Trending News
સ્થાનિક સમાચાર

ધ્રોબાણામાં સાદી રેતીચોરી કેસમાં ભેદભરમ : ખાણતંત્ર કેમ ન ઉતરે ઉુંડુ? પરમીટની કરો તપાસ તો ઘણુ ખુલશે...!

19 November



સાદીરેતીનું ખનન પરમીટ વિસ્તાર બહારથી કરાયુ હોવાના ખુલાસા વખતે ઉઠતા અનેકવિધ વેધક સવાલો : ભુજ ફલાઈંગ સ્કવોર્ડની ટીમ તટસ્થ તપાસ કરીને પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ તથા કલેકટરશ્રીને સત્યદર્શી અહેવાલ રજુ કરે તો કઈક નવા ઘટસ્ફોટ થવાની ભીતી


ગાંધીધામ : તાજેતરમાં જ ભુજ ખાણખનિજ  વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા ભુજ તાલુકાના ધ્રોબાડા વિસ્તારમાંથી સાદી રેતી પરમીટ વિસ્તાર બહારથી ઉસેડાયા સબબની કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી થવા પામી છે તે આવકારદાયક જ કહી શકાય તેમ છે પરંતુ હવે અહી સવાલ એથાય છે કે, પ્રેસ યાદીમાં જ ઉલ્લેખ કરાયો છે કે પરમીટ વિસ્તાર બહારથી સાદી રેતીનુ ખનન થયાનુ ઝડપાયુ છે તો અહી સવાલ એ થવા પામી રહ્યો છે કે, આ પરમીટ હોય છે શું? આ કેસમાં પરમીટ કોના નામની હતી? કયા પેટે એટલે કે કયા સરકારી કામના વર્ક ઓર્ડરથી આ પરમીટ ઈસ્યુ કરવામાં આવી હતી? આ પરમીટ ખાણખનિજ વિભાગ, કલેકટરશ્રી  કોને ઈસ્યુ કરી હતી? પરમીટ ઈસ્યુ થતી હોય છે ત્યારે બે વખત ખનીજવિભાગ દ્વારા માપણી કરવામા આવતી હોય છે? જયારે પરમીટ ઈસ્યુ થાય ત્યારે અને તે કામ સંપન્ન થઈ જાય તે બાદ પણ પરમીટ અનુસાર જ સાદી રેતી ઉપાડાઈ છે કે નહી? તે જોવા માટે પણ વેરીફીકેશન માપણી ફરીથી કરવામાં આવતી હોય છે? તો આ કેસમાં એ વેરીફીકેશન કોણે અને શું કર્યુ હતુ? તેમાં શું જણાઈ આવ્યુ હતુ? અને જો આ મુજબની માપણીઓ ન હોતી કરાઈ તો તેના પાછળનું કારણ શુ હતુ? સૌથી મોટો સવાલ અહી એ થવા પામી રહ્યો છે કે, અહી જે પરમીટ મંજુર કરાઈ હતી તે સંદર્ભની સાદી રેતી લઈ કયા જવાની હતી? સરકારી રેકર્ડ પર શું બોલી રહ્યુ છે? કયાં સાદી રેતી ઠાલવવાનો વર્કઓર્ડર અનુસરા પરમીટમાં ઉલ્લેખ હતો? શું આ સાદી રેતી એ જ સ્થળે પરમીટના જથ્થા મુજબની ઠલવાઈ હતી? આ માટે જીપીઆરએસ સિસ્ટમ વાહનોમાં લાગેલી જ હોય છે તો અહીથી જે વાહનો પરમીટ મંજૂર સાદી રેતી ભરીને ગયા તે વર્ક ઓર્ડર અને પરમીટમાં દર્શાવેલ સ્થળે જ સાદી રેતી ઠાલવી હતી કે કેમ? આ બધા જ સવાલો હાલના મસયે આ કેસમાં રહસ્યોના મોટા આટ્ટા પાટ્ટા સર્જી રહ્યા છે. હકીકતમાં જયારે ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા આ પ્રકારની ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે ત્યારે તેઓએ આ સબબનો અહેવાલ પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રીને તથા જિલ્લા કલેકટરશ્રીને પણ લેખિતમાં વેળાસર વિના વિલંબે રજુ કરવો જોઈએ. જો આટલા સવાલોના જવાબો સાથેનો અહેવાલ રજુ કરવામાં આવશે અને તે તટસ્થ રીપોર્ટ તૈયાર કરવામા આવ્યો હશે તો સાદી રેતીમાં પરમીટના નામે ચાલતા મોટા છાના કૌભાંડનો પણ પર્દાફાશ થઈ શકે તેવી ભીતી જાણકારો સેવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM