કચ્છના રણમાં મીઠાના માફીયાઓ બેફામ : કોર્ટ ઓફ કન્ટેમ્પટ કરનારા સરકારી અધીકારીઓ સામે કેમ લાલઆંખ ન થાય.?
ભચાઉ તાલુકાના શિકારપુર-કડોલ-નેર-ચોબારી જેવા વિસ્તારોમાં સચિવ કક્ષાએથી જ લીજ રદ કરવાના હુકમો થયેલા છે, જે હુમકોને પડકારતી અરજીઓમાં સચિવશ્રી-ગુજરાત સરકાર તરફી કોઈ જહકારાત્મક નિર્દેશ ન હોવા છતા મનસ્વી રીતે કાયદાના અર્થઘટન થતા હોવાની સ્થિતી : એક બાજુ ગેરકાયદર કહી મીના અગરો બદ કરાય છે તો બીજીતરફ વીજથાંભલાઓના પડયા છે ખડકલા : વીજતંત્ર કેમ અહી સામુહીક કાર્યવાહી કરવા નથી ત્રાટકતું? : આ જ અભ્યારણ્ય વિસ્તારમાં જ થોડા સમય પહેલા થઈ ચુકી છે ભડાકાવાળી, એક યુવાનનુ થયુ હતુ ફાયરીંગમાં મોત, શું નિષ્ઠાવાન અધિકારીઓ અહી જતા ડરે છે..?
આજે ખેતી માટે ધરતીનો તાત-ખેડુતો અરજી કરે તો વીજતંત્રના-પીજીવીસીએલના અધિકારીઓ તેમનાથી એક પછી એ દસ્તાવેજો મંગાવી અને પગના તળીયા ઘસાવી નાખે, અને રણમાં માફીયાઓના હજારોની સખ્યામાં વીજથાંભલાઓ આજે પણ પડયા છે આબાદ! ભચાઉ પીવીજીસીએલના કાર્યપાલક ઈજનેર, વન અને પર્યાવરણ વિભાગ, ડીડીઓ-કચ્છ, આરટીઓ અધિકારી પૂર્વ્ કચ્છ, જીપીસીબી અધિકારી, નેશનલ ગ્રીન ટ્રીબયુનલ સહિતનાઓ કેમ આ બાબતે કાર્યવાહી કરવા આગળ આવતા નથી?
ગાંધીધામ : ભચાઉ તાલુકાના શિકારપુર વિસ્તારના નાના રણ તથા નેર-કડોલ, ચોબારી જેવા વિસ્તારના રણ વિસ્તારમાં સચિવ કક્ષાએ લીઝ રદ કરવાના હુકમો થયેલા છે,આ બાબતે મોટા ઉપાડે સમાચારો પણ ઉજાગર થવા પામી ચુકયા છે.આ નાના મોટા રણમાં તમામ લીઝો રદ કરતા હુકમને પડકારતી અરજીઓ ઉપર સચિવ શ્રી ગુજરાત સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક હુકમ ન હોવા છતાં મનસ્વી રીતે કાયદાનું અર્થઘટન કરી મીઠાના માફીયાઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેફામ રીતે રણમાં સમાંતર સરકાર હોય એવું ગુન્હાઓનું રાજ ચાલી રહ્યું છે.નામદાર કોર્ટો એ પણ આ રણ વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા હુકમ કરેલ છે છતાં સ્થાનિક આ વિસ્તારમાં ફરજ બજાવતા સરકારી ભ્રષ્ટાચારી અધિકારીઓની ભાગીદારી ના કારણે એક બાજુ રણમાં ગેરકાનૂની અગરો સીલ કરવાની પ્રક્રિયા થાય છે ને બીજી બાજુ વિજળી ના થાંભલા ઉભા કરી નવા નવા કેટલાય વીજ કનેકશન અપાય છે.આ વિસ્તારમાં ખાસ તો કચ્છ ના રણમાં સરકારી કાયદા કે નામદાર હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટના કોઈ નિયમો લાગુ પડતા જ નથી.થોડા મહિના પહેલાં નાના રણમાં ભૂમાફિયાઓ દ્વારા થયેલા ધડાકા,ભડાકા ઓ માં એક કોળી યુવાનની હત્યા થયેલ.હાલમા પણ નિષ્ઠાવાન સરકારી અધિકારીઓ તથા નિષ્ઠાવાન પોલીસ અધિકારી ઓ આ રણમાં પ્રવેશતા ડર અનુભવે છે. જેથી આ બંને નાના રણમાં તથા મોટા રણમાં વરસોથી પ્રતિબંધિત ભારત સરકારના નિયમો વિરુદ્ધ કરાતી ગેરપ્રવૃતિઓ અટકાવવા તાત્કાલિક ધોરણે પગલા લેવા રજુઆત કરવામા આવી છે. આ વિસ્તારમાં પ્રવેશ ની મનાઈ છે તો વિજળી ના થાંભલા એ પણ હજારોની સંખ્યામાં કેવી રીતે ઉભા થયા હશે? આ ભચાઉ વિજ વિભાગના અધિકારીઓ એ ભ્રષ્ટાચાર કરીને આ વિજ કનેક્શન આપેલા છે.કારણકે અનેક ખેડૂતોને જ્યારે વિજ કનેક્શન લેવા માટે જરુરીયાત ઉભી થાય છે ત્યારે આ જ અધિકારીઓ કેટલાય પ્રકારના દસ્તાવેજો મંગાવતા હોય છે ને અંતે કનેક્શન આપવામાં ઠાગાડૈયા કરે છે. સામી બાજુ આ રણ વિસ્તારમાં જે અભ્યારણ્ય વિસ્તાર પણ છે જેમાં કયા નિયમો હેઠળ આ હજારો વિજ કનેક્શન આપવામાં આવેલ છે.જેની પણ તપાસ કરાવી આરોપીઓ અધિકારીઓ હોય કે ભૂમાફિયાઓ ઉપર પોલીસ કાર્યવાહી સહિતની કડક લાલઆંખ કેમ કરવામાં નથી આવતી?આ ઇજનેરને બાબતે ભચાઉ પીજીવીસીએલના કાયૅપાલક પુછતા તેઓએ કહયું હતું કે, તપાસ કરાવીને ઘટતું કરવામા આવશે.

Comments