Trending News
સ્થાનિક સમાચાર

ઈન્દોરમાં વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરી ૪૦.૭૦ લાખ પડાવનાર કચ્છ-સુરતના બે યુવકની ધરપકડ

24 November



બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારી બનીને બેંકમાં ર કરોડથી વધુના નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું જણાવી રૂપિયા પડાવ્યા


ભુજઃ આજકાલ સાયબર ગઠિયાઓ લોકોને ફસાવવા માટે નિતનવા કિમિયાઓ અપનાવતા હોય છે. જેમાં હવે ડિજિટલ અરેસ્ટના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક બનાવ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં સામે આવ્યો હતો. જેમાં ૭૧ વર્ષિય વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને ૪૦.૭૦ લાખ રૂપિયાની ઠગાઈ કરવાના ચકચારી ગુનામાં સાયબર પોલીસે કચ્છ અને સુરતના બે આરોપીની ધરપકડ કરી છે.ડિજિટલ અરેસ્ટનો આ બનાવ ગત ૩જી ઓક્ટોબરના બન્યો હતો જેમાં સાયબર માફિયાઓએ મુંબઈના બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારી બનીને વૃધ્ધને ફોન કરી તેમણે ૧૫ ટકા કમિશન મળવાની લાલચમાં ખોટી રીતે બે કરોડથી વધુ રકમના બેંકમાં નાણાંકીય વ્યવહારો કર્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. ડરી ગયેલા વૃધ્ધને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ બેંકની નકલી પાસબૂક, સુપ્રીમ કૉર્ટના હુકમની બોગસ નકલ બતાડી બાદમાં ફોન સીબીઆઈ ઑફિસરને ટ્રાન્સફર કર્યો હતો. કહેવાતા સીબીઆઈ ઑફિસરે આરબીઆઈ વેરીફિકેશનના બહાને વૃધ્ધને તેના ખાતામાં રહેલાં નાણાં અન્ય ખાતામાં જમા કરાવી દેવા અને એક કલાકમાં પરત મળી જવાની ખાતરી આપી હતી. પરંતુ નાણાં પરત જમા ના થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓમાં કચ્છના અતુલગીરી ગોસ્વામી અને સરુતના હિંમત દેવાણીની ધરપકડ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ફોન કરનારે મુંબઈની બેંકમાંથી રૂ. ૨.૬ કરોડના રિ-ટ્રાન્ઝેક્શન પર ૧૫ ટકા કમિશનનો આરોપ મૂક્યો હતો. છેતરપિંડીની પુષ્ટિ કરવા માટે, છેતરપિંડી કરનારાઓએ તેમને નકલી દસ્તાવેજો બતાવ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટના નકલી આદેશનો સમાવેશ થાય છે, અને પોલીસે દાવો કર્યો હતો કે સીબીઆઈ તેમની ધરપકડ કરવા જઈ રહી છે. ત્યારપછી કોલ સીબીઆઈ અધિકારીનો ઢોંગ કરતા કોઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેણે બેંક ખાતાની વિગતો માંગી હતી અને તેને વેરિફિકેશન માટે આરબીઆઈ ખાતામાં પૈસા જમા કરાવવાની સૂચના આપી હતી. વૃદ્ધે રૂ. ૪૦.૭ લાખ ટ્રાન્સફર કર્યા પરંતુ પાછળથી ખબર પડી કે તેમને ડીજીટલ અરેસ્ટ કરી પૈસા પડાવી લેવાયા છે. જેથી ગુનો દાખલ કરાયો હતો. તપાસ દરમિયાન, પોલીસે એક આરોપી હિંમત દેવાણીને શોધી કાઢ્યો હતો, જે નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અતુલ ગોસ્વામીની કચ્છથી ધરપકડ કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM