્રેમાન શેખ હાજર મળી આવ્યો હતો. અત્રે મહત્વની બાબત એ છે કે, સ્થાનીક પોલીસ પણ અવારનવાર દેશી દારૂ પકડતી હોય છે પરંતુ તેમાં કિંમત સાવ મામુલી હોય છે જેથી કવોલિટી કેસ ન ગણાતો પરંતુ તાજેતરમાં સપ્ટેમ્બર ર૦ર૪માં સરકારે દેશી દારૂના ભાવ વધાર્યા અને હવેથી દેશી દારૂની પ્રતિ લીટર કિંમત રૂા. ર૦૦ અને આથા (વોશ)ની કિંમત રૂા. રપ નક્કી કરી હતી. નવા ભાવ વધારા પ્રમાણે આ કવોલિટી કેસ થયો છે. ઉપરાંત દરોડા દરમ્યાન મુખ્ય આરોપી તો મળ્યો નથી. માત્ર મજુર પકડીને સંતોષ માની લેવાયો છે. જો બાતમીના આધારે કાર્યવાહી થતી હોય તો પછી માત્ર મજુરો જ કેમ પકડાય ? તે પણ એક મોટો સવાલ છે. સ્થાનીક પોલીસ કાર્યવાહી કરે ત્યારે પણ નાના માછલાઓ તો પકડાયા જ છે, તો દેશી દારૂ પકડવા માટે ગાંધીનગરથી ટીમને ધક્કો કેમ ખાવો પડયો ? તે પણ ચર્ચાનો વિષય છે. 

Comments

COMMENT / REPLY FROM