Trending News
સ્થાનિક સમાચાર

નવી ભચાઉમાં વ્યાજના વિષચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરનારા ચાર સામે ફરિયાદ

26 November



મુદ્દલ અને વ્યાજ ચુકવવા છતાં બળજબરીથી રૂપિયા કઢાવવાનો પ્રયાસ 


ભચાઉ : અહીં નવી ભચાઉમાં રહેતા નોકરીયાત યુવાને વ્યાજે રૂપિયા લીધા બાદ મુદ્દલ અને વ્યાજ ચુકવવા છતાં વધુ નાણાની માંગણી કરવાં આવતા ચાર જણા સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી કનુભાઈ વિનુભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે નવેમ્બર ર૦ર૧ થી આજદીન સુધી બનાવ બન્યો હતો. જેમાં તેમણે વોંધના રફીકભાઈ લુહાર પાસેથી ર લાખ લીધા હતા, સામે અઢી લાખ ચુકવ્યા, નવી ભચાઉના શંકરભાઈ ભીમાભાઈ કાંટીયા (ગરવા) પાસેથી ત્રણ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં રૂપિયા આપતી વખતે ૬૦ હજાર વ્યાજ એડવાન્સમાં કાપી લીધું અને બાદમાં એક લાખ રૂપિયા ચુકવ્યા હતા. નવી ભચાઉના અજીતસિંહ દેવુભા જાડેજા પાસેથી પ૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં ૧૦ હજાર એડવાન્સ કાપી લીધા બાદમાં ૧પ હજાર રૂપિયા ચુકવ્યા હતા. કુલ્લ પ.પ૦ લાખ રૂપિયા શરાફી વ્યાજે લીધા અને ૪.૩પ લાખ આપવા છતા ત્રણેય આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી તેમજ અજીતસિંહ જાડેજાના પિતા દેવુભા જાડેજાએ રૂપિયા કઢાવવા માટે ફરિયાદીના ઘરે આવી જુની મામલતદાર ઓફીસે બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ ફરિયાદીની સહી વાળા કોરા ચેક ધાક ધમકી આપી બળજબરીથી કઢાવી ગુનો આચર્યો હતો. જેથી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM