કંડલા કોમ્પલેક્ષમાં ચોખાચોર ગેંગ ફરી મેદાનમાં : વાહનોમાંથી નવતર રીતે તસ્કરીનું કારસ્તાન : ખાખીધારી અંધારામાં કે, પછી?
કેન્દ્ર સરકાર દ્વરા પેરાબોઈલ રાઈસ પર ડયુટી મામલે રાહતરૂપ નિર્ણય લેતા કંડલા બંદરે ચોખાની નિકાસનો પુનઃ વધી ગયો છે ધમધમાટ
પાછલા એકાદ-બે માસથી ચોખાની આવકમાં થયો છે ઉછાળો : દરમ્યાન જ ચોખાચોર ગેંગને પણ તડાકો : વાહનોમાં બ્લેડથી કાપા મારીને ચોખાની ઘુણીઓની ઘુણીઓ ચોરી લેવામા આવતી હોવાની છે ચકચાર : ચોરાઉ ચોખા ચોરનાર ગેંગ માલ આપે છે કોને? તાજેતરમાં જ એક ચોખાચોરીનો કિસ્સો સત્તાવાર રીતે પોલીસ ચોપડે ચડી પણ ચુકયો છે, આ કિસ્સામાં ઘનિષ્ઠ પુછતાછ થાય તો ચોખાચોરોના નેટવર્કનો થઈ શકે છે મોટો પર્દાફાશ
ઝોન ગોલાઈ પાસે રાત્રીના અંધારામાં બિનધાસ્ત ચાલતી ચોખાચોરીની ગેંગના આતંકને વેળાસર ડામો, નહી તો આવી તસ્કરીથી વેપારીઓ વચ્ચે વિના વાંકનો સંઘર્ષ વધશે અને તે વેપારીઓ કંડલા પોર્ટ-ડીપીએથી મોઢું ફેરવતા
થઈ ગયા તો તેનું સૌથી મોટુ નુકસાન કંડલા સંકુલને જ વેઠવાનો આવશે વારો
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના બે મોટા ખાનગી અને સરકારી બંદરા કચ્છમાં ધમધમી રહ્યા છે. અહીથી દેશ-વીદેશમાં મહત્પવૂર્ણ ચીજવસ્તુઓની મોટી માત્રામાં આયાત-નિકાસ કરવામા આવી રહી છે. નીતનવા કીર્તીમાન આ બંદરો સ્થાપી રહ્યા છે. ત્યારે અહી આવતી અને અહીથી જતી વસ્તુઓ પર રીતસરની તસ્કરી અને લુંટ ચલાવનારી ટોળકીઓ પણ સમયાંતરે પોતાના કારનામાઓના લીધે ચકચારમાં આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ કંડલા કોમ્પલેક્ષમાં ફરીથી ચોખાચોર ટોળકી મેદાનમાં આવી ગઈ હોય અથવા તો ફરીથી ચોખા ચોર ગેંગને મોકળુ મેદાન જ મળી જવા પામી ગયુ હોય તેમ ચોખા ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે.આ બાબતે અંતરંગ વર્તુળોમાંથી ઉઠતી ચર્ચા અનુસાર સરકાર દ્વારા ચોખાની ડયુટીમાં મોટી રાહત આપી હોવાથી ચોખાની આવક કંડલા સંકુલમાં નિકાસ અર્થે વધી છે ત્યારે ચોખાચોર ગેંગને મેદાનમાં આવી ગઈ છે.
આ ચોખાચોર ગેંગ દ્વારા નવતર કારસ્તાનને અંજામ આપી અને ચોખાચોરી કરવામા આવી રહી છે. ચોખા ચોર ગેગ ચોખા ભરેલી ચાલુ ગાડીમાં પાછળ નીચે રહેલી ઘુણી-બેગ્સમાં બ્લેડથી કાપો મારી દે એટલે નીચેની ગુણી ખાલી થાય તો બાકીની બેગ્સ આપોઆપ જ નીચે ગાડીમાથી પડી જવા પામે અને જેવી આ બેગ્સ રોડ પર પટકાય એટલે તસ્કર ગેંગના સાગરીતો તેને નાના વાહનોમાં ઉઠાવી લઈ જતા હોવાનો કીમીયો અજમાવી રહ્યા હોવાનુ મનાય છે. રાત્રીના સમયે દોડતી ગાડીઓમાં આ પ્રકારની ચોખાચોરીને મોટા પ્રમાણમાં અંજામ રોજ બરોજ અપાઈ રહ્ય હોવાનુ મનાય છે.
ઝોન ગોલઈ પાસેથી પસાર થતી ટ્રકોમાં રાત્રીના સમયે મહદઅંશે આવા કારસ્તાનોને અંજામ આપવામાં આવી રહ્યા છે. રાત્રીના સમયે દોડતા આવા વાહનોમાથી ચોખાચોરીને અંજામ આપનારી ચોર ગેંગ ખુલ્લેઆમ અને બિનધાસ્ત આવી તસ્કરીને અંજામ આપી રહયા છે અને ચોખાની ચોરી કરી રહ્યા છે ત્યારે અહી સવાલો ઉઠી રહ્યા છે કે, સબંધિત પોલીસ મથકના ખાખીધારીઓ અંધારામાં છે? શુ તેઓને આ મુજબની ચોખાચોરી ચાલી રહી હોવાની ખબર જ નથી કે પછી જાણી જોઈને આંખ મિચામણા તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે? વેળાસર જ આ ચોખા ચોર તસ્કર ગેંગના આતંકને ડામવો ખુબ જ અનિવાર્ય બની રહ્યો છે નહી તો વિના વાંકે ચોખાના વેપારીઓ વચ્ચે સંઘર્ષ વધશે અને નાછુટકે જો વેપારીઓ કંડલા પોર્ટથી મોઢું ફેરવી લેશે તો તેની મોટી નુકસાની કંડલા કોમ્પલેક્ષને જ વેઠવાનો વારો આવશે.

Comments