પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલની આઈજીશ્રી કોરડીયાએ લીધી મુલાકાત
પૂર્વ્ કચ્છ જિલ્લાના વાર્ષિક ઈન્સપેકશનના ભાગરૂપે કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીએ આજ રોજ સવારે જિલ્લા જેલની રૂબરૂ વિઝિટ દરમ્યાન કેદીઓની શિસ્ત સલામતી, મેડીકલને લગતી બાબતો, મળવા પાત્ર ભોજન તેમજ કેદીઓના ચાલતા કેસો અને ગુનાઓ વિષયે દરેક બંદીવાનોને રૂબરૂ મળી ચર્ચા કરી : બપોરે ૧રઃ૩૦ વાગ્યાથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વહીવટી સ્ટાફના લીધા વ્યકિતગત ઈન્ટરવ્યું
ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચીરાગ કોરડીયા તા. રરમીથી પૂર્વ કચ્છ જિલ્લાના વાર્ષિક ઈન્સપેકશન કરી રહ્યા છે. તેઓએ લાકડીયા પોલીસ મથકથી ઈન્સપેકશનની શરૂઆત કર્યા બાદ પૂર્વ કચ્છ જિલ્લાનું ઈન્સપેકશન ગાંધીધામ શિણાય હેડકવાર્ટર મધ્યે યોજયુ હતુ અને અહી તેઓએ પરેડના નીરીક્ષણ સહિતના ઈવેન્ટસ તથા પોલીસ પરીવાર સાથે સંમેલન ઉપરાંત જાગૃત લોકો સાથે લોકસંવાદમાં પણ ભાગ લીધો હતો. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુાર આજ રોજ આઈજીશ્રી ચિરાગ કોરડીયા આજ રોજ તા. રપમીના સવારે પૂર્વ કચ્છ જિલ્લા ગળપાદર જેલની મુલાકાત લીધી હતી. આજ રોજ સવારે આઈજીશ્રીએ ૧૧ વાગ્યે જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેઓએ અહી જેલ સુપ્રીટેન્ડેન્ટ સહિતનાઓથી પરામર્શ કરી હતી અને જેલની પ્રશાસનીક માહીતીઓ અંકે કરી હતી અને જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપ્યા હતા. આજ રોજ તા.૨૫/૧૧/૨૦૨૪ના ગળપાદર જીલ્લા જેલ ગાંધીધામ-કચ્છની વાર્ષિક ઇન્સપેકશન નિમીતે વિઝીટ રેન્જ આઇ.જી.શ્રી સરહદી રેન્જ ભુજ-કચ્છ ચિરાગ કરોડીયા દ્વારા લેવામાં આવી હતી. વિઝિટ દરમ્યાન કેદીઓની શિસ્ત સલામતી, મેડીકલને લગતી બાબતો, મળવા પાત્ર ભોજન તેમજ કેદીઓના ચાલતા કેસો અને ગુનાઓ વિષયે દરેક બંદીવાનોને રૂબરૂ મળી ચર્ચા કરેલ હતી અને અરજો સાંભળી હતી. સાથે સાથે કર્મચારીઓને લગતા પ્રશ્નો તેમજ આવાસ બાબતે પણ ચર્ચા કરી હતી.આઇ.જી. શ્રીની સાથે મે.પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ-ગાંધીધામ સાગર બાગમાર તેમજ ડી.વાય.એસ.પી. એમ.પી.ચૌધરી અને રાજગોર તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી ચુડાસમા તેમજ એ.ડીવી.પોલીસ ઇન્.સ.શ્રી એમ.ડી.ચૌધરી અને જેલ અધિક્ષકશ્રી એમ.એમ.રબારી જોડાયા હતા.
જેલ વીઝિટ બાદ આજ રોજ આઈજીશ્રીએ બપોરે ૧રઃ૩૦ વાગ્યાની આસપાસ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરી મધ્યે વહીવટી સ્ટાફને રૂબરૂમાં મળી અને તેમના વ્યકિતગત ઈન્ટરવ્યુ પણ લીધા હતા.

Comments