Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લામાં પાંચ મહિનામાં પ૭૦૬ બાળકોના મોત

21 November




વર્ષ ર૦ર૪ના પ્રથમ પાંચ મહિના દરમ્યાન નવજાત શીશુઓના મોતથી અરેરાટી : આરોગ્ય ક્ષેત્રે કરોડોની ફાળવણી એળે : કેન્દ્રીય અને રાજ્ય સરકારની ટીમ કચ્છમાં છે ત્યારે આ આંકડાએ ચિંતા દર્શાવી


ભુજ : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાળ આરોગ્યલક્ષી કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયાની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેવામાં વર્ષ ર૦ર૪ના પ્રથમ પાંચ માસ એટલે કે જાન્યુઆરીથી મે મહિના સુધી કચ્છ જિલ્લામાં ૦ થી પાંચ વર્ષની વય સુધીના પ૭૦૬ બાળકોના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા બાળ આરોગ્યલક્ષી સુવિધાઓ માટે કરોડોના ખર્ચનો દાવો કરવામાં આવે છે, પરંતુ નાના બાળકોના મોત રેસિયોને અટકાવવા માટે કોઈ અસરકારક કામગીરી થતી ન હોવાનુંં ચિત્ર ઉપસી રહ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ સહિત રાજ્યભરમાં વર્ષ ર૦ર૪ના પ્રથમ પાંચ માસ દરમ્યાન ૦થી પાંચ વર્ષની વય સુધીના બાળકોના મરણ આંક જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યભરમાંં બાળ મરણને ઘટાડવા લેવાઈ રહેલા પગલાં બિનઅસરકારક રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યના મહાનગર સુરત અને રાજકોટમાં સ્થિતિ વ્ધુ ખરાબ જોવા મળી છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે જાન્યુઆરીથી મે માસ સુધીમાં પ૭૦૬ બાળકોના મોત થયા છે. જાન્યુઆરી મહિનામાં ૧૩પર, ફેબ્રુઆરી મહિને ૧ર૧૦, માર્ચ મહિનામાં ૧રર૪, એપ્રિલમાં ૧ર૦૪ જ્યારે મે મહિનામાં ૭૧૬ બાળકોના મોત થયા હતા. માર્ચ મહિનામાં સર્વાધિક મોત થયા હતા. મોટા ભાગના બાળકોના દમ અને ગરમીના કારણે મોત થયા હતા. આ ઉપરાંત નવજાત શીશુઓના મોત પાછળ અધુરા મહિને જન્મ અને ઓછા વજનનું કારણ મુખ્ય રહ્યું હતું. જ્યારે કેટલાક બાળકોના મોત અન્ય બીમારીઓના કારણે થયા હતા.
રાજ્ય સરકાર દર વર્ષે બાળ મૃત્યુદર ઘટાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયાનો દાવો કરે છે, પરંતુ નાના બાળકોન ડેથ રેશિયોને ઘટાડવા માટે કોઈ અસરકારક કામગીરી થતી ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM