Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં નગરપાલિકાની ચૂંટણી વહેલાસર થવાની વકી 

24 November

મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં ભગવો લહેરાતા 






ભાજપ - કોંગ્રેસ, આપ સહિત અપક્ષો પ્રથમ ચૂંટણી માટે ચોગઠા ગોઠવી રહ્યા છે : રાજકીય ગરમાવો તે જ : ર૦,૪૮૧થી વધુ મતદારો ૧થી ૬ વોર્ડમાં પસંદગીના ઉમેદવારો ચૂંટશે : સીમાંકન બેઠકો અંગે શનિવારે સુનાવણી સ્થાનિકે થાય તેવી માંગ ઉઠી : ચૂંટણી અધિકારી નિમાયા : રાષ્ટ્રીય પક્ષો ખાનગી ક્ષેત્રે સર્વે આદર્યો 




નખત્રાણા : મહારાષ્ટ્ર અને પેટા ચૂંટણીમાં ભગવાધારી ભાજપ સરકારની મહા જીત બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વહેલાસર ઘોષણા થાય તે દિશામાં ચક્રોગતિમાન થયા છે. નખત્રાણા નગરપાલિકાની પ્રથમ વખત યોજાનાર ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અપક્ષોએ ચોગઠા ગોઠવી દિધા છે અને ખાનગી રાહે તમામ વોર્ડવારમાં જ્ઞાતિ આધારીત નવા ચહેરાને તક અપાય તેવું જાણવા મળી રહ્યું છે. ભાજપનો ગઢ ગણાતો નખત્રાણામાં ભાજપ પ્રથમ વખત નગરપાલિકાનો કબજો મેળવે તે દિશામાં ભાજપના આગેવાનો સક્રિય થયા છે અને તમામ જ્ઞાતિને સાથે રાખીને ચૂંટણી લડવા મક્કમતાથી આગળ વધી ગયા છે. તો કોંગ્રેસ પણ તમામ વોર્ડમાં પેનલ ટૂ પેનલ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને ચાન્સ આપીને ભાજપને માહાત કરવા રાજનીતિ ઘડી રહી છે. આપ પણ સક્રિય છે. ર૦૧૧ની વસતી ગણતરી મુજબ શહેરના ર૦,૪૮૧ લોકો ૧થી ૬ વોર્ડમાં પોતાના પસંદગીના ઉમેદવારો ચૂંટશે. ર૦રરમાં નખત્રાણા ગ્રામ પંચાયત અધવચ્ચે (ટૂર્મ પૂર્ણ કરતા) પહેલા વિસર્જન કરવામાં આવી હતી અને અ.જા. સરપંચ રિદ્ધિબેન વાઘેલાએ અને તમામ ર૦ સભ્યોને ટર્મ પૂર્ણ કરવા મળી ન હતી. ગ્રામ પંચાયતને વિસર્જન કરીને નગરપાલિકાની રચના કરવામાં આવી હતી. બાદમાં ૧૩-૧૧-ર૦૪ના રાજ્યના ચૂંટણી આયોગે બહાર પાડેલા વોર્ડના સીમાંકન સાથે અનામત બેઠકની ફાળવણીનો પ્રાથમિક આદેશ કરાયો છે. જે મુજબ શહેરમાં વસતી પ્રમાણે વોર્ડ દિઠ સરેરાશ વસતી ૩૪/૪ છે. ચાર ટર્મ માટે ર૪ બેઠકો પૈકી અનામત બેઠકોમાં ૧ર અનુ.જાતિ, પછાત વર્ગની સ્ત્રી અનામત. અ.જા.માં અનામત બેઠકોમાં ૪ પૈકી ર, અ.જા. સ્ત્રી, પછાત વર્ગની ૬ બેઠકો પૈકી ૩ સ્ત્રી અનામત આમ ૪ ટર્મમાં ર૪ બેઠકોમાંથી ૧૭ અનામત અને સાત સામાન્ય બેઠકો છે. અંદાજીત બે વર્ષ સુધી નગરપાલિકામાં વહિવટદારનું શાસન આવ્યો છે. અને પ્રજાની પીડા વધતી રહી છે. ત્યારે હવે ચૂંટણીનો માર્ગ મોકળો થતાં સરકારે ચૂંટણી અધિકારીની ઘોષણા કરી છે. પ્રાંત અધિકારી સુથાર ચૂંટણી અધિકારી તરીકે રહેશે, જયારે મામલતદારક  શાહ નાયબ ચૂંટણી અધિકારી પદે રહેશે. બીજીતરફ બેઠકોની ફાળવણી કરી દેવાયા બાદ વાંધા સૂચનો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ૩૦મી નવેમ્બરના સુનાવણી કરી આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તે વચ્ચે નખત્રાણાની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી ચૂંટણી કે, પંચ રૂબરૂ સ્થાનિકે સાંભળે તેવી અસમંજસતા વચ્ચે પંચ રૂબરૂ આવી સ્થાનિકો પાસે વાંધા વચકા સાંભળેે તેવી માંગ ઉઠી છે. હાલમાં નખત્રાણા પંથકમાં નગરપાલિકાના ચૂંટણી શંખનાદની ગરમી ઠંડીમાં પણ પરસેવો પાડી દિધો છે. 

........

નખત્રાણામાં વિકાસકામો આચારસંહિતા પહેલા જ આટોપી લેવાશે 


નખત્રાણા : નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે, તે વચ્ચે નખત્રાણામાં થતા વિકાસકામો તાકીદે આટોપી લેવા તાકીદ થઈ હોવાની વાતો વહેતી થઈ છે. નખત્રાણામાં કરોડો રૂપિયાના બે વર્ષ દરમિયાન લોટપાણીને લાકડાછાપ વિકાસકામો થયા છે અને ભ્રષ્ટ તત્ત્વો પણ આમા જોડાયા છે, ત્યારે હવે અન્ય કામો પણ થઈ રહ્યા છે. મુક્તિધામ તથા પુસ્તકાલય સહિત કામો પીવાના પાણીના બોર, ગટર સહિના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, તેની તપાસ કરવા પણ ઉચ્ચ કક્ષાએ જાગૃત નાગરિકો ઘા નાખી છે હવે ચૂંટણી આચારસંહિતા ઘોષિત થાય તે પહેલા તમામ કામોને આટોપી લેવા તાકીદ કરાઈ છે. 

 

Comments

COMMENT / REPLY FROM