Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને વધુ સુદ્રઢ રાખવા આઈજીશ્રી કોરડીયાના દીશા-નિર્દેશો

26 November



કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીએ વાર્ષિક ઈન્સપેકશનના ભાગરૂપે પૂર્વ્‌ કચ્છ જિલ્લા પોલીસની આદિપુર ખાતે યોજી ક્રાઈમ કોન્ફરન્સ : જિલ્લા પોલીસ વડા પૂર્વ કચ્છ, તમામ ડીવાયએસપીશ્રીઓ, પીઆઈ સહિતના અધિકારીગણ રહ્યા ઉપસ્થિત : ગુનાના ડીટેકશન સહિતની આઈજીશ્રીએ મેળવી માહીતી : અનડીટેકટેડ ગુનાઓના ઉકેલ માટે આપ્યું જરૂરી માર્ગદર્શન કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીએ વાર્ષિક ઈન્સપેકશનના 

પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાના ઝડપી ડીટેકશનની આઈજીશ્રીએ કરી સરાહના : એસપીશ્રી સાગર બાગમારની ટીમની કાયદો-વ્યવસ્થાને ચુસ્ત-દુરસ્ત રાખવાની સ્ફુર્તિભરી કાર્યવાહીને પણ બિરદાવી

ક્રાઈમ કોન્ફરન્સ બાદ આઈજીશ્રીએ પોલીસ અધિકારીઓના લીધા પર્સનલ ઈન્ટરવ્યું : સાંજે પાંચ વાગ્યે આદિપુર પોલીસ સ્ટેશનનું કરાશે ઈન્સપેકશન



ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયા ગત રરમી તારીખથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસતંત્રના વાર્ષિક ઈન્સપેકશન કરી રહ્યા છે. તેઓએ લાકડીયા પોલીસ મથકથી વાર્ષિક તપાસણીઓનો દોર શરૂ કર્યો હતો જે ગાંધીધામ મધ્યે જિલ્લા પોલીસ બેડાના ઈન્સપેકશન ઉપરાંત લોકસંવાદ, પોલીસ પરીવાર મિલન, મોકડ્રીલ નિર્દેશન, એમટી વિભાગની કાર્યવાહી, ઓર્ડલી રૂમ, વહીવટી વિભાગના ઈન્ટરવ્યુ તથા જેલ વિઝિટ સહિતનું નિરિક્ષણ પૂર્ણ કર્યા બાદ આજ રોજ આઈજીશ્રીએ અદિપુર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી.
આજ રોજ ૧૦ વાગ્યે આઈજીશ્રી કોરડીયાએ આદિપુર ખાતે ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહી સૌ પ્રથમ તેઓને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા શિષ્ટાચાર અનુસાર આવકાર આપવામાં આવ્યો હતો. આઈજીશ્રીએ ક્રાઈમ કોન્ફરન્સમાં અધિકારીગણ પાસેથી સમગ્ર જિલ્લાના ગુનાહિત ઈતિહાસ-ભુગોળ અને ગુનાઓના ડીટેકશન બાબતેની માહીતીઓ અંકે કરી હતી. આજે ગાંધીધામ એસપી કચેરી ખાતે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને જે તે પોલીસ મથક ના થાણા અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ..કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા..સતત પેટ્રોલીંગ કરવા તેમજ હિસ્ટ્રીસીટર ફર વોચ રાખવા તથા દારૂ જુગાર તેમજ ઈ સિગારેટ તેમજ જાહેર સ્થળ પર અને શાળા કોલેજ ની આસપાસ રોમિયોગીરી અને ઈ સિગારેટ તથા નશીલા દ્રવ્યો પર અંકુશ મુકવા સુચના આપી હતી તેમજ પોલીસ મથક મા જરૂરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે સુચના આપી હતી તેમજ આડેસર અને સુરજબારી ચેકપોસ્ટ પર કડક પેટ્રોલિંગ કરવા માટે તેમજ વાહનોનુ ચેકીંગ હાથ ધરવા માટે સુચના આપી હતી.પૂર્વ કચ્છ એસપીની ટીમ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓના ઝડપી ડીટેકશન જે કરવામા અવ્યા છે તે કાર્યવાહીને આઈજીશ્રીએ બિરદાવી હતી અને અનડીટેકટેડ રહેલા ગુનાઓના ઉકેલ માટે જરૂર સુચનો અને માર્ગદર્શન આપ્યુ હતુ.આજ રોજ જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં ક્રાઈમને લગતી માહીતીઓ અને સુચનાઓના આદાનપ્રદાનના ભાગરૂપેની ક્રાઈમ કોન્ફરન્સમાં આઈજીશ્રી ચિરાગ કોરડીયા, ક્રાઇમ કોન્ફરન્સમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર, એસ.સી એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.ભાટીયા, અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમા, એસઓજી પીઆઇ ડી ડી ઝાલા સહિત વિવિધ પોલીસ મથકના પીઆઈ તથા પીએસઆઈ સહિતના અધિકારીગણ હાજર રહ્યા હતા.


 

Comments

COMMENT / REPLY FROM