Trending News
સ્થાનિક સમાચાર

મીરજાપરના ઠગબાજે રાજકોટના ભૂદેવને પણ શીશામાં ઉતાર્યો

20 November



કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાકટ દેવાની લાલચે હિતેશ સહિતની ટોળકીએ ૮.ર૪ લાખ પડાવી લીધા : માનકુવા પોલીસની અપીલ બાદ ભોગગ્રસ્તો આવી રહ્યા છે આગળ

ભુજ : તાલુકાના સુરજપર ગામે રહેતા દંપત્તિના દિકરાને ટીવી સીરીયલ અને જાહેરાતમાં રોલ અપાવવાનું કહી રપ લાખ પડાવી લેવાયા હતા. જે બાબતે ફરિયાદ થયા બાદ માનકુવા પોલીસે આરોપી મીરજાપરના હિતેશ પરમારની ધરપકડ કરી હતી. આરોપી ઠગબાજ હોવાનું પોલીસના ધ્યાને આવતા માનકુવા પોલીસે આ ઠગબાજનો શિકાર બન્યા હોય તેવા ભોગગ્રસ્તોને ફરિયાદ નોંધાવવા આગળ આવવા અપીલ કરી હતી. ત્યારે રાજકોટમાં આ ઠગ સામે ફરિયાદ નોંધાઈ છે.રાજકોટના ડ્રીમ સીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભુદેવને કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચે ઠગાઈ કરવામાં આવી હતી. ફરિયાદી અશોકકુમાર જગજીવનભાઈ ધાંધીયાના જણાવ્યા પ્રમાણે તેમની ઓળખાણ મીરજાપરમાં રહેતા હિતેશ વેલજી પરમાર સાથે થઈ હતી. હિતેશે ભુજ ખાતે અલગ અલગ કંપનીમાં કર્મકાંડનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપી હતી અને અશોકભાઈ પાસેથી કટકે કટકે ૯.૯૯ લાખ ગુગલ પે મારફતે લીધા હતા. હિતેશે કહ્યું કે, ભુજ, ગાંધીધામ, મુંદરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી કંપનીઓમાં ભાગવત સપ્તાહ, યજ્ઞો, વિવિધ ધાર્મિક કામ માટે કર્મકાંડી બ્રાહ્મણની જરૂરત છેે. તમને જરૂરત હોય તો કોન્ટ્રાકટ અપાવી દઈશ. આરોપીએ કંપનીના મેનેજર તરીકે પોતાની ઓળખ આપનાર જગતભાઈ, વિનોદ, દલપતભાઈ સાથે વાત પણ કરાવી હતી. કોન્ટ્રાકટ ન મળતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા હતા. અથવા ફરિયાદ કરવાનું કહેતા ૧.૭પ લાખ પરત આપ્યા હતા. પરંતુ બાકીના ૮.ર૪ લાખ પાછા ન મળતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, આરોપી ર૦૦૭ માં ગોંડલ ખાતે આવેલી થાકસી ચા કંપનીમાં નોકરી કરતો હતો. જયાં તેની અશોકભાઈ સાથે ઓળખાણ થઈ હતી. ર૦૧૬ માં ભુજમાં ભૂકંપ સહાય, તે બાદ આર્મીના કામોના ટેન્ડર લેવા સહિતના નામે ઠગાઈ કરી હોવાની ફરિયાદ થઈ ચુકી છે.

 

Comments

COMMENT / REPLY FROM