કચ્છ જિલ્લાના ર૩ ગામોના પશુઓની ગણતરીની કામગીરી સંપન્ન
ર૧મી પશુધન વસ્તી ગણતરી-ર૦ર૪
કચ્છમાં ૧૦૧૪ ગ્રામીણ અને પ૯ શહેરી સહિત ૧૦૬૩ પોઈન્ટ પર પશુધન ગણતરીનો ધમધમાટ : ૩પ૮ ગામોમાં ગણતરીનું કામ પ્રગતિમાં : પશુપાલન વિભાગના ર૦ર ગણતરીદારો અને રપ સુપરવાઈઝરો કામગીરીમાં વ્યસ્ત : ફેબ્રુઆરી-ર૦રપ સુધી કમાગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક
ભુજ : માનવ વસ્તી કરતા વધુ પશુધન ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં પશુઓની વસ્તી ગણતરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી રાષ્ટ્રીય પશુ ગણતરીનો પ્રારંભ ર૧મી નવેમ્બરથી થયો છે. ર૧મી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત કચ્છના ૧૦૧૪ ગ્રામીણ અને શહેરી વોર્ડ વિસ્તારોના પ૯ પોઈન્ટ સહિત ૧૦૬૩ પોઈન્ટ પર પશુધનની ગણતરી કરવામાં આવશે, જે આગામી ફેબ્રુઆરી ર૦રપ સુધી પૂર્ણ કરવામાં આવશે.
આ અંગે વિગતો આપતા જિલ્લા પશુપાલન નિયામક અને પશુધન વસ્તી ગણતરીના જિલ્લા નોડલ ઓફિસર ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં દર પાંચ વર્ષે પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ર૦૧૯માં ર૦મી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેને પાંચ વર્ષ પૂર્ણ થતાં નવેમ્બર ર૦ર૪થી જિલ્લામાં ર૧મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો - માલધારીઓના પશુઓ, વિચરતી જાતિના પશુઓ, રખડતા ગૌ-વંશ, પાંજરાપોળ, ગૌશાળા, ડેરી ફાર્મ, સરકારી ફાર્મ, પોલીસ વિભાગના પશુઓ સહિતના તમામ પશુઓની ગણતરી કરવામાં આવશે. દરેક પશુઓની જાતિ વાઈઝ ગણતરી થશે. ગાયોમાં કાંકરે, ગીર ગાય, ભેંસમાં બન્ની ભેંસ, ઘેટાઓમાં મારવાડી અને પાટણવાળા, ઘોડાઓમાં કચ્છી-સિંધી ઘોડા, મારવાડી, કાઠિયાવાડી ઉપરાંત મરઘા, હાથી, સસલા, કૂતરા, ડુક્કર, ઊંટ સહિતના તમામ પશુઓને અવારી લેવામાં આવશે.
કચ્છ જિલ્લાના કુલ ૧૦૬૩ પોઈન્ટ પર પશુપાલન વિભાગના ર૦ર ગણતરીદારો દ્વારા મોબાઈલ એપ્લિકેશન મારફતે ડોર ટુ ડોર પશુધનની ગણતરી કરવામાં આવશે. જે ઘરોમાં પશુઓ નહીં હોય તેની પણ મુલાકાત લેવામાં આવશે. ર૦ર ગણતરીદારો ઉપરાંત રપ સુપરવાઈઝરો દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં હાલે ૩પ૮ ગામોમાં પશુ વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે. ર૩ ગામોમાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ચાર સ્તરીય પશુધન વસ્તી ગણતરીની કામગીરી નિર્ધારીત સમયમર્યાદામાં પૂર્ણ કરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
......................
વર્ષ ર૦૧૯માં ર૧.પ લાખથી વધુ પશુઓ નોંધાયા હતા
કચ્છ જિલ્લામાં ર૦૧૯માં ર૦મી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જે-તે સમયે જિલ્લામાં કુલ્લ ર૧.પ લાખથી વધુ પશુઓ નોંધાયા હતા. ર૦મી પશુ વસ્તી ગણતરીમાં જિલ્લામાં સૌથી વધુ ગાય અને ભેંસ પશુઓ નોંધાયા હતા. ઘેટા, બકરા, ઘોડા, ઊંટ, હાથી, સસલા વગેરેની સરખામણીએ ગાય અને ભેંસની સંખ્યા વધુ નોંધાઈ હતી.
................
પશુ ગણતરી માટે ૧૦૬૩ પોઈન્ટ નિર્ધારીત થયા
કચ્છ જિલ્લામાં ર૧મી પશુ વસ્તી ગણતરી માટે કચ્છના ૧૦૧૪ ગામો ઉપરાંત શહેરી વિસ્તારના પ૯ વોર્ડ સહિત કુલ્લ ૧૦૬૩ પોઈન્ટ નક્કી કરાયા છે, જે તમામ પોઈન્ટ પર પશુપાલન વિભાગના ર૦ર ગણતરીદારો દ્વારા ડોર ટુ ડોર ગણતરી કરવામાં આવશે. ફેબ્રુઆરી ર૦રપ પૂર્વે જિલ્લામાં વિવિધ ર૧૯ પ્રજાતિના પશુઓની ગણતરી કરવામાં આવશે.

Comments