Trending News
સ્થાનિક સમાચાર

ભુજની ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૧મો સ્થાપના દિન ઉજવાયો

26 November


સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ અને  બંધારણ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમ યોજાયા

ભુજ : વર્ષ ૧૯૩૪માં ભુજ શહેરમાં સ્થાપાયેલી ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૧મો  સ્થાપના દિવસ તારીખ ૨૬ નવેમ્બરના ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ  શાળાના આચાર્ય  શ્યામકુમાર મહેતાએ સ્વાગત પ્રવચનમાં  શાળાના સ્થાપના દિવસની ઉજવણીનું મહત્વ તેમજ બંધારણ દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણના ઇતિહાસ, તેની રચના અને તેની વિશેષતાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી સૌને આવકાર્યા હતા. શાળાના શિક્ષિકા સાયરાબેન કુરેશી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં શાળાની સ્થાપના અને કન્યા કેળવણીનું મહત્વ સમજાવવામાં  આવ્યું હતું. શાળામાં બદલીથી આવેલા આચાર્ય  શ્યામકુમાર મહેતાનું શાળા પરિવાર દ્વારા સ્મૃતિ ચિન્હ આપી આવકાર અપાયો હતો.સીઆરસી કક્ષાના કલા ઉત્સવમાં ગાયન, વાદન, બાલકવિ અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલી વિદ્યાર્થીનીઓને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત રંગોત્સવ કાર્યક્રમમાં વિજેતા બનેલા વિવિધ વિદ્યાર્થીઓનું મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.  રંગોત્સવ કાર્યક્રમના માર્ગદર્શક શિક્ષિકા અલકાબેન દવેને  પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિ રજૂ કરી હતી. બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સૌએ બંધારણના આમુખનો વાંચન કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ભારતની બંધારણ સભાના વિવિધ સભ્યોનો ચિત્ર દ્વારા પરિચય અપાયો હતો. શાળાના શિક્ષિકા દીપાબેન પટેલ દ્વારા બંધારણની ઉપયોગીતા અંગે સમજ અપાઈ હતી. આ પ્રસંગે એસએમસી સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અલકાબેન, ચેતનાબેન, ગૌરીબેન, ઇવાબેન, દક્ષાબેન, જ્યોતિબેન અને શોભનાબહેન સહિત શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું  સંચાલન આરતીબેન જોશી અને આભારવિધિ દિપકભાઈ મકવાણાએ કરી હતી.
----

Comments

COMMENT / REPLY FROM