Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં ૩૦ ફુટ ઉંચાઈએથી યુવાન નીચે પટકાતા મોત

22 November




જે.એમ.બક્ષી જેટી નંબર ૧૧-૧ર માં સોલાર પ્લેટની સફાઈ કરતી વખતે બનેલી ઘટના


ગાંધીધામ : કંડલા પોર્ટમાં દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. જેમાં ૩૦ ફુટ ઉચાઈએથી યુવાન નીચે પટકાતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. આ બાબતે કંડલા મરીન પોલીસમાંથી જાણવા મળેલી વિગતો મુજબ બુધવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. કંડલા પોર્ટમાં જે.એમ.બક્ષી કેઆઈસીટી જેટી નંબર ૧૧ - ૧ર ખાતે રાતના સમયે વર્કશોપના પ્રથમ માળે આવેલ સોલાર પ્લેટની સફાઈ કરવા માટે યુવાન ઉપર ચડયો હતો, એ દરમ્યાન અકસ્માતે પતરૂં ખસી જતા આશરે ૩૦ ફુટ ઉંચાઈએથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પ્રથમ સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં લઈ ગયા જયાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આદીપુરની રામેશ્વર સોસાયટીમાં રહેતા ર૭ વર્ષિય અર્જુન રામભાઈ વાઘ નામના યુવાનનું કરૂણ મોત થતા પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ જવા પામી છે. કંડલા મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM