Trending News
ક્રાઈમ

મોડવદર પાસે પ૦૦ લીટર સીપીયુ તેલ પકડાયું

19 November


કેબીનની બાજુમાં મુદ્દામાલ સંગ્રહ કરાયો : આરોપીને શોધવા ચક્રો ગતિમાન

ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે રીતે ઈંધણ, સીપીયુ તેલની ચોરી અટકાવવા માટે એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સુચના અંતર્ગત આજે એ ડિવિઝન પોલીસ વોચમાં હતી, ત્યારે પીઆઈ એમ. ડી. ચૌધરીના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા મોડવદર પાસેથી પ૦૦ લીટર સીપીયુ તેલ ઝડપી લેવામાં આવ્યું હતું.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોડવદરમાં બંધ કેબીનની બાજુમાં કેરબા રાખવામાં આવ્યા હતા. સ્થળ પરથી ૧પ કેરબા કબજે કરવામાં આવ્યા છે. જેમાં એક એક કેરબામાં ૩૦ થી ૩પ લીટર સીપીયુ તેલ રાખવામાં આવ્યો હતો. અંદાજે પ૦૦ લીટર સીપીયુ તેલ કબજે કરવામાં આવ્યું છે. આરોપી રાજા પબા રબારીએ ચોરી કે છળકપટથી માલ મેળવી અહીં રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.  જો કે પોલીસ પહોંચી ત્યારે આરોપી હાજર મળ્યો ન હતો. જેથી મુદ્દામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM