Trending News
સ્થાનિક સમાચાર

માંડવી પોલીસમાં ધમાલવાળી કચ્છના અન્ય મથકોમાં પણ થતા વાર નહી થાય? વહીવટદાર પ્રથાનો સડ્ડો ?

19 November


પોલીસને ગુનેગારો પડકાર ફેંકે તેવી ઘટનાઓ તો કચ્છમાં બનતી જ રહેતી હતી, પરંતુ હવે તો પોલીસ મથકમાં ધસી જઈ અને હુમલો કરી દેવાની ઘટના કહેવાલ લાલબત્તીરૂપ

પોલીસ મથકની અંદર પોલીસકર્મીઓ જ જો સલામત ન રહે તો પછી આમપ્રજાજનોની સલામતીની તો વાત જ શું કરવી?
’

ખાખીમાં વકરી ગયેલી ભ્રષ્ટ સિન્ડીકેટ વહીવટ દાર પ્રજાએ માજા મુકી હોવાનો આ ઘટના કહી શકાય દાખલો : માંડવી માત્ર જ નહી પરંતુ કચ્છમાં પશ્ચિમથી માંડી અને પૂર્વ સુધી ઠેર-ઠેર વહીવટદારોના વકરી ગયા છે નેટવર્ક : સ્થાનિક પોલીસ મથકવાળા જોતા જ રહે, નોકરી- ફરજ બજાવતા જ રહે, અને ધંધાકીય સેટીંગ વહીવટદારો કરી અને લાખોના સેકસનો ઉઘરાવતા ફરે, આવામાં જયારે સ્થાનિક પોલીસ કોઈ ગુનેગાર સામે કાર્યવાહી કરે ત્યારે વહીવટદારોના દોરીસંચાર અથવા તો હપ્તાવસુલીઓના પગલે માંડવી જેવી ઘટનાઓ બનવા પામે જ પામે : જાણકારોનો ગર્ભિત ઈસારો

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી અને બન્ને એસપીશ્રી જયા સુધી જિલ્લાઓમાં વકરી ગયેલા વહીવટદારોને નહી ડામે, ભ્રષ્ટ સિન્ડીકેટને નહીં તોડે, અમુક બની બેઠેલા વહીવટદારોને સરહદો નહી દેખાડે ત્યાં સુધી માંડવી પોલીસ મથકે થયેલી ધમાલવાળી ઘટનાઓથી બચવુ અસંભવ જ બની રહેશે..!



