Trending News
સ્થાનિક સમાચાર

તુણા રોડ પર ખનિજ ચોરી પકડવા ગયેલી ફલાઈંગ સ્કવોડ પર હુમલો

22 November



ચાર પૈકી ત્રણ વાહનો કંડલા મરીન પોલીસ સ્ટેશને સીઝ કરાવાયા

ગાંધીધામ : કચ્છમાં બેફામ થતી ખનિજ ચોરી અટકાવવા માટે પ્રયત્નશીલ રહેતી ફલાઈંગ સ્કવોડની ટુકડી અંજાર વિસ્તારમાં હતી એ દરમ્યાન તુણા રોડ પર ખનીજ ભરીને જતા વાહનોને અટકાવવામાં આવ્યા હતા. મધરાત્રે આ કાર્યવાહી થઈ હતી, ત્યારે અમુક શખ્સો પહોંચી આવ્યા અને આ ફલાઈંગ સ્કવોડની ટુકડીના અધિકારી અને સિક્યુરીટી ગાર્ડ પર હાથાપાઈ કરી હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. સમગ્ર બનાવનો લાઈવ વીડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. 
પરંતુ ખાણ ખનિજની ટુકડી પર થયેલો હુમલો ચિંતાજનક બાબત છે. બેફામ બનેલા ખનિજ માફિયા અન્ય કોઈ પ્રવૃતિને અંજામ આપે તે પહેલા સામુહિક ધોરણે ખાણ ખનિજ સાથે પોલીસ અને વહીવટી તંત્ર ખનિજ ચોરો પર તુટી પડે તો જ ખનિજ ચોરી અંકુશમાં આવે તેમ છે. આ બાબતે મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્ક્વોર્ડ)ની તપાસટીમ દ્વારા તા.૨૨/૧૧/૨૦૨૪ના રોજ  અંજાર તાલુકાના તુણા પોર્ટ તરફ જવાના રસ્તે ખાનગી 
વાહનમાં આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવેલ. સદર તપાસ દરમ્યાન અધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ  બ્લેકટ્રેપ ખનિજનો જથ્થો વહન કરવા બદલ ૪ ટ્રક ને સીઝ કરી કંડલા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. જે મુજબ નિયમો મુજબની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.આ બાબતે ખાણખનિજ વિભાગના ફલાઈંગ સ્કવોર્ડના શ્રી શાહને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, તેઓની ટીમ  દ્વારા ઓવરલોડ વાહનોને રોકવામા આવ્યા હતા અને ચાર વાહનોને અટકાવાયા હતા તે વેળાએ ચાર પૈકીનુ એક વાહન છોડાવી જવાના ઈરાદે સામેવાળાઓએ ઉગ્રતા દાખવી હતી. જે બાબતે અમારા તબક્કેથી કડક સુચનો આપવામા આવતા અંતે ચોથી ગાડી પણ પરત આપવામાં આવી ગઈ હતી. જે બાદ આગળની કાર્યવાહી અર્થે ઝડપાયેલા ચારે વાહનો જમા કરાવી દેવાયા હોવાનુ શ્રી શ્રી શાહે ઉમેર્યુ હતુ.

Comments

COMMENT / REPLY FROM