Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પ્લાયવુડ ફેકટરીઓ પર રાજકોટ -મોરબી-ખેતીવાડી વિભાગની ટુકડીઓ ત્રાટકી  યુરીયાની કાળા બજારી કરનારાઓમાં ભારે ફફડાટ..!

26 November


અંજાર-ભચાઉ-ગાંધીધામ હાઈવે-ભુજ-માંડવી પટ્ટામાં નાયબ ખેતીવાડી નિયામકની ટીમો આજે સવારે ૧૦ વાગ્યાથી જ ઉતરી પડી : અલગ અલગ પાંચથી છ અધીકારીઓની ટુકડીઓ ખાસ કરીનેપ્લાયવુડની ફેટકરીઓમાં આદરી છાનબીન : સાંજ સુધીમાં થઈ શકે છે વધુ ઘટસ્ફોટ


કચ્છ જિલ્લાના નાયબ ખેતી નિયામક પી.કે. પટેલની સુચનાથી કચ્છના મદદનીશ ખેતી નિયામક યુ એસ જોષી, ખેતીવાડી અધિકારી માંડવી, આર કે ચૌધરી, ખેતી અધીકારી અંજાર શ્રી માળી, ખેતીવાડી અધિકારી ભચાઉ વી આર ચૌધરી સહિતનાઓ તપાસની કાર્યવાહીમાં જોડાયા : નાયબ ખેતીવાડી નિયામક શ્રી મોરબી કે.જી.પરસાણીયા ભચાઉ ખાતેની વિવિધ યુનિટની તપાસમાં રહ્યા વિશેષ હાજર : વિવિધ શંકાસ્પદ યુનિટમાંથી ૩ બેગ્સમાંથી રેન્ડમલી સેમ્પલ કલેકટ કરાયા-પૃથકરણ માટે ખેતીવાડી લેબમાં મોકલાશે : રીપોર્ટ આવ્યા બાદ થઈ શકે છે વધુ કાર્યવાહી


ગાંધીધામ : સબસીડીવાળા ખાતર યુરીયા અને ડીઅપીની કાળા બજારી ઠેર ઠેર ધુમ થવા પામી રહી છે અને કચ્છમાં પણ આ ખાતર બારોબાર સગેવગે થતુ હાવેાની ફરીયાદો વધતા અંતે રાજકોટ નાયબ ખેતીવાડી નિયાકની ટુકડી આજ રોજ સવારથી જ પૂર્વ્‌ કચ્છ સહિત ઠેર ઠેર ત્રાટકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. 
નીમકોટેડ યુરીયાનો પ્લાયવુડની ફેકટરીઓમાં ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાની વધતી ફરીયાદો બાદ રાજકોટ-મોરબી નાયબ ખેતી વાડી વિભાગની ટીમોના જાણે કે ક્રોસ તપાસણી માટેના આદેશો વછુટયા હોય તે રીતે આજે વહેલી સવારથી પૂર્વ કચ્છ સહિતના વિસ્તારોમાં અલગ અલગ ટુકડીઓ બનાવી અને તપાસ છાનીબન હાથ ધરવામાં આવી છે. આટલી બધી ટુકડીઓ ખેતીવાડી વિભાગની કચ્છમાં સાગમટે ત્રાટકતા યુરીયા ખાતરની કાળા બજારી કરનારાઓમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાના અહેવાલો સામેઆવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર તાજેતરમાં જ કચ્છમાં અંજાર-ગાંધીધામ જીઆઈડીસી સહિતના વિસ્તારોમાંથી યુરીયા ખાતરની કાળાબજારી કરવામાં આવી હોવાની ઘટનાઓ સપાટી પર આવવા પામી હતી અને તેમાં પોલીસ ફરીયાદ પણ થઈ જવા પામી છે. આ પ્રકારની થયેલીફરીયાદોમાં પણ કયાંક ને કયાંક ખેતીવાડી વિભાગની ભૂમિકાઓ શંકામાં આવી હતી અને તે બાદ જ હવે રાજકોટની ટીમો અહી ઉતરી પડી છે. આજ રોજ સવારથી રાજકોટના નાયબ ખેતીવાડી વિભાગ અધિકારીની સાથે કચ્છભરના ખેતીવાડી વિભાગના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અને ભચાઉના ચોપડવા સહિતના પટ્ટાઓમાં વિવિધ પ્લાયવુડ ફેકડરીઓમાં જઈ અને સ્થળ તપાસ કરવામા આવી રહી છે. ખાસ કરીને સરકારી સબસીડીવાળા નીમ કોટેડ યુરીયા ખાતરનો ઉપયોગ પ્લાયવુડની ફેકટરીઓમાં ગેરકાયદેસર રીતે તો કરવામાં નથી આવી રહ્યો ને? તેની છાનબીન કરાઈ રહી છે. ફેકટરીમાં પાંચથી સાત જેટલા અધિકારીઓ તપાસ માટે ઉતર્યા છે.



 

Comments

COMMENT / REPLY FROM