ગાંધીધામ : માંડવી પોલીસ મથકે ચાર શખ્સોનો ઘાતક હુમલો, હથીયારો સાથે ધસી આવી અને પોલીસ મથકમાં તોડફોડ કરી અને પોલીસ પર જાન લેવા હુમલો કર્યો,ના અહેવાલો હાલમાં મોટા મથાડા સાથે કચ્છના માધ્યમોમાં પ્રસિદ્ધ થવા પામ્યા છે. માંડવી પોલીસ મથકની જે ઘટના બની છે તે આમપ્રજાજનો માટે તો ચિંતાનજક કહી જ શકાય પરંતુ પોલીસતંત્રને માટે પણ ભારે લાલબત્તીરૂપ ઘટના બની જવા પામી છે. પોલીસ મથકમાં કોઈ ગુનેગાર ઘાતક હથિયારો સાથે ઘસી જાય અને પોલીસ પર જ જીવલેણ હુમલો કરવાની હિમંત કરી જાય તો પછી આવામાં આમપ્રજાજનોની સલામતી અને સુરક્ષાની તો આશા-અપેક્ષાઓ જ શું રાખી શકાય..! ખૈર, માંડવીવાીળ ઘટનામાં સત્ય જીણવટભરી તપાસ બાદ સામે આવવા પામશે જ પરંતુ આપણે અહી વાત કરવાની છે, ગુનેગારોમાં આટલી બધી હિમત આવે છે કયાંથી? માંડવીની ઘટનામાં હુમલાવર બુટલેગર હોવાનુ સામે આવ્યુ છે, હવે દારૂના બુટલેગર પણ આટલી હદે ફાટીને ફુલેકે ચડયા હોય તો તેમાં કયાંક ને કયાંક ખાખીના કોઈને કોઈ ભ્રષ્ટ વહીવટદારોની પણ ભાગબટાઈ તો ચોકકસથી હોય જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ખાખી બેડામાં વહીવટદાર પ્રથા, સેકસન લેવા અને હપ્તાઓ ઉઘરાવાવની બદી તો ઠેર-ઠેર વકરેલી જ છે અને તેના પણ અહેવાલો સમયાંતરે બહાર આવતા જ રહેતા હોય છે.  કચ્છમાં પણ ખાખીના ભ્રષ્ટ વહીવટદારોની એક મોટી સિન્ડીકેટ જ સર્જાઈ હોવાની વાતો લાંબા સમયથી સામે આવતી જ રહેતી હોય છે.  આ સિન્ડીકેટમાં પોલીસ મથક દીઠ વીવિધ ટોપ ટુ બોટમ સુધીના અલગ અલગ શાખાઓના અધિકારીઓના નામે વહીવટ ઉઘરાવાતો જ રહે છે. એ પછી દારૂ હોય, જુગાર હોય, ખનીજચોરી હોય કે અન્ય કેાઈ અસામાજીક બદી જ કેમ ન હોય.. આ વહીવટદારોને સાચવો અને બદીઓને ધમધમાવોનો જ ખેલ ચાલતો હોવાનુ ચર્ચાય છે.માંડવી જ માત્ર નહી પરંતુ કચ્છમાં પશ્ચીમથી માંડી અને પૂર્વ સુધી ઠેર ઠેર વહીવટદારોનો સડ્ડો વકરી જવા પામ્યો છે. એક વ્યાપક નેટવર્ક જ આ સિન્ડીકેટે સ્થાપી દીધુ હોવાનુ મનાય છે. રેન્જ કચેરીના નામે, સાયબર સેલના નામે, એસપીની મુખ્ય શાખાઓ એસઓજી, એલસીબીના નામે, અલગ અલગ ક્ષેત્રો-ઝોન બનાવીને વહેચી લેવામા આવતા હોય છે  ?અને દરેકને જે-તે વિસ્તાર ફાળવી અને ત્યાથી જાણે કે ઉઘરાણાઓ કરવાની છુટ જ આપી દેવામા આવતી હોય તેમ આ ભ્રષ્ટ ખાખીની સિન્ડીકેટ ફાટીને ફુલેકે ચડેલી હોવાનુ ચર્ચાય છે. આવી સ્થિતીમાં જયારે ધંધાવાળઆઓને અટકાવવા કોઈ સ્થાનિક પોલીસના અધિકારીઓ કાર્યવાહી કરવા જાય તો ધર્ષણની સ્થિતી સર્જાવવાની જ છે ને..! એક તો ધંધાવાળા વહીવટદારોને હપ્તા આપે અને બીજુતરફ દરોડા પડે..! અને તેથી જ જાણકારો કહી રહ્યા છે કે, જે રીતે અમુક ભ્રષ્ટ ખાખીવાળાઓ પોતાના મોરલને તદન મળીયે મુકી અને ધંધાવાળાઓના ઉંબરે મુઝરા કરતી અવસ્થામાં ફરી રહ્યા છે તેના થકી માંડવી વાળી ઘટના અન્ય પોલીસ મથકોમાં પણ ટુંક સમયમાં જ બની જાય તો નવી નવાઈ નહી કહેવાય. પોલીસનો પ્રતિકાર કરતી ઘટનાઓ તો અગાઉ સામે આવવા પામી જ ચુકી છે પરંતુ હવે તો પોલીસ મથકમાં હુમલો થવાની ઘટના બની રહી છે? જેને ખરેખર હળવાથી ન લેવી જોઈએ.બોર્ડર રેન્જ આઈજી અને એસપીશ્રીઓએ આ બાબતે ગંભીર બની અને ખરેખર આવી ઘટનાઓના મુળ સુધી પહોચી અને જો ભ્રષ્ટ ખાખીની વહીવટદાર સિન્ડીકેટ સક્રીય હોય તો તેને વેળાસર જ તોડવી-ડામવી જ રહી તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM