ગાંધીધામ - કંડલા સંકુલમાં પોલીસની મંજુરી મેળવી ભંગારનો વાડો શરૂ કરવા પેરાજના પેંતરા : એનઓસીની ઈતેજારી.!
કંડલા બંદરમાં આવતી વસ્તુઓની ચોરી-ચપાટી-તસ્કરીઓ કરી અને ભંગારના વાડાઓમાં જ ઠલવાતી હોવાની ચકચાર વચ્ચે જુના અને સૌથી મોટા ભંગારના વાડાને મંજુરી આપવા અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ તલપાપડ પણ અધિકારીની મંજુરી મળતી ન હોવાની સ્થિતી
મંજુરીની રાહ-ઈંતેજારી વચ્ચે જ પેરાજે નાના -મોટા ગાપટાઓ શરૂ કર્યાની ચર્ચા : જો જો, આ પેરાજનો ભંગારનો વાડો ધમધમી ઉઠયો તો સંકુલમાં મોટા પાયે ચોરી-ચપાટી-તસ્કરીનો વધી જશે વ્યાપ : કારણ કે, પેરાજ અગાઉ પણ કહેતો ફરતો હતો કે જે લાવવુ હોય તે આધાર-પુરાવા વગરનું મારા વાડામાં લાવો, આપણો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે..! : ખાખીના ઉચ્ચ અધિકારીઓ ચેતે
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં આવેલા મહાબંદરો પૈકીના એક એવા કંડલાને અડીને આવેલા ગાંધીધામ સંકુલમાં આમ તો બેનામી ધંધાર્થીઓ એસપીશ્રી સાગર બાગમારના નામથી જ થરથરી રહ્યા છે, કારણ કે શ્રી બાગમારનાઆગમન બાદ તેઓએ અહી કાયદાને કડકાઈથી પ્રસ્થાપિત કરાવ્યો છે, જેથી ધંધાર્થીઓને સ્થળ બદલવાની ફરજ પડી જવા પામી છે પરંતુ બીજીતરફ આ જ પૂર્વ કચ્છમાં ખાખીના અમુક પલળેલા તત્વોની મીલીભગતથી કેટલાક મોટામાથા સમાન બેનામી ધંધાર્થીઓ ફાટીને ફુલેકે જતા હોવાની ફરીયાદો પણ સપાટી પર આવવા પામતી જ રહેતી હોય છે. દરમ્યાન જ અંતરંગ વર્તુળોમાથી સામે આવતી ચર્ચાઓ અનુસાર થોડા સમય સુધી શાંત બેઠેલ અને ભુર્ગભમાં ઉતરી ગયેલ પેરાજ ભંગારીયો હવે ફરીથી મેદાનમાં આવા માટે અધમપછાડા કરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. પેરાજના ભંગારના વાડામાં ભંગારના નામે અને બહાને કંઈ કેટલીય ચોરાઉ ચીજવસ્તુઓ આવતી હોવાની ઘટનાઓ ભુતકાળમાં પણ બની જવા પામી છે તો વળી પેરાજની સાથે અમુક ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓની ભાગબટાઈ પણ હોવાની ચર્ચાઓ થતી જ રહી છે. દરમ્યાન જ આ વખતે પેરાજને આવા જ અમુક પલળેલા ખાખીધારીઓ તો મંજુરી આપી ચુકયા છે અને કહી દીધુ છે કે, અમારો સ્ટાફ તને હેરાન કરવા કે તારા વાડામાં તપાસ કરવા નહી આવે, પરંતુ પેરાજ મુંઝાયો છે ત્યાં કે તેને અધિકારી તરફથીહજુ સુધી એનઓસી-લીલીઝંડી મળવા પામી નથી અને એસપીશ્રીની મુખ્ય શાખાના અધિકારી આવા મોટા વાડાની મંજુરી ખુલ્લીને ન આપે તો વાડામાં મોટી માત્રામાં માલ રાખી શકાય નહી. જાણકારો કહી રહ્યા છે કે, અહી ભંગારનો માલ હોય કે અન્ય કોઈ આધાર પુરાવા વિનાની ચીજવસ્તુઓ હોય તે વાડામાથી વેંચાય તો ટુકડે ટુકડે જ, એક સાથે તો ઉપડી ન જાય, આવામાં જો મંજુરી ન હોય અને માલની હેરફેર કે સંગ્રહ વાડામાં પેરાજ કરે અને આ અધિકારી કે તેમની ટુકડી ત્રાટકી જાય તો પેરાજ માટે તો લેવાના દેવા જ પડી જવાની નોબત સર્જાઈ જાય તેવી સ્થિતી છે. આમેય પણ અગાઉના પ્રમાણમાં ભંગારના ભાવ તદન તળીયે જ જતા રહ્યા છે. એટલે પેરાજ હાલના સમયે ખુલ્લીને ભંગારનો વાડો ધમધમાવવાના બદલે તેના આળતીયા મળતીયા અમુક ખાખીધારીઓની મદદગારી અને અમે કે અમારો સ્ટાફ તારા વાડામાં તપાસ માટે નહી આવે તેવી ખાત્રીના જોરે રીતસરના નાના-મોટા ગાપટાંઓ શરૂ કરી ચૂકયો હોવાનુ મનાય છે. આવામાં જાણકારો કહી રહ્યા છે કે, અમે કે અમારો સ્ટાફ તારા વાડા પર તપાસમાં નહી આવીએ આવી ખાત્રી કયા ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓએ પેરાજ જેવા ભંગારીયાને આપી છે? તે અહી તપાસનો વિષય જ બની જવા પામી રહ્યો છે. ઉપરાત પણ જાણકારો કહી રહ્યા છે કે, આ પેરાજનો ભંગારનો વાડો જો ફરીથી ધમધમતો થવા પામી ગયો તો સંકુલમાં ફરીથી ચોરી-ચપાટી-તસ્કરી અને અહીબંદરો પર આવતી ચીજવસ્તુઓમાં પણ તસ્કરી મોટા પ્રમાણમાં શરૂ થવા પામી જાય તેમ છે એટલે પૂર્વ કચ્છના ઉચ્ચ અધિકારીઓ જાગતા રહે તેવી લાલબત્તી પણ જાણકાર વર્ગ અહી વહેતી કરી રહ્યો છે.

Comments