Trending News
સ્થાનિક સમાચાર

શેરબ્રોકરના ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગનું કારસ્તાન? : કચ્છથી લઈ મુંબઈ સહિતના કઈક રોકાણકારો રાતા પાણીએ રડયા..!

19 November

ભોગગ્રસ્તોનો સેબીમાં ધા : શેરબ્રોકર સામે થશે લાલઆખં?



સેબીના નિયમો અનુસાર કોઈ પણ શેરના ભાવની વધ-ઘટ્ટ સત્તાવાર રીતે જાહેરાત કે અન્ય કોઈ માધ્યમોથી કરી શકાતી નથી, ઉપરાંત પણ જાણીતી એક શેરબ્રોકર પેઢી દ્વારા ૧ બેંકના શેરને લઈને સત્તાવાર જાહેરાત આપી, રોકાણકારોને ગેરમાર્ગે દોર્યાની બની ઘટના : ૧ બેંકના જે ભાવો જાહેરાતમાં ટાર્ગેટ ઉચકાવવાનો દર્શાવાયા તેના બદલે શેરનો ભાવ તુટતા આવી છેતરામણી જાહેરાતોમાં આવી જઈને રોકાણ  કરનારા કઈક ઈન્વેસટર્સના કરોડો તુટયા ’



સેબી(એનએસઈ)ના નિયમો અનુસાર શેરબજારમાં ખાતરીદાયક વળતરોનું વચન આપવુ ગેરકાયદેસર છે, શું  આ નિયમ જે-તે શેરબ્રોકર પેઢી ભુલી ગયું? એવું તો બને 
નહીં આટલી મોટી ફર્મ-પેઢી આ નિયમ ભુલી જાય! 
તો પછી શું આ બેકની સાથે કોઈ સેટીંગ કરી અને શેરના ભાવ ઉચકવાની ગોઠવણીના ભાગરૂપે કઈક નિદોર્ષ રીટેલર્સની કરોડોની મુડીનું કરી દેવાયુ ધોવાણ? : જાણકારોમાથી ઉઠતા તરેહ તરેહના સવાલો 

ભુજ-ગાંધીધામ-અંજાર-ભચાઉ સહિતના શહેરોમાં પણ કેટલાય રોકાણકારો માટે આવી છેતરામણી જાહેરાતમાં આવીને રોકાણ કરતા નાણાં ધોવાઇ જતા માથે હાથદઇને રડયાની સૉઇ સ્થિતી..!


ભુજ : શેર બજારમાં રોકાણ માટે ખાતરીદાયક વચન આપવું ગેરકાયદેસર છે, પરંતુએક જાણીતી શેરબ્રોકર ફર્મ દ્વારા એક બેંકનાશેરમાં ૧૩ ટકાની વૃદ્ધિ દર્શાવી શેર હોલ્ડર્સને ગેરમાર્ગે દોર્યા હતા. કોઈપણ જાહેર ખબરના માધ્યમથી શેર બજારમાં ખાતરીદાયક વળતરોનું વચન આપવું ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં આ શેરબ્રોકર પેઢી દ્વારા વર્તમાનપત્રમાં ચોકકસ બેંકના શેરના ભાવમાં ચોકકસ રકમનો ટાર્ગેટ દર્શાવી રૂા.ચોકકસ ભાવે ખરીદ કરવાની જાહેરાત કરી હતી. જે તે બેંકના શેરના ભાવ ઘટીને ર૪૩ થયા હતા અને બંધ ભાવ ર૪પ થયા હતા. જેથી આ શેરબ્રોકર પેઢી શેર હોલ્ડર્સને ગેરમાર્ગે દોરી ડબ્બા ટ્રેડીંગ તથા એનએસીમાં આ બેકના શેર વેચી શેર હોલ્ડરને નવડાવી દીધા હોવાનો બળાપો ઠેર ઠેર સામે આવવા પામી રહ્યો છે. આ પ્રકારની જાહેરાતો  પ્રતિષ્ઠીત શેર બ્રોકર કંપનીએ આપી હોવાથી તેની ખરીદી કચ્છમાં ઠેરઠેરથી માંડી અને મુંબઈ સુધીના રીટેલર્સ દ્વારા કરવામા આવી હોવાનુ મનાય છે અને આટલા વિશાળ અને વ્યાપક વર્ગના કરોડોના નાણાનું આ પ્રકારના ડબ્બા ટ્રેડીંગના ખેલમાં ધોવાણ થવા પામી ગયુ હોવાની સ્થિતી સર્જાવવા પામી ગઈ છે. શેરબજારમાં ખાતરીદાયક વળતરોના વચન આપવા તદન ગેરકાયદેસર છે. સિકયુરીટીઝ બજારમાં ખાતરીદાયક વળતરો કાયદાથી પ્રતીબંધિત છે. આવી યોજનાઓ એકસચેનજ પાસેથી ભરપાઈ પાત્ર નથી હોતી. આવી સુચનાઓ ઠેર-ઠેર એનએસઈ અને સેબી મારફતે આપવામાં આવતી હોય છે. મોટાભાગે સામાન્ય રીટેલર્સ પણ હવે આ પ્રકારની સતત જાહેરાતો અને જાગૃતીના પગલે તે વાતથી અવગત છે કે કોઈ પણ શેરના ભાવને લઈને ચોકકસ વચનો જાહેર કરવામા નથી આવતા તો પછી આ પ્રતિષ્ઠી શેર બ્રોકર પેઢી કેમ આ નિયમથી અજાણ રહી ગઈ?  અહી સવાલ તો એ થાય છે કે, શું આવા નિયમથી તે ખરેખર અજાણ હતી? તેનો સહજ જવાબ છે કે ના એવુ તો ન જ બને? તો પછી કયા કારણોસર જે તે બેંકના ભાવને લઈને ખાતરીદાયક વળતરના વચનની સત્તાવાર પેપરમાં જાહેરાત આપી અને ખોટા આંકડાઓ તેમાં દર્શાવાયા? તેના પાછળનો હેતુ શુ હતો? શું જે તે બેંકના શેરના ભાવોને ઉચકવા અથવા તો આ શેરને લઈને બેકની સાથે આ શેરબ્રોકર પેઢીદ્વારા દ્વારા કોઈ ગોઠવણીઓ કરવામાં આવી હતી કે કેમ? જો કે, જાણકારોઅને ભોગગ્રસ્તો કહી રહ્યા છે કે, છેલ્લા થોડા સમયથી આ શેરબ્રોકર પેઢી બજારમાં સબંધિત બેંકને અપ કરાવવા કાર્યરત હતું. આ પેઢીએ કરેલી જાહેરાત સંબંધે તપાસ થાય તે માટે સેબી પાસે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેંકના જવાબદારોનું ધ્યાન દોરવા અંગે પણ શેર હોલ્ડરોએ નિર્ણય લીધો હોવાનુ પણ મનાય છે. સત્ય શુ છે એ તો તપાસ થાય તો જ ખ્યાલ આવી શકે તેમ છે પરંતુ શેરબ્રેાકર કંપનીઓ અને તેમના ડીલર્સ દ્વારા કેવી રીતે રીટેલર્સને લોભાવી-છેતરાવીને ગેરમાર્ગે દોરાય છે તે માટેનો આ કિસ્સો ચોકકસથી લાલબત્તીરૂપ જ કહી શકાય તેમ છે.

Comments

COMMENT / REPLY FROM