રાપર ખોખરામાં માટીના ઢગલા નીચે દબાઈ જતા યુવાનનું મોત
સામખિયાળીમાં ત્રણ સંતાનોની માતાએ આપઘાત કર્યો
અંજાર : અંજારના રાપર ખોખરા પઈવાડા વાડી વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભોગ બનનાર ર૦ વર્ષિય હાર્દિક હરીશભાઈ ગોયલ (આહીર) પોતાની વાડીમાં બોરની બાજુમાં પાઈપ સેટ કરતા હતા, ત્યારે માટીનો ઢગલો તેમની પર પડતા દબાઈ જવાના કારણે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. તેમની વાડીમાં બોર ખોદવામાં આવ્યો હતો. જે માટીનો ઢગલો અંદાજે રર ફુટ જેટલો રાખેલો હતો. જેની બાજુમાં બોરવેલ માટે પાઈપ સેટ કરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. તો આ તરફ ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે રામ મંદિરની બાજુમાં રહેતા ર૬ વર્ષિય સવિતાબેન ભરતભાઈ કોલીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર બાંધણી વડે ફાંસો ખાઈ લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

Comments