Trending News
સ્થાનિક સમાચાર

ભાજપના નવા સંગઠનના સળવળાટ ટાંકણે કચ્છના રાજકીય બેડામાં પણ હલચલ તેજ

25 November

બુથ સમિતિ ભાજપનું મહત્વનું પાસું છે


દિલ્હીમાં નડ્ડાની એક દીવસીય કાર્યશાળામાં નવા સંગઠનની રણનીતી ઘડાઈ : છેવાડાના જિલ્લામાં પણ નવી બુથ સમિતિની રચના પર સૌની મીટ : બુથ સમિતિમાં કાર્યકરો કે પોતાના લાગતા-
વળગતાઓને જ અપાશે સ્થાન?

કચ્છ સંગઠનમાં હાલના પ્રમુખ રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા અને શિસ્તમાં માનનારાની ઓળખ 
ધરાવે છે ત્યારે હવે આ વખતે સંગઠનની સ્થાનિક નોંધણી બાદ મંડલ, તાલુકા, જિલ્લાની જવાબદારીઓ કેવી રહેશે તે તરફ મંડાયા છે મીટ

બુથ સમીતીઓ બેઠા-બેઠા જ ફોનથી બનાવી દેનારાઓને ટકોર કરાઈ, ફોનથી બુથ સમીતીવાળા નાટક છોડો, બુથ પ્રભાર જયાનો છે ત્યા સ્થળ પર જાવ અને ર૦થી રપ સભ્યો-આગેવાનો સાથેની ચર્ચા-મીટીંગ બાદ બુથસમીતીઓનું કરો ગઠન : આ સુચન અપાયુ છે તે તો આવકારદાયક છે, અને અમુક બેઠા બેઠા જ બુથ સમીતીઓ બનાવનારાઓમાં દોડધામ પણ થઈ છે, પરંતુ જે-તે સ્થળ પર જઈ બેઠકો શરૂ કરાઈ જ છે તેની શું ખાત્રી? હકીકતમાં તો બુથ સમીતીઓની રચના માટે જે મીટીંગો યોજવાનો ભાજપનો પાયાનો નિયમ છે તે જાણવા માટે હકીકતમાં તો બેઠક થયાના ફોટા-તેમાં નિર્ધારીત કરાયેલા આગેવાનોની હાજરી દેખાતી હોય તે તસવીરો પાર્ટી કાર્યાલયના એક સેન્ટ્રલાઈઝ નંબર પર અપલોડ કરવાનો પણ આપવો જોઈએ આદેશ : તો જ બુથ સમીતીઓ બનાવવાનો સાચો હેતુ થાશે સાર્થક, નહી તો શેઠની શિખામણ ઝાંપા સુધી વાળી જ બની રહેે



ભુજ : વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પક્ષ નવા કલેવર સાથે શણગાર સજવાની આતંરીક તૈયારીઓનો ધમધમાટ તેજ બનાવી ચૂકી છે. સંગઠન પર્વ-સદસ્યતા અભિયાન સહિતની કામગીરી દેશભરમાં પુરજોશમાં તાજેતરમાં જ ચાલતી જોવા મળી આવી હતી. દરમ્યાન જ દિલ્હી ખાતે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ એક દીવસય કાર્યશાળા સંગઠનના વિષયને લઈને જ યોજી દીધી છે અને તેમાં તમામ રાજયના પ્રદેશ અધ્યક્ષો તથા મહામંત્રી સહિતનાઓને હાજર રાખવામાં આવ્યા હતા. ૩૦મી સુધીમાં વોર્ડ સમીતીની રચનાઓ કરી દેવાનો લક્ષ્યાંક પણ આ બેઠકમાં ઘડાઈ જવા પામ્ય હોવાની વા સામે આવી રહી છે ત્યારે મોદીજીના લાકડવાયા કચ્છ જિલ્લામાં પણ રાજકીય પંડિતોમાં ચર્ચાઓ શરૂ થવા પામી ચૂકી છે. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો  ભારતીય જનતા પાર્ટીએ કાર્યકરોના બળે આજે વિશ્વના સૌથી મોટા પક્ષ તરીકેની નામના મેળવી છે. વિશ્વમાં સૌથી વધુ સદસ્યો ધરાવતા પક્ષમાં ભાજપે ભારતમાં સદસ્યતા અભિયાનમાં અગાઉ ડંકો વગાડ્યો હતો ત્યારે હાલમાં જ સદસ્યા અભિયાનમાં ભાજપ ગત વખતની સરખામણીએ થોડું મંદ રહ્યું, પરંતુ ખૂબ કામગીરી સદસ્યતા અભિયાનમાં કરી છે. હવે ભાજપ સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા અને સક્રિય સભ્યોની નોંધણી કાર્યવાહીથી આગળ વધી બુથ લેવલથી મંડલ, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધીના તમામ સંગઠનના પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે. અનેક મોટા હોદ્દાઓ પર રીપીટ કરાશે તો અનેક હોદ્દાઓ પર નવા ચહેરા નિમણૂંક પામશે. સંગઠન પર્વની જમીની સ્તરની કામગીરી જ્યાં થાય છે તેવા બુથ લેવલ પર બુથ સમિતિઓ રચાશે અને બુથના પ્રમુખોની નિમણૂંક કરાશે.બુથ સમિતિ સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાની સાથે ચૂંટણીઓમાં ભાજપ તરફી મતદાન થાય તે માટે અગાઉથી પ્રચાર કાર્યમાં લાગી જાય છે અને મતદાનના દિવસે વહેલી સવારથી પક્ષ તરફી મતદાન સમયસર કરાવવાની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારે ફરી સંગઠન પર્વ શરૂ થતાં શહેરો અને ગામડાઓમાં આવેલ વિસ્તાર પ્રમાણે બુથ સમિતિ અને બુથ પ્રમુખ સાથે વિવિધ જવાબદારોની નિમણૂંક કરવામાં આવશેે.અગાઉ જે-તે વિસ્તારના પ્રતિષ્ઠીત વ્યક્તિ અને પક્ષની કામગીરી સારી રીતે કરી શકે તે માટે બુથ પ્રમુખની જવાબદારી તેવા વ્યક્તિને સોંપવામાં આવી હતી, જે પરંપરા હાલ સુધી ચાલુ છે, પરંતુ હાલના સમયમાં પક્ષના વફાદાર કાર્યકર્તાને બદલે મારા કહ્યામાં કોણ છે, ભલે તે કાર્ય કરે કે ન કરે, પરંતુ તેમને જવાબદારીમાં નામ આપી દેવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.  ભાજપની ઓળખમાં સ્થાનિક કાર્યકર્તાની ભૂમિકામાં આવનારા સમયમાં પોતાના ઓળખીતાને જવાબદારી અપાશે કે સાચા કાર્યકરને જવાબદારી અપાય છે તે થોડા સમયમાં જોવા મળશે. કચ્છ સંગઠનમાં હાલના પ્રમુખ રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા અને શિસ્તમાં માનનારાની ઓળખ ધરાવે છે, પરંતુ સ્થાનિક લેવલે નિમણૂંક પક્ષના સ્થાનિકો દ્વારા કરાતી હોય છે ત્યારે સંગઠન પર્વની ચાલી રહેલ બેઠકો પર સૌનું ધ્યાન દોરાઈ રહ્યું છે, તો આ વખતે સંગઠનની સ્થાનિક નોંધણી બાદ મંડલ, તાલુકા, જિલ્લાની જવાબદારીઓ કેવી રહેશે તે તરફ મીટ મંડાઈ છે.

Comments

COMMENT / REPLY FROM