Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં ધોળા દિવસે મકાનમાંથી ૧.૧૧ લાખની મતા ચોરાઈ

20 November



ગુરૂકુળમાં ચાવી બાઈકમાં જ ભુલી જતા ચોરાઈ ગઈ : સામખિયાળી અને પધ્ધર પાસે પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરાયું


ગાંધીધામ : જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીધામમાં ધોળા દિવસે મકાનમાંથી ૧.૧૧ લાખની મતા ચોરાઈ જવા સાથે ગુરૂકુળમાંથી બાઈક અને સામખિયાળી તથા પધ્ધરમાં ડીઝલ ચોરાયું છે.આ બાબતે બી ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ફરિયાદી મુળ ભાવનગરના હાલે સેકટર-૮ માં અરૂણદેવ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ રસીકભાઈ વ્યાસે જણાવ્યું કે, કોઈ અજાણ્યા ઈસમે ધોળા દિવસે મકાનમાં પ્રવેશ કરી રૂમમાં ટેબલ પર રાખેલ ૭૩ હજારના બે લેપટોપ તેમજ એટીએમ કાર્ડ, બેંકનું આઈકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ તેમજ પ્રવલ શાહનો ૮ હજારનો મોબાઈલ, ૩૦ હજારની વીટી, પર્સમાં રાખેલ એટીએમ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ મળી ૧.૧૧ લાખની ચોરી કરવામાં આવી હતી. જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ તરફ ગુરૂકુળમાં ક્રિષ્ના દુધ ડેરીની બાજુમાં ફરિયાદી દામજી રણછોડભાઈ ડાંગરે પોતાની જી.જે.૧ર.ઈએસ પ૦૦૮ નંબરની બાઈક પાર્ક કરીને રાખી હતી અને ચાવી તેમાં  જ ભુલી જતા કોઈ શખ્સે બાઈકની ચોરી કરી હતી, જે અંગે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાયો છે. દરમ્યાન સામખિયાળી પાસે ચામુંડા હોટલની બાજુમાં શિવાય એન્ટરપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસના ગ્રાઉન્ડમાં રહેલ બે ડમ્પરમાંથી ડીઝલ ચોરાયું હતું. ડમ્પર નંબર જી.જે ૧ર બીવાય ૪૭ર૩ અને જીજે ૧ર બીવી ૧૦૭૧ માંથી ૩૦૦ લીટર ડીઝલ કિંમત રૂા. ર૭૧ર૩ ની ચોરી થઈ હતી. જેથી સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. જયારે ભુજ ભચાઉ હાઈવે રોડ પર બીકેટી કંપની સામે આવેલ ઓફીસના પાર્કિંગમાં રહેલા બે ડમ્પરમાંથી ડીઝલ ચોરાયું હતું. ફરિયાદી પધ્ધરના ડાયાભાઈ વેલજીભાઈ કોઠીવારના જણાવ્યા પ્રમાણે કોઈ ત્રણ ઈસમોએ ફરિયાદીના પાર્કીંગમાં આવી ડમ્પર નં.  જી.જે.૧ર બીડબલ્યુ ૯૮૮૦ અને જીજે૧ર એયુ ૭૩૦૭ ના ડીઝલ ટાંકીના ઢાંકણા તોડી કુલ્લ ૧૩પ૦૦ ના ઈંધણની ચોરી કરી હતી. આ શખ્સો કેમેરામાં કેદ થયા હતા. આ શખ્સો સામે પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM