લાકડીયામાં મુળ માલિકની જાણ બહાર જમીનનો ૧.ર૮ કરોડમાં સોદો કરી દેવાયો
લાકડીયા અને થોરીયારીના શખ્સોએ બોગસ આધારકાર્ડ બનાવી ૩૧.૭પ લાખની ઠગાઈ કરતા ફરિયાદ નોંધાઈ
રાપર : તાલુકાના લાકડીયા ગામે જમીન માલિકની જાણ બહાર ખોટા દસ્તાવેજ અને આધારકાર્ડ બનાવીને જમીનનો સોદો કરવામાં આવ્યો હતો. ટોકન પેટે રૂપિયા મેળવી જમીન વેચી ઠગાઈ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદી લાકડીયા ગામે રહેતા મુકેશ રતીલાલ જાટાવાડીયાના જણાવ્યા પ્રમાણે આરોપી લાકડીયાના રોહિતગીરી પ્રભુગીરી બાવાજી અને થોરીયારીના વીહાભાઈ ઉર્ફે વીસાભાઈ ગેલાભાઈ ભરવાડે જાણી જોઈને ફરિયાદી તથા સાહેદ નવીનભાઈ અને તેમના દિકરાઓના નામે આવેલ લાકડીયા રેવન્યુ સર્વે નં. પ૩પ, પ૧૪, પ૩૬ વાળી જમીનનો ૧,ર૮,૦૭૦૦૦ માં સોદો કર્યો હતો. આ જમીન પડાવી લેવાના ઈરાદે જમીનના ખાતેદારો ફરિયાદી તથા છ સાહેદોના બદલે અન્ય છ ખોટા વ્યક્તિઓને ઉભા કરી તમામ આરોપીઓએ મળીને જમીન વેચી રૂપિયા મેળવવા કાવત્રું રચ્યું હતું. જેમાં સાહેદ જગદીશભાઈ લવજીભાઈ સંઘાણીને અઘાટ વેચાણે જમીન આપવા ખોટો સોદા ખત કરી આપી તેમાં ફરિયાદી અને પાંચેય સાહેદના ખોટા આધારકાર્ડ બનાવી રજુ કર્યા હતા. આધારકાર્ડ ખોટા હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી અને સાહેદોની ખોટી સહીઓ કરી જગદીશભાઈ પાસેથી રોકડા રૂા. ૩૧.૭પ લાખ મેળવી ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઈ કરવામાં આવી હતી. જેથી લાકડીયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments