Trending News
સ્થાનિક સમાચાર

- તો ગાંધીધામ ઓસ્લો જીઆઈડીસીમાં ડીપીએના  પ્લોટસમાં મોટા ઘોટાળા-કૌભાંડનો થાય ભાંડાફોડ 

20 November

ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમાર ગોર ફરમાવે



જીઆઈડીસીમાં ડીપીએ કંડલાના પ્લોટસમાં ફોલ્ડીંગ દીવાલ બનાવી, એસ્ટેટ વિભાગના જવાબાદરોને ટુકડા પ્રસાદી ધરી, તે પ્લોટ ફરીથી ભાડે આપી પાંચ આંકડાથી વધુના ભાડા વસુલાત કરવામાં આવતા હોવાની ઉઠી રહી છે ચકચાર : જો આમ હોય તો ડીપીએની સરકારી જમીન પરથી કેટલા તત્વો બેનામી આવક રડી આસામી 
બની રહ્યા છે?

પ્લોટ પર પાકું બાંધકામ કરી રહ્યા છે તે પછી પણ જવાબદારોની નજર નથી પડતી તેની પાછળનું રહસ્ય શું?


શહેર-સંકુલમાં ડીપીએની જમીનો પર મોટા મોટા મહાકાય દબાણોના તો ઘોડાપુર વરસેલા જ છે, અને હજુય મોટા પાયે દબાણો આયોજનબદ્ધ રીતે થઈ જ રહ્યા છે, જેમાં એસ્ટેટ વિભાગ આંખ મિંચામણા કરીને બેઠુ છે, પરંતુ હવે તો ડીપીએની જમીનોમાં એસ્ટેટ વિભાગના અમુક ભ્રષ્ટ તત્વો સામેથી જ કાભાંડો આચરવાના નુસખાઓ શીખવાડી અને ગજવા ગરમ કરી રહ્યા હોવાની ઉઠી રહી છે બૂમરાડ


ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલાના લીધે ગાંધીધામ સંકુલની જમીનદિલ્હી-ચંદીગઢની જમીનોના ભાવે અંકાતી રહી છે.  મહામુલી અને ઓછી જમીન હોવાથી અહી જમીનોને લઈને કૌભાંડો કહો કે પછી ઘોટાળાઓ પણ સમયાંતરે સામે આવતા રહે છે. દરમ્યાન જ ડીપીએ કંડલા સલગ્ન આવો જ એક છાનો કારસો હાલમાં સંકુલના એક મોટાક્ષેત્રમાં ચાલી રહ્યો હોવાની ચર્ચા સામે આવી રહી છે અને તેમાં ડીપીએ કંડલાના એસ્ટેટ વિભાગના જવાબદારોની પણ એક યા બીજી રીતે  ભુમિકા શંકાના દાયરામાં આવતી હોવાનુ પણ દર્શાઈ રહ્યું છે. વાત કરીએ શહેર-સંકુલના જાણકારવર્ગમા થતી ચર્ચાની તો કહેવાય છે કે, ડીપીએ કંડલાની ગાંધીધામ જીઆઈડીસી(ઓસ્લો)માં જે પ્લોટસ-જમીનો આવેલા છે તેમાં હાલના સમયે એક મોટુ કૌભાંડ છાની રીતે ધમધમી રહ્યું છે. ડીપીએ કંડલાની જમીન -પ્લોટ એ સરકારી પ્લોટ-જમીન કહેવાય. પરંતુ હાલના સમયે ડીપીએના અહી જે પ્લોટસ છે તેમાં વચ્ચે ફોલ્ડીંગ દિવાલ ઉભી કરવામા આવી રહી છે અને તે ફોલ્ડીંગ દિવાલ ગેરકાયદેસર ઉભી થાય છે તે પેટે ડીપીએ કંડલાના જવાબદાર એવા એસ્ટેટ વિભાગને આંખો મીંચી લેવા માટે ટુકડાઓ નાખી દેવામા આવે છે. એટલે ડીપીએ એસ્ટેટ વિભાગ આ પ્રકારની ગેરપ્રવૃતીઓથી અજાણ છે તેમ માની શકાય નહી..! એટલુ જ નહી પરંતુ ફોલ્ડીંગ દિવાલ ઉભી કરાય છે તેના પેટે ભ્રષ્ટ તત્વોને આઠ-દસ હજાર રૂપીયા અપાય છે પરંતુ ડીપીએના એ પ્લોટમાં ભાગલા પાડી દેવાય છે તે પ્લોટના પ૦થી ૭૦ હજાર સુધીના તગડા ભાડા ફોલ્ડીંગ દિવાલ ઉભી કરનારાઓ વસુલી રહ્યા છે? વિચાર તો કરો, ડીપીએ કંડલાના એસ્ટેટ વિભાગના નાક નીચે જ કેવડું મોટું કૌભાંડ ધમધમી રહ્યુ છે...! જો આ બાબતે ડીપીએ કંડલાના કાર્યદક્ષ ચેરમેનશ્રી સુશીલકુમાર વક્રદ્રષ્ટી કરે અને તપાસ કરાવશે તો એસ્ટેટ વિભાગના કયા તત્વો આ મુજબના કારનામાઓ પેટે ઉઘરાણાઓ કરી આવ્યા છે અને કોના ભ્રષ્ટ મનસુબાઓ થકી ડીપીએ કંડલાની કરોડોની જમીનો પર બારોબાર જ ફોલ્ડીંગ દીવાલો બનાવી અને તગડા ભાડાઓ વસુલવામા આવી રહયા છે? તે સહિતની સિન્ડીકેટનો પર્દાફાશ થવાપામી જશે તેમ જાણકારો માની રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM