ભુજના સ્ટેશન રોડ પર ૩ ઓફિસોમાંથી ૧.૦૯ લાખની મતા ચોરાઈ
ધમધમતા વિસ્તારમાં પણ તસ્કરો સક્રિય હોતા પોલીસની ધાક ઓસરી હોવાનો વર્તારો : ચારે તરફ કેમેરાની નજર આરોપી કયારે પકડાશે તે જોવું રહ્યું
ભુજ : શહેરથી દૂર વાડી, ખેતરો તેમજ રહેણાંક વિસ્તારોમાં કે જયાં કેમેરાની નજર ઓછી હોય છે ત્યાં અવારનવાર ચોરીઓ થાય છે, તેમ છતાં પોલીસ અમુક ગુનાઓમાં કેબલ ચોરોને ઉઠાવી લે છે. તેવામાં ખાખીની ધાક ઓસરતા ભુજના સ્ટેશન રોડ પર ત્રણ ઓફિસોમાંથી ૧.૦૯ લાખની મતા ચોરી જવામાં આવી હતી. જેથી વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. તાકીદે આરોપીઓને ઝડપી લેવામાં આવે તે જરૂરી છે. સ્ટેશન રોડ પર શાહ કોમર્શીયલ સેન્ટરમાં વાણીજય સલાહકાર તરીકે ઓફિસ ધરાવતા રોહિતકુમાર જેન્તીલાલ ગોરના જણાવ્યા પ્રમાણે ઓફિસની બાજુમાં આવેલ ઓફિસના માલિક સુમિત શીવજીભાઈ પોકારે ફોન કરીને જાણ કરી કે તેમની અને બાજુમાં આવેલ અન્ય એક ઓફીસના તાળા તુટયા છે. જેથી તપાસ કરતા ફરિયાદીની ઓફીસમાંથી રપ હજારનું લેપટોપ, છ હજારનો મોબાઈલ, દિવાલમાં ડ્રીલ કરવાની મશીન ચોરાઈ ગઈ હતી. જયારે સુમિત પોકારની ઓફિસમાંથી ર હજાર રોકડા, ૧ર હજારની કોમ્પ્યુટર રેમ, પાંચ હજારની હાર્ડ ડ્રાઈવ, ૧ર હજારના ગ્રાફીકસ, ૩પ૦૦ નો ટેબલેટ, ૧પ૦૦૦ નું પ્રોસેસર તથા નવા જુના રપ મોબાઈલ કિંમત રૂા. રપ હજારની મતા ચોરાઈ ગઈ હતી. અન્ય એક ઓફીસમાં તાળા તુટયા હતા. કુલ્લ ૧.૦૯ લાખની મતા ચોરાઈ જતા ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments