મોડવદરમાં પ૦૦ લીટર સીપીયુ ઝડપાયું : સાપોલીયા દબોચાયા-મગરમચ્છો પર કાયદાનો સકંજો કેમ નહીં.?
અંજાર સમીપેથી ચોરાઉ-આધારપુરાવા વિનાના ઓઈલના જથ્થાને પોલીસે ઝડપી પાડતી વખતે સુચક સવાલ : જે બે શખ્સો પકડાયા છે તેઓના લેવા જોઈએ કડક પુછાણા ? કોના કહેવાથી આ આધારપુરાવા વિનાનો ચોરાઉ સીપીયુ હેરફેર કરતા હતા? તેમના શેઠીયાઓ કોણ છે? આવા શેઠીયાઓ સુધી પહોચી અને તેમના કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરાવાય તો જે ખાખીધારીઓની છત્રછાયાથી તેલચોરીના અડ્ડાઓ ધમધમતા હોય તેમના સુધી પણ લંબાય આપોઆપ રેલો..!
તપાસનીશ પોલીસતંત્ર કેમ ન આદરે છાનબીન? : ઝડપાયેલ ચોરાઉ જથ્થો જઈ કયા રહ્યો હતો? ચોરાઉ ઓઈલ ખરીદનારાઓ કોણ છે?
ગાંધીધામ : અંજાર તાલુકાના મોડવદર ખાતેથી તાજેતરમાં જ પોલીસતંત્ર દ્વારા પ૦૦ લીટર સીપીયુ-તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો છે અને બે શખ્સોના નામો પણ તેમાં ખુલવા પામ્યા છે. અંજાર પટ્ટમાથી આ જથ્થો પકડાયો છે તે તો સારી જ વાત છે પરંતુ મોડવદર વાળા કિસ્સામાં જ તપાસનીશો હકીકતમાં ઉંડા ઉતરશે ખરા? શું આ કેસમાં ઓઈલચોરીના ચાલી રહેલા આખાય નેટવર્કને તોડવાની દીશામાં સફળતા પ્રાપ્ત થશે ખરી?આ અંગે અંતરંગ વર્તુળોમોથી ઉઠતા સવાલોની વાત કરીએ તો મોડવદર પાસેથી પકડાયેલ સીપીયુ ઓઈલનો જથ્થો પકડી પાડયો છે ત્યારે માત્ર અને માત્ર નાના સાપોલીયાનો જ પકડીને કામગીરી કરી લીધાનો સંતોષ માની લેવામા આવશે કે પછી તેના પાછળ મુખ્ય માથાઓ, સુત્રધારો કોણ છે ત્યા સુધી તપાસશીનો પહોંચશે ખરા? કારણ કે, આ પ્રકરણની પાછળ સવાલો તો ઘણા ઘેરાઈ જ રહ્યા છે. કહેવાય છે કે, મોડવદર સપીયુ પ્રકરણમાં તપાસનીશો દ્વારા ઝડપાયેલા શખ્સોના કડક પુછાણા લેવા જોઈએ અને તેઓ કોના કહેવાથી આ રીતે આધાર પુરાવા વિનાની ઓઈલ-સીપીયુની હેરફેર કરી રહ્યા હતા? કેટલા સમયથી આવી હેરફેર કરવામા આવી રહી છે? હકીકતમાં આ પકડાયેલા સોપાલીયા સમાન નાના શખ્સોના મુળ શેઠીયાઓ કોણ છે? આ શેઠીયાઓના મોબાઈલ ઝપ્ત કરી અને તેના કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરવી જોઈએ. જો શેઠીયાઓના ફોન પકડાયા અને તેના કોલ ડીટેલ્સ મેળવાશે તો આવા બેનામી ધંધાઓ કયા ખાખીધારીઓની છત્રછાયાથી ચાલી રહ્યા છે તે બધાયની સંડોવણીઓ પણ ચોકકસથી બહાર આવવા પામી જશે. તે ઉપરાંત આ સીપીયુ આવ્યુ કયાથી? કોને આપવાનુ હતુ? પહેલી જ વાર આ ખેપ લગાવાઈ રહી હતી કે આ અગાઉ પણ આ જ રીતે સીપીયુની ગેરકાયેસર હેરફેર કરવામા આવતી હતી? અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, ચોરાઉ સીપીયુ તેલની ખરીદી કોણ કરતુ હતુ? જો આ પ્રકરણની તપાસ આટલે સુધી લંબાય તો જ આયોજનબદ્ધ રીતે તેલચોરીના ચાલી રહેલા એક નેટવર્કનો મોટો ખુલાસો થઈ શકે તેમ છે. બાકી તો શંકાસ્પદ મુદામાલ અને આધાર પુરાવાનો દેખાડી અને પાછળથી બીલો રજુ કરાવી દઈ અને કલીનચીટ આપી દેવામા આવે તો સીપીયુ કે પછી અન્ય તેલચોરીને અટકાવવા મુશ્કેલ જ બની રહેશે તેમ જાણકારો માની રહ્યા છે.

Comments